મહાત્મા ગાંધીની આ કહાનીઓ વિશે કોઈ પણ પુસ્તકમાં નથી લખાયું, ખુબજ રસ્પ છે આ કહાનીઓ,

2 ઓક્ટોબર 1869 ના રોજ જન્મેલા એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઘણી વાતો જાણી જ હશે અને તેમની જીવનશૈલી અને ચરિત્રથી તમારામાંથી ઘણાં લોકો પ્રભાવિત પણ થયા હશે પરંતુ આજે તમને બાપુના જીવન સાથે જોડાયેલી કેટલીક પ્રેરણાદાયી વાતો જણાવીશું જેનાથી તમે તમે બાપુના જીવનથી વધુ પ્રભાવિત થશો અને નિશ્ચિતરૂપે તેમના દ્વારા બતાવેલા માર્ગે ચાલવાનું નક્કી કરશો અને સાથે જ બાપુ સાથે જોડાયેલી કેટલીક અનસુની કહાનીઓ તમને ચોંકાવી દેશે.તો ચાલો જણાવીએ આ મહાપુરુષોની 15 રસપ્રદ અને પ્રેરણાદાયી વાર્તાઓ વિશે.

Advertisement

 

1.ગાંધીજીને કેમ કહેવામાં આવતા મહાત્મા.મહાત્મા ગાંધી અસ્પૃશ્યતાની વિરુદ્ધ હતા.એકવાર તેમણે પોતાના આશ્રમમાં દલિતો અને સવર્ણોના લગ્નની મંજૂરી આપી.જોકે એ સમયે ભારતીય સ્વતંત્રતા આંદોલનના ચળવળનું નેતૃત્વ કરી રહી કોંગ્રેસ ગાંધીજી દ્વારા દલિતોના સામાજિક ઉત્થાન હેતુ લીધેલા આ પગલાઓ સાથે સહમત ન હતા કારણ કે તેમનું માનવુ હતું કે સમાજ સુધારણા ને સ્વતંત્રતા ચળવળ થી અલગ રાખવી જોઈએ કોંગ્રેસના આ વલણને કારણે ડૉ.ભીમરાવ આંબેડકર બ્રિટીશ રાજને સાથ આપી રહ્યા હતા અને ભારત છોડો આંદોલન સમયે તેઓ વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય હતા અને એટલું જ નહીં તેઓ ગાંધીના પ્રખર ટીકાકાર પણ હતા.

તેમના વર્તન પાછળનું કારણ એ હતું કે કોંગ્રેસના બ્રાહ્મણ વર્ચસ્વ માળખા સાથે દલિતોનું ભલું નઈ થઈ શકશે નહિ જ્યારે 1947 માં દેશ આઝાદ થયો તો ડૉ.આંબેડકરના કોઈ પણ વિચારીઓના ચાલતા કોંગ્રેસના નેતાઓ ખાસ કરીને જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ તેમને તેમની પ્રથમ પ્રધાનમંડળમાં રાખવા તૈયાર ન હતા.પરંતુ ગાંધીજીએ દખલ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આઝાદી કોંગ્રેસને નહી પણ દેશને મળી છે તેથી પેહલા મંત્રીમંડળમાં સૌથી સારા પ્રતિભાઓ ને શામેલ કરવામાં આવે ભલે તે કોઈ દળ કે સમુદાયના કેમ ના હોઈ.ગાંધીના આ સકારાત્મક હસ્તક્ષેપ પછી જ ડૉ.આંબેડકર દેશના પ્રથમ કાનૂન મંત્રી બન્યા.ગાંધીજી માટે કોઈમાં દ્વેષ કે પૂર્વગ્રહ નહોતો તેથી ગાંધીજીને દયાળુ પણ કહેવામાં આવતા હતા.

 

2.સમયની કિંમત દાંડીની મુસાફરી દરમિયાન બાપુ એક સ્થાન પર શંભર માટે રોકાયા હતા.જ્યારે તે ચાલવા લાગ્યા ત્યારે તેમના એક અંગ્રેજ પ્રશંસક તેમને મળવા આવ્યા અને બોલ્યો હેલો મારું નામ વાકર છે કારણ કે એ સમય એ બાપુ જલ્દીમાં હતા તેથી ચાલતા ચાલતા વિનયપૂર્વક બોલ્યા હું પણ વાકર જ છું આટલું કહ્યા પછી તે ખૂબ જ ઝડપથી ચાલવા લાગ્યા પછી એક સજ્જનને પૂછ્યું બાપુ જો તમે તેમને મળ્યા હોત તો તમારી પ્રસિદ્ધિ થાત અને અંગ્રેજી સમાચાર પત્રોમાં તમારું નામ સમ્માનપૂર્વક છપાત બાપુ બોલ્યા મારા માટે સમ્માનથી વધારે કિંમતી સમય છે.

3.ગાંધીજીની પ્રેરક વાક્ય કર્મ વવડાવો અને આદત કાપો જ્યારે ગાંધીજી એક નાનકડા ગામમાં પહોંચ્યા ત્યારે તેમને જોવા લોકોની ભીડ ઉમટી પડી. ગાંધીજીએ લોકોને પૂછ્યું તમે આ દિવસોમાં કઇ ખાદ્ય વાવણી કરી રહ્યા છો અને તમે કઇ ખાદ્ય પાક કાપી રહ્યા છો ભીડમાંથી એક વૃદ્ધ માણસ આગળ આવ્યો અને બોલ્યો તમે ખૂબ જ્ઞાની છો શું તમને એ પણ ખબર નથી કે જ્યશેઠ જેઠ મહિનામાં ખેતરમાં કોઈ પાક નથી થતો આ દિવસોમાં અમે ખાલી રહીએ છીએ.ગાંધીજીએ પૂછ્યું જ્યારે પાકને વાવણી તથા કાપવાનો સમય છે ત્યારે શું બિલકુલ પણ સમય નથી હોતો વૃદ્ધે કહ્યું તે સમયે તો રોટી ખાવાનો પણ સમય નથી હોતો ગાંધીજીએ કહ્યું તો આ સમયે તમે એકદમ મુક્ત અને માત્ર ગપસપ કરી રહ્યાં છો.જો તમે ઇચ્છો તો તમે આ સમયે થોડી વધુ વાવણી અને કાપી પણ શકો છો.ગામ લોકોએ કહ્યું કૃપા કરીને તમે જ જણાવી દો કે આપણે શું વાવવું જોઈએ અને શું કાપવું જોઈએ ગાંધીજીએ ગંભીરતાથી બોલ્યા તમે લોકો કર્મ વાવો અને આદતને કાપો આદતને વાવો અને ચરિત્રને કાપો.ચરિત્રને વાવો અને ભાગ્યને કાપો.તો જ તમારું જીવન અર્થપૂર્ણ બની શકે.

4.એક અંગ્રેજનો ગાંધીજીને અપશબ્દોથી ભરેલો પત્ર.એક અંગ્રેજ એ મહાત્મા ગાંધીને પત્ર લખ્યો હતો. તેમાં અપશબ્દો સિવાય બીજું કંઈ નહોતું.ગાંધીજીએ પત્ર વાંચીને કચરાની ટોપલીમાં મૂકી દીધો. તેમાં જે આલ્પિન રાખેલું હતું તેને દૂર કરીને સલામત મૂકી દીધું તે બ્રિટીશ ગાંધીને સીધા મળવા આવ્યા હતા.આવતાની સાથે જ તેણે પૂછ્યું મહાત્માજી તમે મારો પત્ર વાંચ્યો કે નહીં મહાત્માજીએ કહ્યું ખૂબ ધ્યાનથી વાંચો.પછી તેણે પૂછ્યું શું સાર કાઢ્યો તમે મહાત્માજીએ કહ્યું એક આલ્પિન કાઢી છે.બસ તેમાં એટલો જ સાર હતો.જે સાર લીધો હતો તેને લઈ લીધો જે અસાર હતો તેને ફેંકી દીધો.

5.રાજા હરિષચંદ્રનું મહાત્માજી ના જીવન પર પ્રભાવ.મોહન રાજા હરિશ્ચંદ્રથી ખૂબ પ્રભાવિત થયા.એકવાર મોહન રાજા હરિશ્ચંદ્રનું નાટક જોવા માંગતા હતા, ત્યારે તેણે તેના પિતાને પણ નાટક જોવા જવા કહ્યું, પરંતુ તેના પિતા કામમાં ખૂબ વ્યસ્ત હતા,તેથી મોહન તેના મિત્રો સાથે ગયો.ત્યાં જઈને તેણે નાટક જોયું, નાટકમાં રાજા હરિશ્ચંદ્ર પોતાનું સત્ય પૂરૂ કરવા માટે તેમનું રાજ્ય અને તેના કુટુંબને ગુમાવે છે. નાટક એટલું પ્રેરણાદાયક હતું કે વાર્તાના અંતમાં બધા પ્રેક્ષકોની આંખોમાંથી આંસુ આવી પડ્યા હતા.તે વાર્તાથી મોહન પર ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો તેણે વિચાર્યું કે રાજા હરિશ્ચંદ્રની જેમ તેમને પણ આવી શક્તિ મળી જાય જેથી સત્યની ખાતર તેને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય.મોહને તેના મિત્રો સાથે રાજા હરિશ્ચંદ્ર વિશે વાત કરી, કે તે મહાન માણસ હતા. સત્યને સાથ આપવા માટે, તેમણે પોતાનું બધુ દાવ પર મૂકી દીધું. આ નાટક ખૂબ સારું છે, તેનાથી મને સત્યની તાકાત ખબર પડી.આટલું કહીને તેણે સત્યના માર્ગ ઉપર ચાલવાનો સંકલ્પ લીધો. તે દિવસથી જ મોહન સત્યમાં જીવન જીવવા લાગ્યો. મોટા થતાં, તેણે પોતાનું જીવન સત્યના માટે દાવ પર મૂક્યું. સત્ય અને હિંમત તેને જીવનની દરેક મુશ્કેલ કસોટીમાં વિજય બનાવ્યો.

6.મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલ કેટલીક રોચક તથા અણસુની વાતો સંયુક્ત રાષ્ટ્ર એ મહાત્મા ગાંધીના જન્મદિવસ 2 ઓક્ટોબર એ વિશ્વ અહિંસા ના રૂપમાં ઘોષિત કર્યું હતું.

7.મહાત્મા ગાંધી જન્મથી બહાદુર અને હિંમતવાન નેતા નહોતા. પણ તે એક શરમાળ બાળક હતા. તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે તે બાળપણમાં એટલા શરમાળ હતા,કે તે શાળાએથી જ ભાગી જતા હતા.

8.વર્ષ 1930માં તેમને અમેરિકાની ટાઈમ મેગેજીન એ ના ટાઇટલથી નવાજવામાં આવ્યા હતા.

9.1931 ની ઇંગ્લેન્ડની યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ રેડિયો પર પોતાનું પહેલું ભાષણ આપ્યું હતું, આ ભાષણ તેમનું અમેરિકાનું માટે હતું રેડિયો પર તેમનું પહેલું વાક્ય હતું કે શું મારે આ માઇક્રોફોનની અંદર બોલવું પડશે.

10.એકવાર મહાત્મા ગાંધીનું ચપ્પલ ચાલતી ટ્રેનમાંથી પડી ગયું હતું. તેમણે તરત જ તેમનું બીજું ચપ્પલ ઉતારીને ટ્રેનમાંથી ફેંકી દીધુ. ગાંધીજીને પૂછતાં તેમણે કહ્યું કે આ એક ચપ્પલ ના તો મારા કામનું છે કે ના તો તેમના.કમસેકમ હવે તે માણસ તો બંને ચપ્પલ પહેરી શકશે જેને મારા બંને ચપ્પલ મળશે.

11.ગાંધીજીએ પોતાનો કાંનૂનનો અભ્યાસ પૂરો કર્યો અને વિદેશમાં વકાલત શરૂ કરી, પણ તે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા હતા. એટલું જ નહીં તેમના પેહલા કેસમાં જ તેમના પગ ધ્રુજવા લાગ્યા હતા.તદુપરાંત,તે સંપૂર્ણ ચર્ચા કર્યા વિના જ બેસી ગયા, અને તે પોતાનો પ્રથમ કેસ પણ હારી ગયા હતા.

12.પ્રથમ કેસ હાર્યા બાદ મહાત્મા ગાંધીએ ખૂબ જ સખત મહેનત કરી અને દક્ષિણ આફ્રિકામાં ખૂબ સફળ વકીલ બન્યા.તે દિવસોમાં તેમની આવક દક્ષિણ આફ્રિકામાં 15000 ડૉલર વર્ષ જેટલી થઈ ગઈ હતી.તમે અનુમાન લગાવી શકો છો કે આપણા દેશમાં ઘણા ભારતીયોની વાર્ષિક આવક આજે પણ આના કરતા ઓછી છે.

13.મહાત્મા ગાંધીને ફોટો પડાવવાનો બિલકુલ પસંદ નોહતું,આઝાદીની લડાઈ દરમ્યાન એ એક એવા વ્યક્તિ હતા જેમના સૌથી વધારે ફોટા લેવામાં આવ્યા હત.

 

14.મહાત્મા ગાંધીને સમ્માન આપવા માટે જ એપ્પલના સંસ્થાપક સ્ટીવ ઝોબ્સ ગોળ ચશ્મા પેહરે છે.

15.ગાંધીજીના શબયાત્રા યાત્રાને આઝાદ ભારતની સૌથી મોટી શબયાત્રા કહેવામાં આવે છે.તેમની શબયાત્રામાં લગભગ 10 લાખ લોકો સાથે ચાલી રહ્યા હતા અને 15 લાખથી વધુ લોકો રસ્તા પર ઉભા રહ્યા હતા.

મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી આ 15 પ્રેરિત કરનારી અનસુની કહાનીઓ અને તથ્યો આશા કરું છું કે તમને જરૂર તેમનાથી થોડી પ્રેરણા મળી હશે અને જીવનમાં ક્યારેય પણ હાર ના માને અને સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની શીખ પણ મળી હશે.

Advertisement