મુકેશ અંબાણી એન્ટીલિયામાં કેમ 27 માં માળે રહે છે,શુ તમને ખબર છે?..

મુકેશ અંબાણી હાલમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે મુકેશ અંબાણીની સંપત્તિનો અંદાજ મુંબઈ એન્ટિલિયામાં તેમના 4 લાખ ચોરસ ફૂટના વૈભવી મકાનમાંથી લગાવી શકાય છે મુકેશ અંબાણી તેમની શાહી જીવનશૈલી માટે ખૂબ પ્રખ્યાત છે.

Advertisement

એન્ટિલિયામાં એટલી બધી સુવિધાઓ છે કે ત્યાં રહેનારી વ્યક્તિને ક્યારેય કોઈ વસ્તુની કમી રહેશે નહીં અને આ એન્ટિલિયાને બાકીના ઘરોથી ખૂબ જ અલગ અને વૈભવી બનાવે છે એન્ટિલિયામાં કુલ 9 હાઇ સ્પીડ લિફ્ટ અને બહુમાળી ગેરેજ છે જે એક સમયે લગભગ 168 વાહનોને સમાવી શકે છે જો તમે એન્ટિલિયાની સુંદરતા પર ધ્યાન આપો છો તો તેમાં એક વિશાળ બોલ રૂમ,થિયેટર,સ્પા,મંદિર અને ઘણા ટેરેસ ગાર્ડન્સ પણ છે.

મિત્રો મુકેશ અને નીતા અંબાણીનું આ ઘર મુંબઇના એલ્ટામાઉન્ટમાં આવેલું છે 27 માળની આ બિલ્ડિંગમાં સાફ સફાઇ માટે 600 લોકોની જરુર પડે છે અને આ કારણે 600 લોકો આ વિશાળકાય ઘરમા સ્વચ્છતા માટે કામ કરે છે જે હંમેશા તેની સાર સંભાળ રાખે છે અને ત્યા રહે પણ છે મિત્રો તમને જણાવી દઈએ કે નીતાએ તેની પસંદગીથી તેના ઘરના દરેક ખૂણાને ખુબ જ સારી રીતે શણગાર્યા છે.

મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે આ ભવ્ય અને વૈભવી એન્ટિલિયાના 27 મા માળે રહે છે અને તેનું કારણ તાજેતરમાં નીતા અંબાણીએ જણાવ્યું છે એન્ટિલિયામાં મુકેશ અંબાણી તેમના પરિવાર એટલે કે પત્ની નીતા અંબાણી પુત્રવધૂ આકાશ અને શ્લોકા નાના પુત્ર અનંત અને માતા કોકિલાબેન સાથે રહે છે.

જોકે એન્ટિલિયા 27 માળની છે પરંતુ તેના કેટલાક માળની ઉંચાઈ બમણી છે જે આ બિલ્ડિંગને 40 માળ જેટલી ઉંચી બનાવે છે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ઇચ્છતા હતા કે તેઓ જ્યાં પણ રોકાય ત્યાં સૂર્યના કિરણો પૂરતા પ્રમાણમાં આવે અને આ જ કારણ છે કે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે 27 મા માળે રહે છે.

મિત્રો એન્ટિલિયા હાઉસ એક 27 માળની ઇમારત છે જે દક્ષિણ મુંબઈના ઓફ પેડર રોડ પર અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત છે જ્યાંથી સમુદ્ર પણ દેખાય છે મિત્રો તમે ઘણા બધા મોંઘા ઘરો જોયા હશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે એન્ટિલીયા વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંની એક છે અને તેની કિંમત લગભગ 12 હજાર કરોડ છે.

એન્ટિલિયા વિશ્વના સૌથી મોંઘા અને સુંદર ઘરોમાં આવે છે એક રિપોર્ટ અનુસાર એન્ટિલિયાની સંભાળમાં લગભગ 600 સ્ટાફની જરૂર છે અને અહીંના સ્ટાફનો પગાર એટલો વધારે છે કે તેમના બાળકો અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કરી રહ્યા છે. આમાંથી તમે તેમની ભવ્યતાનો ખ્યાલ મેળવી શકો છો.

Advertisement