રાજ્યમાં 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી,આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર..

એક તરફ ગુજરાતમા વરસાદે માજા મુકી છે ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ સુધી ભારે વરસાદની શકયતા વ્યક્ત કરી છે, તેમજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી સેવી છે, એક તરફ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે હજુ પણ થોડા ઘણા અંશે વરસાદની ઘટ જોવા મળી રહી છે જે આ મહિનામાં જ પુરી થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ધમરોળ્યા બાદ હવે મેઘરાજા મધ્ય ગુજરાત પર મનમૂકીને વરસી રહ્યા છે. દરમિયાનમાં આજે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ફરીથી વરસાદની આગાહી આપી છે. આ આગાહી ખાસ કરીને મધ્ય ગુજરાત માટે છે મધ્ય ગુજરાત ઉપરાંત પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે.

Advertisement

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક દરમિયાન વડોદરા પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના નર્મદા, તાપી, સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત રાજ્યના આણંદ અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 સપ્ટેમ્બરથી જોર ઘટશે પરંતુ 24મી સપ્ટેમ્બરથી ફરી વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. જેમ કે વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને આણંદમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને વડોદરા પંચમહાલમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદની સંભાવના છે. 2 દિવસ પછી વરસાદનું જોર ઘટી જવાની શક્યતા છે. પરંતુ 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આમ ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહ્યો છે અને હજુ આગામી દિવસોમાં પણ વરસાદનો વરતારો છે.

દરમિયાન ગુજરાતમાં સીઝનનો સરેરાશ ૯૧.૯૪ ટકા વરસાદ પડી ગયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ ૩ થી ૫ વરસાદ પડવાની આગાહી કરતાં આ વર્ષે સરેરાશ વરસાદ સદી વટાવી જાય તેવી શકયતા છે. પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. કલેકટર તેમજ મામલતદારોને હેડ કવાર્ટર નહિં છોડવાની સુચના આપવામાં આવી છેપશ્ચિમ બંગાળના અખાતમાં નવા સાયકલોનીક સરકયુલેશનની અસર સર્જાતા 2 દિવસ સુધી સારા વરસાદની આગાહી થઈ છે. આ સિસ્ટમ્સ ગુજરાત- મહારાષ્ટ્ર – મધ્યપ્રદેશ તરફ આગળ વધી છે. જેના લીધે હળવો-મધ્યમથી માંડીને કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દરમિયાન મહારાષ્ટ્રના દુષ્કાળની ઘેરી અસરવાળા વિદર્ભના સંખ્યાબંધ વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. આ પછી ૧૦ સપ્ટેમ્બર સુધી વરસાદ ખેંચાઈ જશે તેવી આગાહી થઈ છે.

Advertisement