રાતે અચાનક પતિની આંખ ખુલતા જ પત્નીને જોઈ કારીગરની બાહો મા ત્યારબાદ પતિએ જે કર્યુ તે ખુબજ ચોક્વનારુ હતું….

મધ્ય પ્રદેશના ખરગોનમાં પ્રેમ પ્રસંગને લઈને બે હત્યાના મામલાએ સનસની મચાવી છે. ઉન વિસ્તારમાં અહીં પતિએ પત્નિ સાથે તેના સાથી કારીગરના અનૈતિક સંબંધને લઈને ધોકો મારી પત્નિ અને કારીગરની હત્યા કરી નાખી છે. પ્રેમીના શબને બાઈક પર નાખીને ગામથી એક કિમી દૂર આવેલા પુલ પાસે જઈને ફેંકી દીધું. પતિના માથે એટલુ ખૂન સવાર થઈ ગયુ હતું કે, તેણે પ્રેમીની બંને આંખો પણ ફોડી નાખી હતી.

Advertisement

ત્યારે આ ઘટનાની તપાસ એસપી શૈલેન્દ્ર સિંહ કરી રહ્યા છે અને તેમણે ઘટના સ્થળ પર જઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ભાડલીના લોકેશ ઉર્ફ લંકેશ માનકર પત્નિ અનિતા સાથે દસંગામાં મકાન બનાવાના કામમાં જોડાયેલા હતા. અહીં બાજૂના ગામનો રવી ભાગીરથ રાણે પણ તેની પાસે કામ કરવા આવતો હતો. ત્યારે ત્યાં કામે આવતો રવી અનીતાને ભાભી કહીને બોલાવતો હતો. અગાઉ અનીતાના એક લગ્ન તો તૂટી ગયા છે.

ત્યાર બાદ બીજા લગ્ન લોકેશ સાથે થયા હતા.આ બંને વચ્ચે જૂની ઓળખાણ હતી.કામના બહાને રવીને સાસરીયે બોલાવી લીધો. રવિવારે સવારે લોકેશ ભાગતા પહોંચી ગયો.અને ગામલોકોને કહ્યુ કે મારી પત્નિને શું થયુ છે. તેના મોઢામાંથી લોહી નિકળી રહ્યુ છે. ગામ લોકો પણ લોકેશના ઘરે પહોંચ્યા. અહીં અનીતાનું શબ પડ્યુ હતું. ત્યાર બાદ થોડીવારમાં પુલની પાસે રવીનો પણ મૃત દેહ મળ્યો. જે બાદ ગામલોકોએ લોકેશને પકડી પોલીસના હવાલે કરી દીધો હતો.

લોકેશ પોલીસને જણાવ્યુ હતું કે, રાતના સમયે અમે ત્રણેય ભોજન કરીને સુવાની તૈયારી કરી રહ્યા હતા. અમે સુઈ ગયા, રાતે અચાનક મારી ઉંઘ ખુલી અને મેં જોયુ તો મારી પત્નિ અને રવી બંને કઢંગી હાલતમાં હતા. જેના કારણે ગુસ્સે થયેલા લોકેશે ધોકો લીધો અને બંનેના માથા પર મારી દીધા. અનીતા ત્યાં જ ખતમ થઈ ગઈ, જયારે રવીને મોત બાદ લોકેશે તેણે આંખો પણ ફોડી નાખી.અને બાદમાં તેને પુલની પાસે નાખી આવ્યો.ત્યાર બાદ ઘરે આવીને સુઈ ગયો.

આવીજ બીજી ઘટના દાતરડાના 15 ઘા ઝીંકી પતિએ કરી પત્નીની હત્યા.મહેસાણાના ઉમતા ગામે પતિ પત્ની ઓર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં પતિ અને પ્રેમિકાએ ભેગા મળીને પત્નીનું ઢીમ ઢાળી દેતા આ સમગ્ર મામલે વિસનગર તાલુકા પોલીસે તપાસ આરંભી છે.જ્યારે પતિ અને પ્રેમિકાને વિસનગર તાલુકા પોલીસે પકડીને હાલમાં જેલ હાવાલે કર્યા છે. આ બનાવ થકી પરિવારમાં દુઃખનું મોજું ફરી વળીયું છે.

પરંતુ ગત રોજ બુધવારે તેના પતિ આરોપી ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાનનો ફોન આવ્યો હતો અને તેની પત્નીને તેને મળવા બોલાવી હતી. ત્યાં આરોપી પતિએ તેની પત્નીને દાતરડાના ઘા ઝીંકીને મોત નિપજાવ્યું હતું અને તેની લાશનો નિકાલ કરવા પાસે રહેલા કુવામાં ફેંકી દીધી હતી.આરોપીના ફોન આવ્યા બાદ જેનપબાનું પઠાણ સમી સાંજ સુધી ઘરે આવી ન હતી અને ગામ આખામાં તપાસ કર્યા બાદ એક ખેતરમાં લોહીના ડાઘ સહિત કુવામાં તરતી ઓઢણી જોઈને પરિવારે લાશને બહાર કાઢી હતી.

જેમાં મૃતક જેનપબાનું પઠાણના શરીર પર ઉપર છાપરી મારેલા દાતરડાના નિશાન મળી આવ્યા હતા અને તે 15થી વધુ ઘાના નિશાન જોઈને પઠાણ પરિવાર ચોકી ગયો હતો. આ અંગે મહેસાણાના વિસનગર તાલુકા પોલીસને ફરિયાદ મૃતકના ભાઈ નિઝામખાન અહેમદખાન પઠાણે કરી હતી. જેમાં ગામ ઉમતામાં રહેતા આરોપી પતિ ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન અને તેની પ્રેમિકા ચૌહાણ સમીમ બાનું નથેખાન સામે ફરિયાદ કરાઇ હતી.

જેમાં પોલીસે બનેની ધરપકડ કરીને વિસનગર જેલ હવાલે કર્યા છે. મૃતક જેનપબાનું પઠાણ ઉંમર અસરે 40 વર્ષના શરીર પર કેટલા ઘા ઝીંક્યા છે અને તે હથિયાર ક્યું હતું સહિત કેવી રીતે હત્યા કરાઈ તે દિશામાં વિસનગર પોલીસે તપાસ હાથ ધરી છે. પતિ પત્ની ઓર વોના ચક્કરમાં આજે ફરીવાર એક હત્યા થઇ છે.

આરોપી પતિ ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન ગામમાં રહેતી ચૌહાણ સમીમબાનું નથેખાન સાથે લગ્ન કરવા માગતો હતો અને તેને તેની પત્ની આખોમાં કણાની જેમ જેનપબાનું પઠાણ ખુંચતી હતી. હાલમાં તો જેનપબાનું પઠાણ કણાને સાફ તો કરી નાખ્યો છે, પરંતુ તેમના આવનારા સમયમાં સુખદ જીવન હવે જેલના પાછળ બને આરોપીને વ્યતીત કરવું પડશે. તે વાત પણ અહીં સાચી ઠરવા ગઈ છે.

ભત્રીજાના પ્રેમમાં પડેલી પત્નીને હથોડા મારી પતિએ હત્યા કરી.અંકલેશ્વરકોસમડી નજીક આવેલ ગોપાલનગર ટેન્કર ગેટ નજીક અનોખા પ્રણય ત્રિકોણમાં પતિ દ્વારા પત્ની ની હથોડા મારી હત્યા કરી નાખવામાં આવી હતી. પોતાના ભત્રીજા જોડે પ્રણય ફાગ ખેલતી પત્નીના કારણે બંને વચ્ચે ઊભા થયેલા ખટરાગમાં અંતે પતિએ માથામાં હથોડા મારી પત્નીની હત્યા કરી ફરાર થઇગયો હતો. બનાવ સંદર્ભે જી.આઈ.ડી.સી પોલીસ મથકે ભત્રીજા કમ પ્રેમી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાતા જી.આઈ.ડી.સી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

પ્રાપ્ત પોલીસ સૂત્રિય માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે આવેલા ગોપાલનગર નજીક ટેન્કર ગેટ પાસે રહેતા અજગર બાબુ દીવાન મૂળ, નુંહું, મેવાડ, હરિયાણાના લગ્ન આસામની મૂળ રહીશ નૂરફિહા સાથે થયા હતા. તેઓની સાથે તેમનો ભત્રીજો ઇલ્યાસ ઇસ્લામ દીવાન રહેતો હતો.દરમિયાન ઇલ્યાસ અને નૂરફિહા વચ્ચે છેલ્લા પાંચ મહિના પૂર્વે આંખો મળી જતાં બંને વચ્ચે પ્રેમ સંબધ બંધાઇ ગયો હતો. જે અંગે અજગર દીવાનને ખબર પડી જતાં પતિ અને પત્ની વચ્ચે ઝગડા શરૂ થયા હતા.

દરમિયાન શનિવારના રોજ ફરી ઝગડો થતાં ઉશ્કેરાયેલા અજગર દીવાને હથોડી વડે નૂરફિહાના માથાના ભાગે પાછળ હથોડા મારતાં મોતને ભેટી હતી.પત્નીની હત્યા કરી પતિ ફરાર થઈ ગયો હતો.અંગે ભત્રીજા કમ પત્નીના પ્રેમી ઇલ્યાસ દીવાનને ખબર પડતાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ આપી હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અને ફરાર અજગર દીવાનને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.અને મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડયો હતો.

પત્નીની હત્યાની ઘટનાના પગલે અંકલેશ્વરમાં ચકચાર મચી ગઇ હતી.અજગર દીવાનની પત્ની સાથે તેમની સાથે રહેતા ભત્રીજા જોડે પ્રેમ સંબધ ની જાણ થતાં બંને પતિ પત્ની વચ્ચે અવારનાવર ઝગડા થતાં હતા. જેમાં અજગર દીવાને માથાના પાછળના ભાગે હથોડા મારી હત્યા કરી છે.

અજગર દીવાન ફરાર હોવાથી તેને ઝડપી પાડવાની તજવીજ ચાલી રહી છે.પી.એલ.ચૌધરી, પી.આઈ જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન મહિના પૂર્વે સારંગપુર પાસે પત્ની દ્વારા પ્રેમી સાથે મળી પોતાના પ્રેમ સંબંધ માં આડખીલી રૂપ પતિની હત્યા કરી લાશને અકસ્માતમાં ખપાવાની કોશિષ કરી હતી. ત્યાર બાદ પોલીસ હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે પત્ની અને પ્રેમી ની ધરપકડ કરી હતી.તો હવે પત્ની અને પોતાના ભત્રીજા સાથે ચાલતા પ્રેમ સંબધના કારણે પતિ દ્વારા પત્નીની હથોડા મારી હત્યા કરી નાખી છે.

Advertisement