કાળા તલ ના આ 6 ચમત્કારી ઉપાયો, તમારી દરેક સમસ્યાઓ માંથી અપાવશે તમને છુટકારો,જાણી લો આ ઉપાયો….

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.ઘણા કામના હોઈ છે કાળા તલ,,તેના ઉપાયોથી દૂર થઈ શકે છે દરેક પરેશાનીઓ.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલી નાનામાં નાની વસ્તુઓથી પણ સમસ્યાઓનું નિદાન થઈ શકે છે.જો કામમાં અડચણ આવે તો રોજ લોટામાં શુદ્ધ પાણી ભરો અને તેમાં કાળા તલ નાખો અને શિવલિંગ પર ચઢાવો અને સાથે ૐ શિવાય મંત્રનો જાપ કરો. જળ ચઢાવ્યા બાદ ફૂલો અને બીલી પત્ર અર્પણ કરો. આ ઉપાય દ્વારા શુભ પરિણામ પ્રાપ્ત થવાની શક્યતા વધી જાય છે.

જો કુંડળીમાં શનિની સ્થિતિ ખરાબ હોય અથવા શનિની અર્ધી સદી કે ધૈયા ચાલી રહ્યું હોય તો દર શનિવારે પવિત્ર નદીમાં કાળા તલ વહાવો. આ ઉપાયથી શનિના દોષની શાંતિ મળે છે. દૂધમાં કાળા તલ મિક્સ કરો અને દર શનિવારે તેને પીપળાના ઝાડ પર ચઢાવો,તેનાથી ખરાબ સમય જલ્દીથી ખતમ થઈ જશે.રાહુ-કેતુની શાંતિ માટે કાળા તલનું દાન કરવું જોઈએ.આ ઉપાય કલાસર્પ યોગ,સાઢેસાતી, ધૈયા, પિત્રુ દોષ વગેરેમાં પણ આ ઉપાય કરી શકાય છે. જો પૈસાની તંગી છે તો દર શનિવારે કાળા કાપડમાં કાળા તલ, કાળી અડદ બાંધીને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. આ ઉપાય દ્વારા પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકાય છે.

જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ લાંબા સમયથી બીમાર છે, તો રોજ શિવલિંગ પર કાળા તલ અર્પિત કરવાથી બીમારી મટે છે.આ સિવાય કાળા તલના ઘરેલુ ઉપાય પણ છે જે ફાયદાકારક છે.કાળા તલનાં સેવનથી શક્તિ/ઉર્જા પ્રાપ્ત થાય છે.કાળા તલમાં રહેલ એન્ટિ-ઓક્સિડેન્ટ કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે છે. કેન્સરની બીમારીમાં ઘણી રાહત મળે છે.તલનું સેવન હ્ર્દયની માંસ-પેશીઓને સ્વસ્થ રાખવામાં લાભદાયી છે.

નાના બાળકોનાં વિકાસ માટે તલના તેલનું માલિશ કરવું ખૂબ જ ફાયદાકારક છે. માલિશ કરવાથી બાળકને તંદુરસ્ત ઉંઘ પ્રાપ્ત થાય છે.દરરોજ એક મોટી ચમચી જેટલાં તલ ખાવાથી દાંત સાફ અને મજબુત થાય છે.કાળા તલનું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળ વધું મજબૂત અને કાળા બને છે.દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવ અને ઠંડુ પાણી પીવો. નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થઈ જાય છે.બાળક સુતી વખતે પથારીમાં પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળ સાથે ભેળવીને લાડુ બનાવો અને બાળકને રોજ રાત્રે એક લાડુ ખવડાવી દો.તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો જેનાંથી ઉધરસ દૂર થઈ જશે.

એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવશેકુ પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે.તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે.ફાટેલી એડીઓમાં ગરમ તેલની અંદર સીંધાલુણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.કાળા તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમીત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે.

કાળા તલનું સેવન કરવાથી ડાયાબીટીસની બીમારીમાં પણ રાહત થાય છે.કાળા તલનો મુખવાસ ખાવાથી મોં ની દુર્ગંધ દૂર થાય છે.કાળા તલના સેવનથી હાડકા મજબૂત થાય છે.ગર્ભવતી મહિલા અને શિશુ માટે કાળા તલનું સેવન ખુબ જ લાભદાયી છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ