આસારામે ભૂત ઉતારવાના નામે દૂધ પીવડાવી કર્યું હતું ગંદુ કામ..

સગીર યુવતી સાથે બળાત્કારના કેસમાં જેલમાં બંધ આસારામ બાપુ પર આજે નિર્ણય આવશે. આ માટે આજે ચાંપતો બંદોવસ્ત પણ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના ઉચ્ચ ન્યાયલયના નિર્દેશો મુજબ સુનવણી જોધપુરની સેન્ટ્રલ જેલ પરિસરમાં જ થશે. આસારામ વિરુદ્ધ આઇપીસીની કલમ 342,376, 354-A, 506, 509/34, જેજે એક્ટ 23 એ અને 26 સાથે પોક્સો એક્ટની કલમ 8 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

જોધપુર સેશન કોર્ટમાં આરોપો નક્કી કરવામાં આવ્યા હતા. આરોપ પત્રમાં 58 સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે પ્રોસિક્યૂશન તરફથી 44 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. 11 એપ્રિલ 2014થી 21 એપ્રિલ 2014 દરમિયાન પીડિતાએ 12 પેજનું નિવેદન રજૂ કર્યું હતું. 4 ઓક્ટોબર 2016ના રોજ આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

સાથે જ પીડિતાના પરિવારની સુરક્ષા પણ વધારવામાં આવી છે. અને સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પીડિતાના ભાઇને પણ હથિયારનું લાયસન્સ આપવામાં આવ્યું છે. ત્યારે આ નિર્ણય આવે તે પહેલા જાણો પીડિતા સાથે તે રાતે શું થયું હતું.યુપીના શાહજહાંપુરની રહેવાસી પીડિતાએ આઇપીસીની કલમ 164 હેઠળ પોતાનું નિવેદન દાખલ કર્યું હતું.

વાત 6 ઓગસ્ટ 2013ની છે. આસારામના ગુરુકુળમાં ભણતી પીડિતાની તબિયત ખરાબ હતી. તેને પેટમાં દુખાવો રહેતો હતો. બાબાની જ એક મહિલા સાધ્વી, યુવતીમાં ભૂત પ્રેતનો સાયો છે તેમ કહીને પીડિતાને બાબા પાસે લઇ ગઇ. અને કહ્યું કે તારી પર જે ભૂતનો વાસ છે તેને આસારામ બાપુ દૂર કરી દેશે. 14 ઓગસ્ટ 2013ના રોજ પીડિતાને આસારામ પાસે લઇ જવામાં આવી.

જોધપુર સેશન કોર્ટમાં આરોપો નક્કી કરવામાં આવ્યા હતા. આરોપ પત્રમાં 58 સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે પ્રોસિક્યૂશન તરફથી 44 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. 11 એપ્રિલ 2014થી 21 એપ્રિલ 2014 દરમિયાન પીડિતાએ 12 પેજનું નિવેદન રજૂ કર્યું હતું. 4 ઓક્ટોબર 2016ના રોજ આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

આસારામ હું તારું ભૂત ઉતારી દઇશ કયા ક્લાસમાં ભણે છે પીડિતા બાપુ હું સીએમ બનવા માંગુ છું આસારામ સીએ કરીને શું કરશે મોટા મોટા અધિકારી મારા પગે પડે છે તું બીએડ કર અને શિક્ષકા બન હું તને મારા ગુરુકુળમાં શિક્ષિકા બનાવીશ તે પછી પ્રિસિપાલ પણ બનાવી દઇશ તમારી પર ભૂતની છાયા છે તું રાતે મારી પાસે આવજે તારી પરથી ભૂત ઉતારી દઇશ પીડિતા ઠીક છે બાપુ.

તે પછી પીડિતા ત્યાંથી જતી રહી અને 15 ઓગસ્ટ અને 16 ઓગસ્ટ 2013ની રાત તેને ઝૂંપડીની અંદર બોલાવી. ત્યાં રસોઇયો એક ગ્લાસ દૂધ લઇને આવ્યો. તે પછી આસારામે યુવતી સાથે તે કર્યું જે તેમણે ના કરવું જોઇતું હતું. આરોપ તે પણ છે કે છોકરીના યૌન ઉત્પીડન પછી આસારામે તેને ધમકી પણ આપી હતી.

Advertisement