ગુજરાત માટે આગામી બે દિવસ ભારે: સરકારે પણ સમાચાર સાંભળી તાબડતોબ ઉચ્ચ અધિકારીઓને દોડાવ્યા

મેઘરાજા જતા-જતા ગુજરાતને તરબોળ કરવા માંગતા હોય તેમ ભાદરવા મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ચોમાસાની શરૂઆતમાં થોડા દિવસો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જેના કારણે રાજ્યના પ્રજાજનો અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જ્યારે રાજ્યના ખેડૂતોને પણ ખેતરમાં ઉભો પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ હતી.

Advertisement

જો કે બાદમાં શ્રાવણ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. જે હજુ પણ યથાવત રહી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જેમાં સૈાથી વધારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ૧૬૨ એમ.એમ. વરસાદ નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધી ૨૧ તારીખ સુધી ૬૪૨.૦૬ મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૭૬.૪૪ % છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં 2 દિવસ સુધી પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. તથા રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

2 દિવસ સુઘી આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ,ડાંગ મા ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા બચાવ કાર્ય માટે NDRF અને SDRF ની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp , SDRF ને સૂચના આ૫વામાં આવી છે.

તમને જણાવી દઈએ કે કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૮૩.૮૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 5 તારીખ સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૫.૮૩ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૮.૦૧% વાવેતર થયેલ છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા જણાવાયુ છે કે,સરદાર સરોવર જળાશયમાં હાલ ૧૮૬૭૩૧ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૫.૮૯% છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૪૧૮૫૫૬ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૭૫.૦૯% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૭૯ જળાશય, એલર્ટ ૫ર કુલ- ૧૨ જળાશય તેમજ વોર્નીગ ૫ર-૧૩ જળાશય છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વડોદરા,પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદમાં ભારે વરસાદની ખાબકી શકે છે. આગામી બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂન માસમાં પડેલા વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટ ઓછી થઈ છે. સપ્ટેમ્બર માસમાં જ 45 ટકા વરસાદ પડતા ખેતીને નવુ જીવન મળ્યુ છે. જો કે હજુ સુધી રાજ્યમાં 17 ટકા વરસાદની ઘટ છે.

Advertisement