70 વર્ષથી કઈ પણ ખાધા-પીધા વગર જીવતા હતા,ગુજરાતનાં આ સંત,લોકો તેમને ચુંદડીવાળા માતાજી કહેતા હતા….

મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા સાથે સંબંધ રાખવા વાળા પ્રહલાદ જાની ઉર્ફ ચુંદળી વાળા માતાજી, જે ભક્તો વચ્ચે ચુંદળી વાળા માતાજીના નામથી ઓળખવામાં આવતા હતા. તેમનો દાવો હતો કે તેમણે 11 વર્ષની ઉંમરથી જ અનાજ અને પાણીનો ત્યાગ કરી દીધો હતો ગુજરાતના બનાસકાંઠામાં 70 વર્ષ સુધી પાણી પીધા વગર અને ખાવાનું ખાધા વગર રહેવા વાળા ચુંદળી વાળા માતાજી નામથી ઓળખાતા હતા. તેમનો દાવો હતો કે તેમણે 11 વર્ષની ઉંમરથી અનાજ અને પાણીનો ત્યાગ કરી દીધો છે.

Advertisement

ગુજરાતમાં રહેતા પ્રહલાદ માતાજી નામના સાધુનો દાવો છે કે તેમણે 1940થી ન તો કંઈ ખાધું છે કે ન તો પીધું છે 2010માં તેના પર 3 કેમેરા લગાવવામાં આવ્યા હતા અને 24 કલાક દેખરેખ રાખવામાં આવી હતી પરંતુ તેમાં કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું આ કારણે ઘણા લોકો એવું માનવા લાગ્યા કે તેઓ માત્ર ઓક્સિજન અને પ્રકાશથી જ જીવિત છે પ્રહલાદ જાની એક ભારતીય સાધુ છે જે હવે દાવો કરે છે કે તેણે છેલ્લા 70 વર્ષથી એટલે કે 1940થી કંઈ ખાધું નથી કે પીધું નથી તે દરરોજ સવારે 4 વાગ્યાથી જાગીને ધ્યાન કરે છે અને તેને ધ્યાન કરવાથી જીવવાની ઉર્જા પણ મળે છે.

કેટલાક વર્ષ પહેલા ડીઆરડીઓએ ચુંદળી વાળા માતાજી ઉપર સંશોધન પણ કર્યું હતું. કેવી રીતે એટલા બધા વર્ષો સુધી ખાધા પીધા વગર જીવતા રહી શકે, ડીઆરડીઓના સંશોધન પાછળ એ તર્ક હતો કે સ્પેસ મિશનમાં સ્પેસક્રાફટના અવકાશ યાત્રીઓ માટે ખાવા પીવાની વ્યવસ્થા માટે વધુ વજન રહે છે, જો આ ચુંદળી વાળા માતાજીનું ડીએનએ કોઈમાં ઈમ્પ્લાન્ટ થાય, તો આ મોટી સફળતા ગણવામાં આવશે, આના માટે માતાજી ઉપર કેમેરાથી નજર રાખવામાં આવી હતી.

ચુંડલીવાળા માતાજીનું ખાવા-પીવાનું અને ઉત્સર્જન ક્રિયા કરવાથી પૂર્ણ રૂપથી મુક્ત રહેવાના દાવાને કેટલીય વાર મેડિકલ અને વૈજ્ઞાનિક ટેસ્ટ થઇ ચુક્યા છે. તેમનો ટેસ્ટ કરવા વાળા જાણીતા અને માનીતા ન્યુરોસર્જન ડો.સુધીર શાહના જણાવ્યા પ્રમાણે તેમનું શરીર ટ્રાન્ફર્મેશન થઇ ગયું છે.

પ્રહલાદ જાનીના આ દાવા બાદ તેમના પર બે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પ્રથમ ટેસ્ટ 2003માં અને બીજી ટેસ્ટ 2010માં કરવામાં આવી હતી આ સમય દરમિયાન તેમને તમામ પ્રકારની સુવિધાઓ અથવા ખોરાકની જરૂરિયાતો આપવામાં આવી ન હતી.

સાધુને 10 દિવસ સુધી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યા હતા અને તેમને આ વિશે જાણ કરવામાં આવી ન હતી આ દરમિયાન તેમના શરીરમાં કોઈ ફેરફાર કે બગાડ જોવા મળ્યો ન હતો પરંતુ તેના શરીરને જોઈને સંશોધન ટીમ મૂંઝવણમાં છે કે કોઈ વ્યક્તિ ખાધા-પીધા વગર કેવી રીતે જીવિત છે અને તેના શરીરના તમામ અંગો કેવી રીતે યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.

પ્રહલાદ જાનીનો જન્મ 13 ઓગસ્ટ 1929 માં થયો હતો. ફક્ત 10 વર્ષની ઉંમરમાં જ તેમણે આધ્યાત્મિક જીવન માટે પોતાનું ઘર છોડી દીધું હતું. 1 વર્ષ સુધી તે માતા અંબેની ભક્તિમાં ડૂબેલા રહ્યા. જે પછી તે સાડી, સિંદૂર અને નથણી પહેરવા લાગ્યા, તે પૂર્ણ રૂપથી મહિલાનો શ્રુંગાર કરતા હતા. છેલ્લા 50 વર્ષથી પ્રહલાદ જાની ગુજરાતના અમદાવાદથી 180 કિલોમીટર દૂર બનાસકાંઠાના પહાડ ઉપર અંબાજી મંદિરની ગુફામાં વિતાવી રહ્યા હતા પ્રહલાદ જાની કેટલી ગંભીર બીમારીઓનું ચોક્કસ ઇલાજનો પણ દાવો કરતા હતા. તેમનો દાવો હતો કે તે એડ્સ, એચઆઇવી જેવી ગંભીર ગંભીર બીમારીનો ઈલાજ ફક્ત એક ફળ આપીને કરી શકતા હતા. એટલું જ નહિ, તે નિઃસંતાન વ્યક્તિના ઇલાજનો પણ દાવો કરતા હતા.

Advertisement