ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ દિવસે ઠેર-ઠેર ગણેશ-ભક્તો ગણપતિજીની મૂર્તિ લાવીને તેમની સ્થાપના કરે છે અને 10 દિવસ તેમને રાખીને પછી તેમનું અનંત ચૌદશના દિવસે વિસર્જન કરે છે. આ દસ દિવસ દરમ્યાન ભક્તો ગણેશજીને પ્રસન્ન કરવા માટે ભગવાનની વિશેષ પૂજા-અર્ચના કરે છે. તેમને રોજ જુદા-જુદા પ્રસાદ ધરાવે છે. ભગવાન ગણેશજીને કેટલીક વસ્તુઓ ખૂબ જ પ્રિય હોય છે. ગણેશ ઉત્સવ દરમ્યાન જો ભક્તો તેમને પ્રિય આ વસ્તુઓ અર્પણ કરે તો ગણેશજી પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશજી તમામ દેવતાઓમાં પ્રથમ પૂજનીય છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર શ્રી ગણેશજીની પૂજામાં કેટલીક વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થઇને તમારી મનોકામનાઓ પૂર્ણ કરે છે. જીવન સાથે સંકળાયેલ તમામ અડચણને દૂર કરીને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. કેટલીક વસ્તુઓ વગર ગણપતિજીની પૂજા અધૂરી માનવામાં આવે છે.
ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશની પૂજા વિધિવત કરવી જોઈએ. આનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય ગણેશજીને કેટલીક વસ્તુઓ ચોક્કસથી ચઢાવવી જોઈએ.
ગલગોટાના ફૂલગણપતિ મહોત્સવ પ્રારંભ થતા જ દેશ દુનિયામાં ગણેશજીનો અલગ-અલગ વસ્તુઓથી ભવ્ય શણગાર કરવામાં આવે છે. શ્રી ગણેશજીને શ્રૃંગાર માટે તમે કોઇ પણ ફૂલનો ઉપયોગ કરી શકો છો પરંતુ પૂજામાં ગણપતિ બપ્પાને સૌથી પ્રિય ગલગોટાના ફૂલ અથવા તેમાંથી બનાવેલી માળા ચઢાઓ. મોદક: ગણેશજીને મોદક અને મોતીચૂરના લાડુ ખૂબ જ પસંદ છે, ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશજીને મોદક અને લાડુનો પ્રસાદ જરૂર ધરાવવો જોઈએ.
દુર્વા: પૂજા દરમ્યાન ગણેશજીને દુર્વા જરૂર અર્પણ કરવી જોઈએ. ગણેશજીને 3 પાનવાળી દુર્વા ચઢાવો. આમ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે.સિંદૂર: ગણેશજીની પૂજા દરમ્યાન તેમને સિંદૂરનું તિલક જરૂર લગાવો. ભગવાનને તિલક કર્યા બાદ પોતાને પણ કપાળમાં તિલક લગાવો, આમ કરવાથી વ્યક્તિને સફળતા અને સમૃદ્ધિ મળે છે.
ખીર: ભગવાન ગણેશને ખીર પણ પ્રિય છે. ગણેશજીની કૃપા જોઈતી હોય તો તેમને ખીરનો પ્રસાદ જરૂરથી અર્પણ કરો.કેળાં: ગણેશજીને કેળા પણ પ્રિય છે, એટલે એક દિવસ ગણેશજીને કેળા પણ પ્રસાદમાં ધરાવવા જોઈએ, ખાસ કરીને એક સાથે જોડાયેલા બે કેળા ચઢાવો.
શંખસનાતન પરંપરામાં થતી દરેક પૂજામાં શંખનો ઉપયોગ ચોક્કસ પણે કરવામાં આવે છે. ગણપતિ બપ્પાને શંખ ખૂબ પ્રિય છે. આ જ કારણ છે કે તેમના એક હાથમાં શંખ પણ ધારણ કરવામાં આવે છે. એવામાં ભગવાન ગણેશની પૂજામાં પૂરી શ્રદ્ધાભાવથી શંખનો ઉપયોગ કરો.