જાણો શનિ પ્રકોપ થી બચવું હોઈ તો કેમ કરવામાં આવે છે બજરંગબલી ની પૂજા,વાંચો એના પાછળ જોડાયેલ કથા….

નવગ્રહોમાં શનિદેવને દંડનાયક તરીકે સ્વીકારવામાં આવ્યા છે. કહેવાય છે કે ભગવાન શિવની કૃપાથી શનિદેવ સમસ્ત પ્રાણીઓને તેમના કર્મો અનુસાર તેના પાપ કર્મો અને પુણ્ય કર્મનું ફળ આપે છે. વ્યક્તિના કર્મો અનુસાર શનિદેવ તેને અશાંતિ, રોગ, અપયશ, દુ:ખ અને દંડ આપે છે. જો કે શનિદેવ જીવનને સુધારી અને શુભ કર્મ કરવાની તક પણ આપે છે. પૂર્વ જન્મમાં શુભ કર્મ કરનારની જન્મકુંડળીમાં સ્વરાશિમાં અથવા ઉચ્ચ રાશિમાં હોય તો ધન, સંપત્તિ, આરોગ્ય, શાંતિ, સન્માન, સુખ વગેરે પ્રદાન કરે છે.

શનિદેવ જ્યારે જન્મ રાશિના બારમા, પહેલા અથવા બીજા સ્થાન પર આવે ત્યારે જાતક પર સાડેસતીની શરૂઆત થાય છે, જે સાડા સાત વર્ષ સુધી ચાલે છે. શનિદેવ ગોચરથી બારમા સ્થાનમાં હોવાથી માથા પર, જન્મ રાશિમાં હોવાથી હૃદય પર તથા અન્ય સ્થાન પર હોવાથી પગ પર ઉતરતાં પોતાનો પ્રભાવ પાડે છે. જન્મ રાશિના ચોથા સ્થાન અથવા આઠમા સ્થાન પર શનિદેવ હોય તો ઢૈયા આવે છે જે અઢી વર્ષ સુધી ચાલે છે.

શા માટે શનિના પ્રકોપથી બચવા માટે લોકો કરે છે મહાબલી હનુમાનની પૂજા, આ પૌરાણિક કથા દ્વારા જાણો કારણ. જે લોકોની કુંડળીમાં શનિ દોષ હોય છે અથવા જેમના પર શનિની સાડાસાતી અથવા પ્રકોપ હોય છે, એવા લોકોને શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવા તથા શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવા માટે કહેવામાં આવે છે. જ્યોતિષાચાર્ય શનિદેવના પ્રકોપથી બચવા માટે હનુમાનજીની પૂજા કરવાની સલાહ શા માટે આપે છે? આ સવાલનો જવાબ આપતા જણાવી દઈએ કે, તેની પાછળ એક રોચક કથા છે. આવો વાંચીએ તે રોચક કથા.

એક સમયની વાત છે. પવનપુત્ર હનુમાનજી પોતાના આરાધ્ય શ્રીરામના કોઈ કામમાં વ્યસ્ત હતા. ત્યારે શનિદેવ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમના મનમાં હનુમાનને પરેશાન કરવાનો વિચાર આવ્યો. તે બજરંગબલી પાસે પહોંચ્યા અને તેમને પરેશાન કરવા લાગ્યા. ત્યારે હનુમાનજીએ તેમને ચેતવ્યા. તે બોલ્યા કે, હું મારા પ્રભુ શ્રીરામનું કામ કરી રહ્યો છું, તેમાં વિઘ્ન ન નાખતા. પણ હનુમાનજીની ચેતવણીની તેમના પર અસર ના થઇ. તે ફરીથી તેમને પરેશાન કરવા લાગ્યા.

ત્યારે હનુમાનજીએ શનિદેવને પોતાની પૂંછડીમાં પકડી લીધા અને કામ કાજમાં વ્યસ્ત થઈ ગયા. શનિદેવે બજરંગબલીની પૂંછડીમાંથી છૂટવા માટે સંપૂર્ણ પ્રયત્ન કર્યા, પણ તેમની પકડમાંથી છૂટવું શક્ય ન હતું. હનુમાનજી કામ કરી રહ્યા હતા અને થોડી થોડી વારે તેમની પૂંછડી આમ-તેમ ડોલી રહી હતી. અને પૂંછડીના હલવાથી શનિદેવને ઘણી જગ્યાઓ પર ઇજા થઈ રહી હતી. આથી તે પીડાથી બૂમો પાડવા લાગ્યા.બીજી તરફ જયારે હનુમાનજીએ શ્રીરામનું કામ પૂરું કર્યું, ત્યારે તેમને શનિદેવનું સ્મરણ થયું. પછી તેમણે શનિદેવને પોતાની પૂંછડીમાંથી મુક્ત કર્યા. પછી શનિદેવે પોતાની મસ્તી માટે હનુમાનજીની માફી માંગી અને કહ્યું કે, તે ક્યારેય પણ શ્રીરામના અથવા હનુમાનજીના કામમાં વ્યસ્ત લોકોને પરેશાન નહિ કરે.

શનિદેવે હનુમાનજી પાસે પોતાની ઇજા પર લગાવવા માટે સરસવનું તેલ મંગાવ્યું. સરસવનું તેલ લગાવ્યા પછી તેમની પીડા ઓછી થઈ. ત્યારે તેમણે કહ્યું કે, જે કોઈ તેમને સરસવનું તેલ ચડાવશે, તેમને પોતાના કષ્ટોથી મુક્તિ મળશે. ત્યારથી શનિવારના દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવાની પરંપરા શરૂ થઇ ગઈ. સાથે જ શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવવા લાગી, જેથી શનિદેવના પ્રકોપનો સામનો ના કરવો પડે, અને જે રીતે હનુમાનજીએ શનિદેવની પીડા ઓછી કરી હતી, તે જ પ્રકારે તે પોતાના ભક્તોની પીડા દૂર કરશે.

શાસ્ત્રમાં લખ્યું છે કે રામાયણકાળમાં શનિને પોતાની શક્તિ પર ઘણો ઘમંડ થઈ ગયો હતો. તે દરમ્યાન હનુમાનજીના પરાક્રમના ઘણી ચર્ચા થઇ રહી હતી, જેને સાંભળીને શનિદેવે તેમને લડવા માટે પ્રેર્યા. પરંતુ હનુમાનજી શનિદેવથી લડાઈ કરવા નહોતા ઈચ્છતા છતા શનિદેવ માનવા તૈયાર નહોતા.હનુમાનજીએ શનિને હરાવી દીધા. જ્યારે શનિદેવ ઘણા ઘાયલ થઇ ગયા ત્યારે હનુમાનજીએ તેમને લગાવવા માટે તેલ આપ્યું. ત્યારથી શનિદેવને તેલ અર્પિત કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શનિદેવને તેલ દ્વારા પોતાના દુખથી રાહત મેળવી હતી. તેવી જ રીતે શનિવારે જે કોઈપણ વ્યક્તિ શનિવારે શનીદેવને તેલ ચડાવશે, તેના બધા કષ્ટો દૂર થઈ જશે.

પૌરાણિક કથાઓમાં જ્યારે રાવણ પોતાના ઘમંડમાં ચૂર હતો ત્યારે તેને બધા ગ્રહોને બંધી બનાવી લીધા હતા. અહીં સુધી કે શનિદેવને પણ તેણે બંદી બનાવી લીધા હતા. તે સમયે હનુમાનજી લંકા પહોંચ્યા હતા અને રાવણે હનુમાનજીની પૂંછમાં આગ લગવી હતી. પછી તેમને આખી લંકામાં આગ લગાવી દીધી હતી અને બધા ગ્રહો મોકો જોઈને ત્યાંથી આઝાદ થઈ ગયા. પરંતુ શનિજી દોડી ના શક્યા અને શરીરમાં ભયંકર પીડા થવાના કારણે તે દર્દથી કણસી રહ્યા હતા.જે વ્યક્તિ શ્રદ્ધા ભક્તિથી શનિ પર તેલ ચડાવશે તેને બધી સમસ્યાઓથી મુક્તિ મળશે.પછી હનુમાનજીએ શનિદેવના શરીર પર તેલ લગાવ્યું જેનાથી તેમને પીડામાંથી છુટકારો મળે. તે સમયે શનિદેવે કહ્યું હતું જે કોઇપણ વ્યક્તિ શ્રદ્ધા ભક્તિથી મારી પર તેલ ચડાવશે તેને બધી સમસ્યાઓથી મુક્તિ મળશે. ત્યારથી શનીદેવ પર તેલ ચડાવવાની પરંપરા શરૂ થઈ ગઈ.