સાંજ પડતાં જ થાય છે વધારે પડતો પરસેવો તો થઈ જજો સાવધાન હોય શકે છે આ ગંભીર બીમારી,જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, પરસેવો એ શરીરના તાપમાનને નિયંત્રિત કરવાની સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ ઘણી વખત શારીરિક પરિશ્રમ કર્યા વિના કે બેઠા બેઠા પણ વ્યક્તિને પરસેવો આવે છે. તેની પાછળ કોઈ રોગ હોઈ શકે છે. જાણો કયા રોગમા આમ થાય છે.ડાયાબિટીઝ અને હદય રોગમા બેઠા બેઠા પરસેવો આવે છે. જેની ૪૦-૫૦ વર્ષની વય હોય છે અને શારિરીક પરિશ્રમ કાર્ય વિના બેઠા બેઠા પણ ગભરામણ, છાતીમા દુખાવો અને પરસેવો આવતો હોય તેને હૃદયરોગનુ લક્ષણ હોઈ શકે છે. તેઓને તરત જ કાર્ડિયોલોજિસ્ટ પાસે જવુ જોઈએ.ડાયાબિટીઝના દર્દીઓને બેઠા બેઠા વધારે પરસેવો આવે છે.

Advertisement

થાઇરોઇડના દર્દીઓમા અતિશય પરસેવો અને વજન ઘટે છે. બે પ્રકારના થાઇરોઇડ હોય છે. હાયપર અને હાઈપો થાઇરોઇડ. હાઈપર થાઇરોઇડમા આનુ ઉચ્ચ સ્તર હોય છે જ્યારે હાઈપો થાઇરોઇડમા આનુ પ્રમાણ ઓછુ હોય છે. હાઈપર થાઇરોઇડના દર્દીઓને વધારે પરસેવો આવે છે અને વજન પણ ઘટે છે. જો તમારુ વજન ઓછુ થઈ રહ્યુ છે અને વધારે પડતો પરસેવો આવે છે તો તમે તમારા થાઇરોઇડની તબીબી સલાહથી તપાસ કરાવી લો.

ટીબી રોગના દર્દીઓમા રાતના સમયે પરસેવો વધુ જોવા મળે છે. ક્ષય રોગ એટલે કે ટીબી દર્દીઓને ચેપ હોવાને કારણે વધારે પરસેવો આવે છે. જે રાત્રના સમયે વધુ આવે છે. સૂતી વખતે ઓશીકુ અથવા પલંગ ભીનો થઈ જાય છે. તે જ રીતે એજાઈટીમા અતિશય પરસેવો થઈ શકે છે પરંતુ આ કિસ્સામા દર્દી વધુ બેચેન રહે છે અને હાથમા વધુ પરસેવો આવે છે.

આ ઉપરાત અન્ય લક્ષણો વિશે જણાવવાના છીએ જે હોવાથી ડાયાબિટીસ હોવાની શક્યતા હોઇ શકે છે. જ્યારે શરીરમાં સુગર લેવલ વધી જાય ત્યારે વારંવાર યુરિન ની સમસ્યા રહે છે. શરીરમાં જમા થયેલું સુગર યુરિન વાટે શરીરની બહાર આવવા લાગે છે. શરીરમાં જ્યારે શુગર લેવલ વધી જાય ત્યારે વારંવાર ભૂખ લાગવા લાગે છે આથી જો પહેલા કરતા વધારે ખાવાનું ખાઈ રહ્યા હોય અને છતાં પણ તમારું પેટ ન ભરાતું હોય તો આ પણ એક લક્ષણ હોઈ શકે છે જેના હિસાબે સુગર તમારા શરીરમાં હોઈ શકે છે.

જેમ વધારે ભોજન જમીએ તેમ શરીર વધવું જોઈએ પરંતુ શરીર વધતું ન હોય અથવા શરીરમાં અચાનક વજન ઘટી જાય તો આ પણ સુગરના લક્ષણ હોઈ શકે છે. ડાયાબિટીસના કારણે આંખો પર પર પણ ખરાબ પ્રભાવ પડી શકે છે. જેનાથી તમને દેખાવાનું ઓછું થઈ શકે છે. સુગર ના કારણે આંખો ના પરદા પર પણ નુકશાન થઇ શકે છે અને ઘણી વખત સુગરના કારણે જો નજરમાં કાંઈ થાય તો તે ઠીક થઈ શકતી નથી.

આ સિવાય જો આખો દિવસ દરમિયાન શરીરમાં આળસ મહેસુસ થતી હોય અને થોડું પણ કામ કર્યા પછી થાક લાગતો હોય અથવા પછી આખી રાત નીંદર કર્યા પછી પણ તમને એવું મહેસુસ થતું હોય કે નીંદર પૂરી નથી થઈ તો આપણ ડાયાબિટીસના લક્ષણ હોઈ શકે છે જેથી સુગર ટેસ્ટ કરાવી લેવી જોઈએ

જ્યારે પણ શરીરના કોઈ પણ ભાગમાં કાંઈક ચોટ પહોંચે અને તે જલ્દી ઠીક ન થતી હોય તો એનો મતલબ એવો હોઈ શકે કે આપણા શરીરનું સુગર લેવલ વધેલું હોય જો આવી સમસ્યા ઉદ્ભવે ત્યારે તુરંતજ ઇલાજની જરૂર પડતી હોય છે પડી શકે છે. ઉપર કહ્યું તે પ્રમાણે જો કોઈપણ શરીરમાં નાનો કટ પણ પડે તો તેના પર રૂઝ આવતા સમય લાગે તો આ પણ સુગરના લક્ષણ હોઈ શકે છે કારણ કે શુગરને કારણે કોઈ પણ ઘા જલ્દી ઠીક થતું નથી.

આ ઉપરાંત હદય રોગના લક્ષણ. હૃદયમાં અસ્વસ્થતાનો અનુભવ થવો.હૃદયનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતીમાં કે હૃદયમાં અસ્વસ્થતાનો અને ભારેપણાનો અનુભવ થવો. આ સામાન્ય સંકેતમાં ક્યારેક તમને બળતરા પણ અનુભવી શકો છો. આ રીતના લક્ષણોને હળવા ન લેવા જોઇએ. જો તમને આ સંકેતોનો અનુભવ એકથી વધારે વાર થાય છે, તો તમારે તરત જ ડોક્ટરની પાસે જઇને તેમની સલાહ લેવાની જરૂર છે.

શ્વાસ લેવામાં તકલીફ થવી.જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અથવા થોડું વધારે ચાલવાથી તમે હાંફી જાવ છો તો, આ તમારી માટે ચિંતાનો વિષય બની શકે છે. આ સંકેતો પણ તમારી હૃદયની બીમારીના કારણો બની શકે છે. જો શરીરનું કોઇ અંગ કામ કરવાનું બંધ કરી દે.જો શરીરનો કોઇ ભાગ કામ નથી કરી રહ્યો તો, આ વાતને અણદેખી ન કરવી અને તરત જ ડોક્ટરથી સલાહ લઇ લેવી. શરીરના અંગો જેવા કે ખંભો, હાથ અથવા ગરદન અને પાછળનો ભાગ વગેરે હોય શકે છે.

ગભરામણ થવી.જો તમને વધારે પ્રમાણમાં ગભરામણનો અનુભવ થતો હોય તો તે હૃદયનો હુમલો થવાનો જ સંકેત છે. આ માટે તેને થાકનું કારણ સમજીને અણદેખુ ન કરવું કારણ કે, આ રક્તવાહિનીઓના અવરોધનું કારણ બની શકે છે. આ સિવાય સારી ઉંઘ લેવા છતાં પણ તમને થાકનો અનુભવ થતો હોય અને થોડી વાર કસરત કરવાથી પણ તમારો શ્વાસ ફુલવા લાગે અને તણાવ અનુભવાય તો ડોક્ટરની સલાહ લેવી.

હાથનું સુન્ન પડી જવું.જો તમારા હાથ વારંવાર સુન્ન પડી જાય છે તો આ એક હૃદયરોગનું કારણ બની શકે છે. આ સંકેતને તમે જો અણદેખો કરશો તો તમને પેરાલાઇસિસનો અટેક પણ આવી શકે છે, જેમાં શરીરનો એક ભાગ કામ કરવાનો બંધ થઇ જાય છે. વધારે પ્રમાણમાં પરસેવો આવવો.ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવો વળવો એ સામાન્ય વાત માની શકાય છે, પરંતુ જો તમને ઠંડીની ઋતુમાં પણ થોડું કામ કરવામાં પણ પરસેવો આવી રહ્યો છે, તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જરૂરી છે.

આ ઉપરાંત થાઇરોઇડના આવા લક્ષણો દેખાય છે.કબજીયાત.થાઈરોઈડ થવાથી કબજિયાતની તકલીફ શરુ થઇ જાય છે. ભોજન પચાવવામાં તકલીફ થાય છે. સાથે જ ખાવાનું સરળતાથી ગળાની નીચે નથી ઉતરતું. શરીરના વજન ઉપર પણ અસર પડે છે.

હાથ પગ ઠંડા રહેવા.થાઈરોઈડ થાય તો માણસના હાથ પગ હંમેશા ઠંડા રહે છે. માનવ શરીરનું તાપમાન સામાન્ય એટલે ૯૮.૮ ડીગ્રી ફોરનહાઈટ (૩૭ ડીગ્રી સેલ્સીયસ) હોય છે, તેમ છતાં પણ તેમનું શરીર અને હાથ-પગ ઠંડા રહે છે.

પ્રતિરોધક શક્તિ નબળી પડવી.થાઈરોઈડ થાય એટલે શરીરની રોગ-પ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. ઈમ્યુન સીસ્ટમ નબળી પડવાને લીધે ઘણી બીમારીઓ થતી રહે છે. થાક.થાઈરોઈડની તકલીફથી પીડિત વ્યક્તિને જલ્દી થાક લાગવા લાગે છે. તેનું શરીર સુસ્ત રહે છે. તે આળસુ થઇ જાય છે અને શરીરની ઉર્જા દુર થવા લાગે છે.

ત્વચાનું સુકાવું કે ડ્રાઈ થવું.થાઈરોઈડથી પીડિત વ્યક્તિની ત્વચા સુકાવા લાગે છે. ત્વચામાં સુકાપણું આવી જાય છે. ત્વચાના ઉપરના ભાગના સેલ્સને નુકશાન થવા લાગે છે. જેને કારણે જ ત્વચા સુકી-સુકી થઇ જાય છે. ભારે શરદી થવી.થાઈરોઈડ થાય એટલે વ્યક્તિને ભારે શરદી થવા લાગે છે. તે સામાન્ય શરદીથી અલગ હોય છે અને ઠીક થતી નથી.

ડીપ્રેશન.થાઈરોઈડની તકલીફ થવાથી માણસ હંમેશા ડીપ્રેશનમાં રહેવા લાગે છે. તેની કોઈપણ કામમાં મન લાગતું નથી. મગજમાં સમજવા વિચારવાની શક્તિ નબળી પડી જાય છે. યાદશક્તિ પણ નબળી પડી જાય છે. વાળ ખરવા.થાઈરોઈડ થવાથી વ્યક્તિના વાળ ખરવા લાગે છે અને ટાલિયા થવા લાગે છે. સાથે સાથે તેના નેણના વાળ પણ ખરવા લાગે છે.

Advertisement