હૉટ દેખાવા માટે દૂધથી ન્હાય છે આ એક્ટર્સ, અનેક એક્ટર્સ સાથે નામ જોડાવા છતાં આજે પણ છે કુંવારી, જોવો તેના હૉટ ફોટોગ્રાફ્સ..

બોલીવુડની હોટ અભિનેત્રી તબ્બુ એ પોતાનો નવા અવતારના ફોટા સોસિયલ મીડિયામાં અપલોડ કર્યા છે.બૉલીવુડની આ હોટ અભિનેત્રીને તો સૌ કોઈ ઓળખતા જ હશે.બોલીવુડ ફિલ્મોમાં પોતાના સારા અભિનય માટે જાણીતી એક્ટ્રેસ તબ્બુ આજે પોતાનો 48મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે.

તબ્બુ આજના સમયમાં પણ એટલી જ સુંદર લાગે છે, જેટલી તે તેના કરિયરની શરૂઆતમાં લાગતી હતી અને આજે પણ તેની એક્ટિંગ અને સુંદરતા જોરદાર છે.લોકો તબ્બુને ખૂબ જ પસંદ કરે છે,પરંતુ અમે તમને જણાવી દઇએ કે પોતાના સમયમાં દર્શકોના દિલો પર રાજ કરનારી આ ખૂબસુરત એક્ટ્રેસ આજે પણ સિંગલ છે જે ઘણા એક્ટર્સ સાથે કામ કરેલ છે.તબ્બુએ પોતાના કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મ ‘વિજયપથ’થી કરી હતી અને તેનું ફિલ્મી કરિયર 2 દશક સુધી ચાલ્યુ.તબ્બુ મકબૂલ, ફિતૂર, અસ્તિત્વ, ચાંદની બાર અને હૈદર જેવી ફિલ્મોમાં ગંભીર ભુમિકાઓ નિવાભી તે માટે જાણીતી છે.

તમને જણાવી દઇએ કે તબ્બુનું નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે અને જો તેની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો તબ્બુનું નામ અનેક સ્ટાર્સ સાથે જોડાયું છે.જેમાં સંજય કપૂર, સાજિદ નડિયાદવાલા અને નાગાર્જૂન જેવા સ્ટાર્સનું નામ સમાવેશ થાય છે.કહેવામાં આવે છે કે જ્યારે તબ્બુ તેના કરિયરના ટોચ પર હતી ત્યારે તેનું નામ આ બધાં સ્ટાર્સ સાથે જોડાયુ હતુ.તે દરમિયાન તેનું રિલેશનશિપ સાઉથના સુપરસ્ટાર નાગાર્જૂન સાથે લગભગ 15 વર્ષ સુધી ચાલ્યુ.પરંતુ તેમનો આ સંબંધ લગ્નમાં પરિવર્તિત ન થયો.

તેનું કારણ એ હતું કે નાગાર્જૂન પહેલાંથી જ પરણિત હતાં અને તેઓ પોતાની પત્નીને છોડવા માટે તૈયાર ન હતા.ત્યાર બાદ તબ્બુ જ પોતે નાગાર્જૂનથી દૂર થઇ ગઇ હતી.આ ઉપરાંત એકવાર તબ્બુએ તે કહીને બધાંને ચોંકાવી દીધાં કે, હું અજય દેવગણના કારણે આજ સુધી સિંગલ છુ.તબ્બુએ કહ્યું હતું કે, હું અજયને ત્યારથી ઓળખુ છું, જ્યારે તે મારો પાડોશી હતો.મારો પિતરાઇ ભાઇ સમીર આર્ય પણ નજીકમાં જ રહેતો.બંને મારા પર નજર રાખતા હતાં અને જો કોઇ છોકરો મને મળવા આવતો તો બંને તેને મળતા અને તેમને ડરાવતાં.તબ્બુ તાજેરમાં જ આવેલી ફિલ્મ ‘દે દે પ્યાર દે’માં નજરે આવી હતી.આ સાથે જ તબ્બુ સાથે જોડાયેલુ એક ફેક્ટ એ છે કે તે પોતાની ખૂબસુરતીને જાળવી રાખવા માટે દૂધથી સ્નાન કરે છે.