પેટ મા દુખાવો થયો તો ડોક્ટર પાસે ગઈ મહિલા,પણ પછી એવું તો શું થયું કે 11 દિવસ માં જ કાપવા પડ્યા બન્ને પગ…

પેટ ખરાબ થવું એ ખૂબ સામાન્ય રોગ છે.  આ સમસ્યા ખરાબ ખોરાક ખાવા, સ્વચ્છ પાણી ન પીવા, પૂરતી ઊંઘ ન લેવા જેવા કારણોને કારણે થઇ શકે છે.પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પેટમાં દુખાવાને કારણે તમારા બંને પગ અને એક હાથ કાપવા પડી શકે છે.કદાચ નહિ.આ સાંભળીને તમે ચોંકી જશો.એવું લાગતું હશે કે આ કેવી રીતે શક્ય છે.પણ આ વાત સાચી છે.  હંગેરિયન શહેર પેક્સમાં રહેતી એક મહિલા સાથે થયું છે આવું.તેને પેટમાં એટલો દુખાવો થયો કે બંને પગ અને એક હાથ કાપવા પડ્યા.જાણીને શુ છે સમગ્ર મામલો.

Advertisement

11 દિવસ માં જ કાપવા પડ્યા પગ,જાણો એવું તો શું થયું.39 વર્ષીય મોનિકા, જે હંગેરિયન શહેર પેક્સમાં રહે છે, તેણે એક સ્થાનિક સમાચાર સાઇટને એના જીવન ની કહાની કહી થોડા સમય પહેલા તેના પેટમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો.દુખાવો એટલો બધો વધી ગયો કે ઘરે રાખેલી દવાઓ થી પણ ઓછો ના થયો,અને મજબૂરી માં એને ડોક્ટર પાસે જવું પડ્યું.

મોનિકા ડોક્ટર પાસે  તો ગઈ, પણ તેણે વિચાર્યું નહીં કે આ પછી તેના જીવનમાં શું બદલાવ આવશે.ડોક્ટરે કેટલાક ટેસ્ટ કર્યા અને જાણવા મળ્યું કે તેના પેટમાં છિદ્ર છે.તેને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે.પેટમાં છિદ્ર થવાના ઘણા કારણો છે, જેમાં એપેન્ડિસાઈટિસ, અલ્સર, પિત્તાશય અને ઈજાઓનો સમાવેશ થાય છે.જોકે, મોનિકાને આ સમસ્યાનું કારણ શું હતું તે સ્પષ્ટ થયું નથી.  પેટમાં છિદ્ર પણ સેપ્સિસ તરફ દોરી શકે છે, જે શરીરના અસરગ્રસ્ત ભાગોને નુકસાન પહોંચાડી શકે છે.

મોનિકાના જણાવ્યા અનુસાર, ડોકટરોએ શોધી કહ્યું કે તેના તમામ અંગોની ચેતા અમુક અંશે બંધ થઈ રહી છે.આવું ત્યારે થાય છે જ્યારે શરીરમાં લોહીનો ગઠ્ઠો હોય.મોનિકાએ કહ્યું કે ડોકટરો માટે સમસ્યા એ હતી કે તેઓ દરેક અંગમાંથી લોહીના ગંઠાવાનું દૂર કરી શકતા નથી.એટલે કે દરેક ભાગ રિપેર કરી શકાતો નથી.આવી સ્થિતિમાં, તેની પાસે સૌથી વધુ અસરગ્રસ્ત અંગો કાપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

અને પછી એક દિવસ ડોક્ટરો એ તેનો ડાબો પગ કાપી નાખ્યો હતો, પરંતુ થોડા દિવસો બાદ મોનિકાને કહેવામાં આવ્યું કે તેઓ તેના જમણા પગને પણ બચાવી નહીં શકે.થોડા દિવસો બાદ તેને પણ કાપી નાખવામાં આવ્યા.પણ હજુ આ મહિલા ને ઘણું દુઃખ વેઠવાનું હતુઁ.અને પછી થોડા સમય બાદ ખબર પડી કે એનો ડાબા હાથ માં પણ લોહીના ગઠ્ઠા બાંધી ગયા છે અને ત્યાર બાદ થોડા સમય બાદ એને પણ કાપી નાખવામાં આવ્યો.

આ રીતે મોનિકાના 11 દિવસમાં બંને પગ અને એક હાથ કાપી નાખવામાં આવ્યા હતા.ત્રણ મહિનામાં 16 ઓપરેશન કરવામાં આવ્યું હતું. મોનિકાની માતા માર્ગીટે યાદ કર્યું કે કેવી રીતે તેની પુત્રીએ આ સમાચાર સાંભળ્યા બાદ હોસ્પિટલમાંથી ફોન કર્યો હતો.પુત્રી રડી રહી હતી અને કહ્યું કે મમ્મી આવી ન હોઈ શકે.  કંઈક કર.ભગવાનને પ્રાર્થના કે આવું દુઃખ કોઈને ન આપે.

Advertisement