દીકરી હોય તમારા ઘર મા તો અવશ્ય વાંચો આ લેખ,નહીં તો ઘણું બધું તમારું નુકસાન થશે…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દીકરી ના લગ્ન નો દિવસ હતો વિદાઇ ની રસમ પેહલા જ દીકરી ની માં દીકરીની પાસે ગઈ અને એના હાથમાં બેંકની પાસબુક આપી દીકરીએ આશ્ચર્ય સાથે પૂછ્યું અરે મા આ શું છે.

Advertisement

માં એ કહ્યું દીકરી આ મારા તરફથી એક ભેટ સમજી લે આ એક બેન્ક ની પાસબુક છે દીકરી તારા ખૂબ સારા કુટુંબ માં લગ્ન થવા જઈ રહ્યા છે એ મારા માટે ખૂબ ખુશીની વાત છે એટલે મેં તેમાં 11.000 રૂપિયા જમા કરાવ્યા છે અને મારી સલાહ છે કે તું પણ જ્યારે જ્યારે તારા લગ્ન જીવનમાં ખુશીઓની પળ આવે ત્યારે ત્યારે યથા શક્તિ આમાં તારે રૂપિયા જમા કરાવવાનાં છે.

અને ત્યાર પછી પાસબુક ની પ્રિન્ટ કરાવવાની છે અને બાજુ માં લખવાનું છે કે કઈ ખુશીના લીધે તે આમાં પૈસા જમા કરાવ્યા છે મા એ પાસબુક દેખાડતા કહ્યું જો બેટા મેં આમાં લખ્યું છે આજે મારી દીકરીના હેપ્પી મેરેજ છે તો મેં 11000 જમા કરાવ્યા છે આવી જ રીતે તું પણ એન્ટ્રી કરજે અને હા દીકરી જેટલી મોટી ખુશી હોય એટલા વધુ પૈસા જમા કરવાની કોશીશ કરજે.

દીકરીને માં ની આ ગિફ્ટ ખૂબ ગમી માં ને કહ્યું ઠીક છે માં હું એવું જ કરીશ સાસરિયામાં જઇ ને માં એ કહેલી આ વાતો પતિને પણ ખૂબ ગમી અને એ દિવસ પછી બંને પોતાના જીવનમાં જ્યારે પણ ખૂબ ખુશ થાય ત્યારે એમાં કઈક કઈક પૈસા જમા કરાવતાં આજે અમે બંને પેહલી વાર ડિનર પર ગયા આ ખુશીમાં 200 રૂપિયા જમા આજે મને નોકરીમાં પ્રમોશન મળ્યું આ ખુશીમાં 500 રૂપિયા જમા.

આજે મને દિવાળી બોનસ મળ્યું આ ખુશીમાં 500 રૂપિયા જમા આજે મારા પતિએ મારો જન્મ દિવસ ખૂબ ખુશીથી મનાવ્યો આજે અમારા લગ્નની પેહલી એનિવર્સરી છે આજે અમારા પેહલા બાળકે જન્મ લીધો આજે મારા પતિએ મને સરપ્રાઇઝ ગિફ્ટ આપી આજે પત્નીએ મારી મનપસંદ ડિશ બનાવી વગેરે વગેરે ઘણી બધી ખુશીઓની એન્ટરીઓ પડવા લાગી.

પરંતુ લગ્નના ઘણો વર્ષો વીત્યા પછી બંનેમાં થોડી દુરીઓ વધવા લાગી નાની નાની વાતો માં ઝગડા ચાલુ થયા કેટકેટલાં દિવસો એકબીજા સાથે વાત ચિત બંધ થઈ જતી પરિસ્થિતિ ત્યાં સુધી પોહચી ગઈ કે બંને એકબીજા બીજા થી અલગ થવાનું વિચારવા લાગ્યા બંને એ નિર્ણય લઈ લીધો કે હવે બંને છુટ્ટા છેડા લઈ લેશે પત્ની પોતાની માં પાસે ગઈ અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને બસ માં હવે મારાથી ત્યાં નઇ રહેવાય હું છુટા છેડા લઈ રહી છું.

માં એ કહ્યું ઠીક છે બેટા જો તારી આ જ ઈચ્છા હોય તો હું તને રોકીશ નહીં પણ તને પેલી પાસબુક યાદ છે જે મેં તને આપી હતી લગ્ન સમયે ડિવોર્સ લેતા પહેલા એ બેન્ક એકાઉન્ટ તો ક્લોઝ કરાવી આવ અને એમાં પડેલા પૈસા તમે લોકો ભાગ પાડી લો જો એ લગ્ન એટલા જ ખરાબ હતા તો એ લગ્ન જીવન સાથે જોડાયેલી કોઈપણ યાદ રહેવી ના જોઈએ.

એકાઉન્ટ બંધ કરાવી ને તું પાસબુક સળગાવી દેજે દીકરીએ કહ્યું હા માં એ વાત પણ સાચી છે આગલા દિવસે દીકરી બેન્ક એકાઉન્ટ બંધ કરાવવા ગઈ અને લાઇન માં ઉભી હતી ઉભા ઉભા પાસબુક ની એન્ટ્રી વાંચવા લાગી પેલું બીજું ત્રીજું પાનું વાંચતા વાંચતા તેની આંખ ભરાઈ આવી દરેક ખુશીઓ ની પડો તેમની નજર સામે તરવા લાગી લાઇન છોડી ને બહાર આવી ઘરે આવીને પતિ ને કહ્યું ડિવોર્સ લેતા પહેલા આપણે આ એકાઉન્ટ બંધ કરાવી દેવું જોઈએ.

મારાથી તો આ ના થઇ શક્યું જો તમારથી આ થઈ શકે તો કાલે આ બંધ કરાવી આવજો પતિએ કહ્યું ઠીક છે બીજા દિવસે પતિ લાઇન માં ઉભો રહ્યો એને પણ પાસબુક ની એન્ટ્રી વાંચી એકથી એક ખુશીઓ ના પળ એની આંખ સમાં થયા દરેક પળ ને યાદ કરીને એની પણ આંખો ભરાય આવી.

અને એ પણ લાઈન મા થી નીકળી ને બીજા કાઉન્ટર પર ગયો અને થોડા સમય પછી ઘરે આવ્યો ઘરે આવીને પત્ની ના હાથ માં પાસબુક નું છેલ્લું પાનું ખોલી ને આપ્યું પત્નીએ વાંચ્યું તો છેલ્લી એન્ટ્રી 50000 રૂપિયા ની હતી તારીખ હતી આજની અને એન્ટરીની બાજુ માં લખ્યુ હતું આજે મંને એહસાસ થયો કે જેને હું જિંદગીમાં સૌથી વધારે પ્રેમ કરતો હતો એને હું છોડવા જઇ રહ્યો હતો મને સમય સર સમજણ પડી અને હું એ નિર્ણય લેતા બચી ગયો એની ખુશીમાં 50000 જમા બંને ની આંખો ભરાય આવી એકબીજા ને ગળે લાગી ને બંને ખૂબ રોયા અને બંને એ નક્કી કર્યું.

કે હવે નાની નાની વાતો માં ક્યારેય લડીશું નહિ મિત્રો લગ્ન જીવન જેટલું સુંદર છે એટલું જ અઘરું પણ છે એને નિભાવવું એટલું આસાન નથી આ સંબંધ માં ક્યારેક અનંબન થઈ શકે પરંતુ એકબીજાને સમજવામાં આવે તો ગમ્મે તેવી સબંધ માં ફૂટ પડે તો પણ આ સંબંધ ને અડીખમ ટકાવી શકાય સબંધના ખુશીઓના પળો ને સેવ કરો અને દુઃખને ડિલિટ કરો તો જ આ સંબંધ મધુર બનશે.

Advertisement