ગુજરાત માં હજુ 2 દિવસ ધોધમાર વરસાદ ની આગાહી,આ જિલ્લાઓ માં કરાયું રેડ એલર્ટ જાહેર…

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યા બાદ હવે વરસાદને લઈને થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદનું જોર ઘટી શકે છે તેવી આગાહી કરતા સૌરાષ્ટ્રમાંથી રેડ અલર્ટ પણ હટાવી દેવામાં આવ્યું છે. વરસાદી સિસ્ટમ ઓડિશા તરફ ફંટાઈ જતા હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેવું જણાવતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરી છે. ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદી વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

જે બાદમાં એટલે કે આગામી 2 દિવસ રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. આ બંને દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 72.86 ટકા સરેરાશ વરસાદ વરસી ગયો છે. ગુજરાત હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 2 દિવસ રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધી શકે છે.ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વિગત જોઈએ તો સરેરાશ 72.86% વરસાદ પડ્યો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં અત્યારસુધી 75.02% સરેરાશ વરસાદ પડ્યો છે. વિસ્તારમાં કુલ 331.80 મી.મી. વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 406.69 મી.મી. વરસાદ સાથે સરેરાશ 56.76% વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 499.23 મી.મી. વરસાદ સાથે અત્યારસુધી સરેરાશ 61.92% વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો 602.95 મી.મી. વરસાદ સાથે સરેરાશ 86.06% વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં સિઝનનો કુલ 602.95 મી.મી. વરસાદ પડ્યો છે. જેની સરેરાશ ટકાવારી 73.41% થાય છે. આ રીતે ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 72.86 ટકા સરેરાશ વરસાદ વરસી ગયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 37 તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. 11 તાલુકા એવા છે જ્યાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જાંબુઘોડામાં 86 મી.મી., ખંભાળિયામાં 83 મી.મી., લુણાવડામાં 72 મી.મી., વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે હાલ એસ.ટી.ના અમુક રૂટ પ્રભાવિત થયા છે.

રાજ્યના લોકો માટે આનંદના સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 19 સે.મી.નો વધારો થયો છે. ઉપરવાસમાંથી ડેમમાં હાલ કુલ 22,797 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે હાલ ડેમની સપાટી 121.06 મીટર થઈ છે. ડેમ પોતાના રૂલ લેવલથી થોડો જ દૂર છે. સરદાર સરોવર ડેમનું રૂલ લેવલ 121.92 મીટર છે. હાલ ડેમ 60% ભરાયેલો છે. ડેમમાં હાલ 5110.04 MCM લાઈવ સ્ટોરેજ છે.

જોકે ભાદરવામાં મેઘરાજાની તોફાની બેટિંગનાં કારણે મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ છે તેમાં સૌરાષ્ટ્રમાં જ્યાં મેઘતાંડવનાં સર્જાવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ત્યારે રાજ્યનાં વીજળી વિભાગ PGVCLને ફરી જોરદાર ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા બાદ અનેક ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો અને વીજ વિભાગને મોટું નુકસાન થયું હતું ત્યારે હવે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને લઈ હવે સૌરાષ્ટ્ર સહિત અને વિસ્તારોમાં વીજપોલ જમીનદોસ્ત થયા છે. જેની મરામત કરવાની કાર્યવાહી વીજ અધિકારીઓ દ્વારા આરંભી દેવામાં આવી છે.

મહત્વનું છે કે હવે વરસાદને વિરામ લીધો છે ત્યારે જન જીવન થોડું થાળે પડતું દેખાઈ રહ્યું છે વરસાદની અછત સર્જાતા અનેક ચેકડેમોમાં પાણી તરીયા ઝાંટક થઈ ગયા હતા પરતું હવે સારા વરસાદને કારણે નદી, નાળા ચેક ડેમોમાં નવા નીર આવ્યા છે જેથી રાજ્યમાંથી જળસંકટનો ખતરો ટળ્યો છે, જો કે હવામાન વિભાગે હજુ પણ કેટલાક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી ગુજરાતમાં હજુ પણ જે વરસાદની ઘટ જોવા મળી રહી છે તે આગામ દિવસોમાં પૂર્ણ થશે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવી રહ્યું છે.