જાણી લો કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેસર નો ઘરેલું ઉપચાર,દવા મળી જશે આ સમસ્યા માંથી મળી જશે છુટકારો….

બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું ઘરેલુ ઉપચાર..કોલેસ્ટરોલ અને બ્લડ પ્રેશર (બીપી) એ બંન્ને એવી બીમારીઓ છે જેને સાયલન્ટ કિલર ડિસીઝ પણ કહેવામાં આવે છે, આ બંને મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. આ બંને રોગો શરીર અને ખાનપાનની ટેવનું પરિણામ છે. જો કોઈ કમનસીબ લોકો આમાંના એક અથવા બંનેથી રોગોથી પીડાય છે, તો સારવારમાં થોડો વિલંબ કરવો પણ મોંઘું પડી શકે છે.

અસલી સમસ્યા એ છે કે કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં મિક્ષ થતું નથી, અને લો કોલેસ્ટ્રોલની માત્રા આપણા શરીરમાં વધી જાય, તો આ લોહીની કોશિકાઓમાં જમા થવા લાગે છે. જેના કારણે લોહીના પ્રવાહમાં ખરાબ અસર થાય છે અને અંગો સુધી લોહી પહોંચવામાં આપણા હ્ર્દયને વધારે મહેનત કરવી પડે છે. જેના કારણે હ્ર્દયથી જોડાયેલા રોગો થવાની સંભાવના વધી જાય છે.

કોલેસ્ટ્રોલ.રાષ્ટ્રીય કોલેસ્ટરોલ એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ, એવું સૂચન કરવામાં આવ્યું છે કે 20 વર્ષથી વધુ ઉંમરના લોકોના લોહીમાં કુલ કોલેસ્ટરોલનું સ્તર 200 મિલિગ્રામ પ્રતિ ડીએલથી ઓછું હોવું જોઈએ, એલડીએલનું સ્તર, જેને ‘બેડ’ કોલેસ્ટરોલ પણ કહેવામાં આવે છે, તેનું સ્તર 100 મિલિગ્રામ દર ડીએલ કરતા ઓછું હોવું જોઈએ, અને ‘સારા’ કોલેસ્ટરોલનું સ્તર દીઠ 60 મિલિગ્રામ હોવું જોઈએ જે હૃદય સંબંધિત રોગોથી બચવા માટે મદદરૂપ માનવામાં આવે છે.

બ્લડપ્રેશર.મોટાભાગના લોકોમાં હાઈ બીપીનું કારણ જન્મની સાથે હોતું નથી. તેને પ્રાથમિક હાયપરટેન્શન કહેવામાં આવે છે. બ્લડ પ્રેશર જે કોઈ દવાના સેવનથી અથવા કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યાને કારણે વધે છે તેને મધ્યમ સ્તરનું હાયપરટેન્શન કહેવામાં આવે છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીને ચક્કર આવવા અને માથું ફરવું વગેરે સમસ્યાઓ થાય છે. તેમજ દર્દીનું કોઈ પણ કામમાં મન નથી લાગતું. તેમજ આનાથી શારીરિક કામ કરવાની ક્ષમતા પણ નથી રહેતી. અને દર્દી ઊંઘનો શિકાર બની જાય છે.હવે તમારે દવાઓના ભાર સહન કરવાની જરૂર નથી! આજે અમે તમને જણાવી રહ્યા છીએ ઘરેલું ટીપ્સ જે તમારી દવાઓ કરતા સારી અસર કરશે અને તે બનાવવી ખૂબ જ સરળ છે. ચાલો જોઈએ !!!!

સામગ્રી:1 કળી લસણ.1 ચમચી લીંબુનો રસ.1 ટુકડો આદુ.1 ચમચી મધ.1 ચમચી એસીવી (સફરજન સીડર સરકો)

પહેલા લસણ અને આદુને છીણી લો અને તેને બાકીની સામગ્રી સાથે મિક્સ કરો, બરાબર મિક્ષ થઈ ગયા પછી, આ મિશ્રણને 5 દિવસ માટે ફ્રિજમાં રાખો.નાસ્તો અને રાત્રિભોજન પહેલાં આ મિશ્રણનું સેવન કરો. દિવસમાં 3 થી વધુ વખત આ મિશ્રણનું સેવન ન કરો તેની કાળજી લો.

મીઠાનો ઉપયોગ ઓછો કરવો.જણાવી દઈએ કે, મીઠું બ્લડ પ્રેશર વધારવાનું સૌથી પ્રમુખ કારણ છે. એટલા માટે આ વાત સૌથી મહત્વપૂર્ણ છે કે, હાઈ બી પી વાળા દર્દીએ મીઠાનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ.

ડુંગરીનું સેવન.જાણકારી માટે જણાવી દઈએ કે, ડુંગરીનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયત્રંણમાં રહે છે. અને જો તમારું બ્લડ પ્રેશર વધી ગયું છે, તો તેને સરખું કરવા માટે ડુંગરીનો ઉપયોગ કરવો. આના સેવનથી શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલની માત્રા પણ નિયત્રિત થાય છે. આમાં ક્યોરસેટિન જોવા મળે છે, આ એક એવું ઓક્સીડેંટ ફ્લેવેનોલ છે, જે હદયને રોગોથી બચાવે છે. ડુંગરીનો શાકની સાથે અને સલાડની સાથે પણ પ્રયોગ કરી શકો છો.

લીંબુનો રસ.એવું જાણવા મળે છે કે, લીંબુના રસથી રક્ત વાહિનીઓ કોમળ અને લચકદાર થઇ જાય છે. આનાથી હાઈ બ્લડ પ્રેસર સામાન્ય બની જાય છે. આ હાર્ટ એટેકના ભયને પણ ઓછું કરે છે. એક-એક ચમચી મધ, આદુ અને લીંબુના રસને નવશેકા પાણીમાં મિક્ષ કરીને અઠવાડિયામાં બે થી ત્રણ વાર પીવું જોઈએ.આ બ્લડ પ્રેશર માટે ખુબ સારું ટોનિક છે. આના સિવાય વધેલા બ્લડ પ્રેશરને જલ્દી કંટ્રોલ કરવા માટે અર્ધો ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને 2-2 કલાકના અંતરમાં પિતા રહો, આ પણ ઘણો લાભદાયક ઉપચાર છે.

તલનું સેવન.જાણકારી માટે જણાવી દઈએ કે, તલનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર સામાન્ય થઇ જાય છે. તલનું તેલ અને ચોખા ફોતરાં એક સાથે ખાવાથી બ્લડ પ્રેશર નિયત્રંણમાં રહે છે. આ હાઇપરટેંશનના દર્દીઓના માટે લાભકારક હોય છે. એવું માનવામાં આવે છે કે આ બ્લડ પ્રેશરને ઓછું કરવા વાળી ઓષધીઓ કરતા બધારે સારું છે. બ્લડ પ્રેશર વધવા પર આનું સેવન કરવું સારું રહે છે.

તરબૂચના બીજ અને ખસખસ.હાઈ બ્લડ પ્રેશરના ઈલાજ માટે, તરબૂજના બીજને છીણીને તેના બીજની ગિરી અને ખસખસ બંનેને બરાબર માત્રામાં લઈને પીસી લો. રોજ સવાર-સાંજ આ મિશ્રણની એક ચમચીનું ખાલી પેટ પાણીની સાથે સેવન કરો. તમારે એક મહિના સુધી આનું સેવન કરવાનું છે. આ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખુબ લાભકારક છે.

જણાવી દઈએ કે અળસીમાં અલ્ફા લીનોનેલીક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ એક પ્રકારનું ઓમેગા 3 ફેટી એસિડ છે. ઘણી શોધ પરથી એવું જાણવા મળે છે કે, જે લોકોને હાઇપરટેંશનની ફરિયાદ હોય છે, તેમણે પોતાના આહારમાં અળસીનો ઉપયોગ કરવાનું શરુ કરી દેવું જોઈએ. આ ઔષધીમાં કોલેસ્ટ્રોલની માત્રામાં ઓછી હોય છે, અને આના સેવનથી બ્લડ પ્રેસર ઓછું થઇ જાય છે.આના સિવાય હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે તમે પોતાની દિનચર્યામાં એક મોટી ચમચી આંબળાનો રસ અને તેટલું જ મધ મિક્ષ કરીને સવાર-સાંજ લઇ શકો છો.

તેમજ જયારે પણ બ્લડ પ્રેશર વધેલું હોય છે, ત્યારે અડધો ગ્લાસ ગરમ પાણીમાં થોડો કાળા મરીનો પાઉડર મિક્ષ કરીને ૨-૨ કલાકના ગાળામાં પિતા રહો. આ બ્લડ પ્રેશર સારું કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આના સિવાય પાંચ તુલસીના પાંદડા અને બે લીમડાના પાંદડા પીસીને ૨૦ ગ્રામ પાણીમાં મિક્ષ કરીને સવારે ખાલી પેટ પીઓ. એનાથી તમને ૧૫ દિવસમાં ફાયદો દેખાવા લાગશે.એક અઠવાડિયા પછી, તમે તમારા કોલેસ્ટ્રોલનું સ્તર ચકાસીને સારા પરિણામો મેળવશો.