રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, વીજળીના કડાકા ભડાકા સાથે આવશે મેઘરાજાની સવારી

ગુજરાતમાં હજુ પણ વરસાદની માહોલ છવાયેલો જુવા મળી રહ્યો છે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે અને ગુજરાતમાંથી જળસંકટનો ખતરો ટળ્યો છે મહત્વનું છે કે ગુજરાતમાં વરસાદના અભાવના કારણે સિંચાઈથી લઈને જળાશયો માટે પાણીની અછત વરર્તાઈ રહી હતી જો કે સપ્ટેમ્બર મહિના બાદ મેઘરાજામાં મન મુકીને વરસતા હાલ અનેક ચેડડેમમાં પાણીની સારી આવક થઈ છે. ખાસ કરીને ગત અઠવાડિયે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો.

Advertisement

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ વિસ્તારોમાં વરસાદ રહેશે. મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શકયતા છે. વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદમાં ભારે વરસાદની આગાહી છે.આજથી 2 દિવસ વરસાદમાં સામાન્ય ઘટાડો થશે. 2 દિવસ બાદ પુનઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે.સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે.હાલ રાજ્યમાં વરસાદી વાતાવરણ છે.

આજે પણ હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થવાનો વરતારો છે. પંચમહાલ, મહેસાણા, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, નડિયાદ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યમાં હજુ સરેરાશ 18 ટકા વરસાદની ઘટ છે. મહત્વનું છે કે ચોમાસાના પ્રારંભમાં સામાન્ય વરસાદ બાદ ખેંચાયો હતો. જોકે હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે તેવું અનુમાન પણ કર્યું હતું.

સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાતા આગામી દિવસોમાં અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, સાણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. તો આ તરફ સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આમ હજુ પણ વરસાદની માહોલ થયાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ તરફ દાહોદ, પંચમહલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, સહિત હળવાથી ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જ્યારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છેજો વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ 19 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને 2 દિવસ દરમિયાન દરિયો ન ખેડવાની સુચના પણ અપાઈ છે. રાજ્યના હવામાન વિભાગે 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

Advertisement