વાયરલ થયો સિદ્ધાર્થ શુક્લાનાં હમશકલનો વિડીયો, જોઇને લોકોએ કહ્યું સિદ્ધાર્થ શુક્લા પાછો આવી ગયો કે શું….

સિદ્ધાર્થ શુક્લ હવે આ દુનિયામાં નથી. તેમના અચાનક નિધનથી ચાહકોને ભારે આઘાત લાગ્યો છે અને તેઓ તેમાંથી બહાર નીકળી શકતા નથી.સિદ્ધાર્થ શુક્લાના ચાહકો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ખૂબ જ સક્રિય છે અને સતત તેની તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર 9 હજારથી વધુ લોકો ચંદનને ફોલો કરે છે.ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધન થયાને 11 દિવસ વિતી ગયા છે.તેમણે 2 સપ્ટેમ્બરે આ દુનિયાને અલવિદા કહી દીધુ હતું. ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનથી ફક્ત તેમના નજીકના લોકો નહીં પરંતુ તેમના પ્રશંસકો પણ પરેશાન છે.

Advertisement

અભિનેતાનું અચાનક નિધન થવાથી સિદ્ધાર્થ શુક્લાના ઘણાં પ્રશંસકો તૂટી ગયા છે. જ્યારે તેમના મિત્રો અને તેમના ચાહકો સિદ્ધાર્થ શુક્લાના પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યાં છે. આ દરમ્યાન સિદ્ધાર્થના હમશકલનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સિદ્ધાર્થ શુક્લાના આ હમશકલનું નામ ચંદન છે. ચંદન ઈન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહે છે. અવાર-નવાર ચંદન નવા-નવા વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો હોય છે. ચંદન પોતાના દરેક વીડિયોમાં સિદ્ધાર્થની સ્ટાઈલને કોપી કરે છે. સિદ્ધાર્થ શુક્લાના ઓડિયો પર ચંદન લિપ સિન્ક પણ કરે છે. તેમના વીડિયો આજકાલ ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. ચંદનનો લુક અને ડ્રેસિંગ સેન્સ પણ સિદ્ધાર્થ જેવી જ છે.

સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ જ્યારે ચંદનનો વીડિયો વાયરલ થયો ત્યારે સિદ્ધાર્થના પ્રશંસકો વીડિયો જોયા બાદ લાગણીશીલ થઇ ગયા. ઘણાં પ્રશંસકો તો ચંદનમાં સિદ્ધાર્થને જોઈ રહ્યાં છે. જ્યારે ઘણાં પ્રશંસકો કહી રહ્યાં છે કે સિદ્ધાર્થ ક્યાય ગયા નથી તેઓ હજુ અહીં છે. ચંદનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પ્રશંસકોની સંખ્યા સારી છે. 9706 લોકો ઈન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થને ફોલો કરે છે.થોડા દિવસો પહેલાં ચંદનની લોકપ્રિયતા અચાનક વધી ગઇ છે.લ્યો તમે પણ જોઈ લો ચંદનનો વીડિયો.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં સિદ્ધાર્થ શુક્લાએ કરોડો પ્રશંસકોને છોડીને આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. 2 સપ્ટેમ્બરે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને કપૂર હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં.

2 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકથી નિધન થયું. જોકે તેનો અંતિમ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ હજુ આવ્યો નથી. સિદ્ધાર્થ શુક્લ માત્ર 40 વર્ષનો હતો. બિગ બોસ 13 જીત્યા બાદ સિદ્ધાર્થ શુક્લાની લોકપ્રિયતા વધી. શહનાઝ સાથે મિત્રતા લોકપ્રિય હતી, જ્યારે બિગ બોસના ઘરમાં તેની શહનાઝ ગિલ સાથે મિત્રતા હતી. બંનેની મિત્રતા ખૂબ પ્રખ્યાત થઈ.બંનેના ઘણા મ્યુઝિક વીડિયો પણ સાથે આવ્યા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા અને આ માટે તેઓએ બુકિંગ પણ કરાવ્યું હતું.બંને ઘણા શોમાં પણ સાથે દેખાયા છે. પરંતુ,તેના અચાનક જવાથી શહનાઝ ગિલને પણ ભારે આઘાત લાગ્યો છે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં તે ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યો હતો.અત્યારે શહનાઝ ગિલ સોશિયલ મીડિયાથી પણ દૂર છે.

Advertisement