જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય એ સમયે સ્ત્રીના રૂમ મા રાખવી આ વસ્તુઓ..

બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે માતાના આચાર વિચારની સૌથી વધારે અસર તેના પર થાય છે. આ વાતનું ઉદાહરણ મહાભારતના પાત્ર અભિમન્યુને કહી શકાય. તેણે તેની માતાના ગર્ભમાં રહીને અનેક પ્રકારની કળામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. તેણે ચક્રવ્યુહ રચના અને તેને પાર કરવાની કળામાં પણ મહારથ ગર્ભમાંથી જ મેળવી લીધી હતી.

Advertisement

સ્ત્રી અને પુરુષને રથ ના બે પૈડા સમાન ગણવામા આવે છે કેમ કે જો એક પૈડુ ન હોય તો રથ ચાલી શકતો નથી એ જ રીતે સ્ત્રી અને પુરુષ બન્નેમાથી કોઈ એક ન હોય તો આ સંસાર પણ ચાલી શકતો નથી જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ત્યારે આ સમયગાળા દરમિયાન તેના પેટમા બાળક નો વિકાસ થતો હોય છે સ્ત્રીઓ એ ગર્ભ ધારણ કર્યાબાદ અમુક વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવુ જોઈએ.

એટલા માટે જ કહેવાયું છે કે ગર્ભાવસ્થામાં સ્ત્રીની આસપાસ જેવું વાતાવરણ હોય તેને અસર તેના બાળક પર સૌથી વધારે થાય છે.સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવાની સલાહ તેને આપવામાં આવે છે. જો કે તેની સાથે ગર્ભવતી સ્ત્રીના રૂમમાં આ પ્રકારની વસ્તુઓ રાખવામાં આવે તો બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારું રહે છે.

જેનાથી તેના આવનારા બાળક પર કોઈ આડ અસર ન થાય. હવે તમને એ જણાવીશુ કે જે જ્યોતિષશાસ્ત્ર દ્વારા જણાવાયેલ વાત કે આ સમય દરમિયાન સ્ત્રીએ પોતાના રૂમ મા કઈ ચીજવસ્તુઓ રાખવી જોઇએ.આ વસ્તુઓ વિશે પણ તમારે ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા રહેલી છે.

મિત્રો જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય છે એ સમયે સ્ત્રીના રૂમ મા કઈ વસ્તુઓ રાખવી આવશ્યક છે.ધ્યાન મા રાખવા જેવી બાબતો: જે સ્ત્રી ગર્ભવતી છે તેણે પોતાના રૂમ મા પ્રભુ શ્રી કૃષ્ણ તથા તેની માતા યશોદા ની છબી પોતાની દિવાલ પર લગાવવી જોઈએ. આ છબી ને એ રીતે લગાવવી જોઈએ કે જેનાથી ઊઠતા ની સાથે જ તમારી નજર એ છબી પર પડે અને નિત્ય તમારે એ છબી ના દર્શન કરવાના છે.

મોરપીંછ એ પ્રભુ શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલ છે. જે સ્ત્રી એ ગર્ભ ધારણ કરેલ છે તે સ્ત્રીએ પોતાના રૂમ મા અવશ્ય પણે મોરના પીંછા રાખવા જોઈએ. કેમ કે આ મોરપીંછ એ ગર્ભવતી સ્ત્રી અને તેના આવનાર બાળક માટે અતિ શુભ માનવામા આવે છે.કેટલીક વાર ખોટી જગ્યાએ મુકેલી વસ્તુ પણ હાનિકારક સાબિત થઈ શકે છે.

મિત્રો જો તમારા રૂમ ને વાસ્તુશાસ્ત્ર અનુસાર ગોઠવણી ન કરવામા આવી હોય તો તે મા અને આવનારા સંતાન બંન્ને માટે સમસ્યારૂપ બની શકે છે. જો તમારા રૂમ મા વાસ્તુ ના દેવ ની છબી તેમજ પ્રતિમા સ્થાપિત કરવામા આવેલ હોય તો આવી સમસ્યા જન્મતી નથી.જે સ્ત્રી ગર્ભવતી છે તેમણે પોતાના રૂમ મા પીળા કલર ના ચોખા રાખી મુકવા. આ ચોખા એ ખરાબ શક્તિ ને પાસે આવવા દેતા નથી.

ગુલાબી રંગ.ગુલાબી રંગ આનંદનું પ્રતીક છે. ગર્ભવતી મહિલાના રૂમમાં આ રંગનો ઉપયોગ કરવો જોઈએ. તે બાળકના સ્વાસ્થ્ય માટે શુભ સાબિત થાય છે. જો રંગ કરાવવો શક્ય ન હોય તો રૂમના પડદા ગુલાબી રંગના લગાવવા અથવા કોઈ શો-પીસ રૂમમાં રાખવું જેનો રંગ ગુલાબી હોય.વાસ્તુ પુરુષનો ફોટો.ઘણા રૂમમાં વાસ્તુદોષ હોય છે પરંતુ તેનો ખ્યાલ હોતો નથી.

આમ કરવા થી માતા અને આવનાર બાળક બન્ને ને કોઈ પણ જાત ની સમસ્યા થતી નથી. અને તે બન્ને સ્વસ્થ તેમજ તંદુરસ્ત રહે છે. તો આ હતા અમુક નૂસ્ખા કે જે પ્રત્યેક ગર્ભવતી સ્ત્રીએ અપનાવવા જોઈએ. આ નૂસ્ખા અપનાવવા થી આવનાર સંતાન તેમજ ગર્ભવતી સ્ત્રી સ્વસ્થ રહે છે.

Advertisement