ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ જૂનમાં મેઘરાજા મહેરબાન થયા છે. જૂન મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 59 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આગાહી પ્રમાણે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે.

Advertisement

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જેને લઈ નદી,નાળા, ડેમમાં નવા નીર આવ્યા છે, તો આ તરફ ગુજરાતમાં પાણીની અછતનો પ્રશ્ન પણ દૂર થયો છે, જોકે થોડા દિવસથી મેઘરાજાએ ખમૈયા કર્યા છે ત્યાં હજુ પણ રાજ્યમાં સારો એવા વરસાદ પડી શકે છે તેવું હવામાન નિષ્ણાત અનુમાન લગાવી રહ્યા છે.રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગનું અનુમાન છે કે, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદ સહિત હળવાથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં હજી 18 ટકા વરસાદી ઘટ છે.હવામાન વિભાગે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી થશે મેઘ મંડાણ. ગુજરાતમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભારે વરસાદ થઇ શકે છે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો ડિપ્રેશનના કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેની સીધી અસર ગુજરાત પર થશે. હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે મંગળવાર સુધી ઓરેંજ અલર્ટ જાહેર કર્યું હતું.બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી મેઘમંડાણ થઇ શકે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.20 જૂન સોમવાર એટલે કે આજે છોટાઉદેપુર, દાહોદ,પંચમહાલ, ખેડા, અરવલ્લી, વડોદરા, મહીસાગર, સાંબરકાંઠામાં મઘ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આગામી હે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં 21 જૂન મંગળવારે, મહીસાગર, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી  કરી છે.

પંચમહાલ જિલ્લામાં ગોધરા, શહેરા ,હાલોલ, ઘોગમ્બા, મોરવા હડફ, કાલોલ, સહિત ગ્રામ્ય વિસ્તાર માં વરસાદે જમાવટ કરી છે. વરસાદના કારણે જીવાદોરી સમાન જળશાયોમાં નવા નીરની આવક થતાં લોકોમાં ખુશી છવાઇ છે. અમદાવાદમાં પણ વિરામ બાદ ફરી મેધરાજાની શહેરમાં પધરામણી થઇ છે. આજે બોપલ, ઘુમા,શેહરના સેટેલાઈટ, જોધપુર , પ્રહલાદનગરમાં હળવા વરસાદી ઝાપટા પડ્યાં હતા. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સાણંદથી અમદાવાદ સુધીના પટ્ટામાં ધીમીધારે વરસાદ વરસ્યો. સાણંદ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ રૂપ બની રહ્યો છે.

Advertisement