પતિ-પત્નીને જ્યારે પણ તક મળે ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરી જ લેવો જોઈએ,નહિ તો પાછળથી પછતાશો….

એક વ્યક્તિ પોતાના બેડરૂમમાં ગયો હતો અને પત્નીનો કબાટ ખોલ્યો તો કબાટમાં તેને એક બોક્સ દેખાયું હતું તે ખોલ્યું તો તેમાં એક સુંદર સાડી પડી હતી.

Advertisement

અને આ સાડી તેની પત્નીએ લગભગ 10 વર્ષ પહેલાં ખરીદી હતી. આ માણસની પત્નીએ આ સાડી ક્યારેય પહેરી પણ ન હતી, કારણ કે તે કોઈ ખાસ પ્રસંગે આ સાડીને પહેરવાં માંગતી હતી.

કોઈ સારો પ્રસંગ આવે અને તે પહેરવાની રાહ જોવામાં 10 વર્ષ વીતી ગયાં હતાં, પરંતુ સાડી પહેરવાનો કોઈ પ્રસંગ આવ્યો જ ન હતો. પતિએ એ સાડી બહાર કાઢી અને પત્નીની ઠાઠડી પાસે મૂકી દીધી હતી. જેનું એક દિવસ પહેલાં જ પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

પતિ પત્ની નો સબંધ ભગવાન દ્વારા બનાવેલ કીમતી સંબંધ છે. પતિ-પત્નીના જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે જે સમય સાથે તેમનો સંબંધ મજબૂત બનાવે છે.એવું કહેવામાં આવે છે પતિ પત્ની વગર અધૂરો છે અને પત્ની પતિ વિના અધૂરી છે બંને મળીને પોતાને પરિપૂર્ણ કરે છે.

શિવ અને પાર્વતીએ અર્ધનારેશ્વર રૂપ લઈને સૌને આ સમજાયું છે.લગ્નજીવન એટલે પતિ અને પત્ની વચ્ચેનો એવો વિશ્વસનીય સંબંધ જે વિશ્વાસ અને શુદ્ધતા પર આધારિત છે.પતિ પત્ની નો સબંધ જેટલું નાજુક હોય છે તેટલું મજબૂત હોય છે. લગ્ન જીવનનો હેતુ બે સાથીઓના વચન ની સાથે જીવનભર આગળ વધવાનું.

આજકલ મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે તેમનું લગ્નજીવન અસ્તવ્યસ્ત છે.આપણે સુખી લગ્નજીવન ના મુખ્ય સ્ત્રોતો ભૂલી રહ્યા છીએ,આદર,વિશ્વાસ અને પ્રેમ.લગ્નને એક સુખદ અનુભવ છે.જેના માટે દરેક મનુષ્ય આનંદ મેળવવા માટે ઉત્સુક હોય છે.,

પતિ પત્ની ના સંબંધોમાં સુખ અને આનંદની શરૂઆત લગ્ન પછી જ થાય છે.સુખી લગ્નજીવન બનાવવા માટે એકબીજા ની સાથે સમય પસાર કરો એકબીજાની વાતો સાંભળો અને તેને સમજવાનો પ્રયત્ન કરો.

અને તેમની દરેક બાબતોનો ધ્યાન રાખો જે તમારા જીવનસાથીને ખુશ કરે છે. એકબીજા પર વિશ્વાસ ઓછો થવા ન દો ક્યારે પણ એકબીજા પર શંકા કરશો નહીં. પતિ-પત્ની વચ્ચે એક વાર શંકા આવે છે ત્યારે તૂટેલો વિશ્વાસ મેળવવા આખી જીંદગી જતી રહે છે.

શંકા માં કોઈ સમાધાન થતું નથી પતિ-પત્ની વચ્ચે ક્યારે ક્રોધને વચ્ચે આવવાના દો. હંમેશા એકબીજાને સમજો એક બીજાની વાતોને માંન આપો .કોઈ ભી વ્યક્તિ સંપૂર્ણ હોતું નથી. ત્યારે એકબીજામાં ભૂલો ના શોધ્યા કરો, પણ ભૂલો સુધારવાની એકબીજાને તક આપો.

પત્નીની ઠાઠડી પાસે રોતાં-રોતાં તે વ્યક્તિએ ત્યાં હાજર બધા લોકોને કહ્યું હતું કે ક્યારેય ખાસ પ્રસંગની રાહ જોવામાં કોઈ વસ્તુ બચાવીને ક્યારેય રાખી મૂકવી ન જોઈએ. પતિ-પત્ની માટે દરેક દિવસ, દરેક પળ ખૂબજ ખાસ હોય છે. ભવિષ્યમાં ગમે ત્યારે કંઈ પણ બની જ શકે છે. એટલા માટે વર્તમાન સમયમાં દરેક પળને ઉત્સાહ સાથે જીવી લેવી જોઈએ.

આ નાનાકડાં પ્રસંગ ઉપરથી જાણવા મળે છે કે વધુને વધુ સમય પરિવાર અને બાળકોની સાથે પસાર કરવો જોઈએ. અને કામનો તણાવ ઘરે લઈને ન આવવો જોઈએ.

જો કોઈ વસ્તુ ખરીદી હોય તો તેને ભવિષ્યમાં કોઈ ખાસ પ્રસંગ માટે સાચવી પણ ન રાખવી જોઈએ. જ્યારે પણ તક મળે, તે વસ્તુનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. નહીંતર ભવિષ્યમાં ક્યારે શું થઈ જશે.

Advertisement