ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું અવસાન, CDS બિપિન રાવત સાથે હતા,7 દિવસથી હોસ્પિટલમાં હતા..ૐ શાંતિ

8 ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં કુન્નુર નજીક એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું,જેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત,તેમની પત્ની અને અન્ય 11 લોકોના મોત થયા હતા.ગ્રૂપ કેપ્ટન અકસ્માતમાં એકમાત્ર બચી ગયો હતો,જ્યારે અન્ય તમામ મૃત્યુ પામ્યા હતા.બુધવારે આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય સેનાના જવાનોના મોત થયા હતા.જ્યારે વરુણ સિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

Advertisement

પીએમ મોદીએ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.તેમણે કહ્યું,ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે ગર્વ, બહાદુરી અને અત્યંત વ્યાવસાયિકતા સાથે દેશની સેવા કરી.તેમના અવસાનથી હું ખૂબ જ દુઃખી છું.રાષ્ટ્ર પ્રત્યેની તેમની વિપુલ સેવા ક્યારેય ભૂલાશે નહીં.તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના.શાંતિ.’

તમિલનાડુના કુન્નુર હેલિકોપ્ટર અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન થઈ ગયું છે. તેઓ આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. લાંબી સારવાર બાદ તેમનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની સહિત કુલ 13 લોકોના મોત થયા હતા.

આ અકસ્માતમાં ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બચ્યા હતા. તેઓ જીવન અને મોતની જંગ લડી રહ્યા હતા. બુધવારે તેઓ જીંદગીની જંગ હારી ગયા છે. ઈન્ડિયન એરફોર્સે આ અંગે માહિતી આપી છે.આ અકસ્માતમાં અત્યાર સુધીમાં CDS જનરલ બિપિન રાવત અને અન્ય 13 લોકોએ જીવ ગુમાવ્યા છ.IAFએ ટ્વીટ કરતા જાણકારી આપી છે કે બહાદુર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધનની જાણ કરતાં ખૂબ જ દુઃખ થઇ રહ્યું છે, જેઓનું 08 ડિસેમ્બર 21ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થવાથી આજે સવારે નિધન થયું છે. IAF સંવેદના વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવાર સાથે મજબૂતીથી ઊભું છે

ઉલ્લેખનીય છે કે કુન્નુર હેલિકોપ્ટર ક્રેશમાં માત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ બચ્યાં હતાં. હેલિકોપ્ટર ક્રેશ થતાં અને આગ લાગતાં ગ્રુપ કેપ્ટનનું શરીર ગંભીર રીતે દાઝી ગયું હતું અને તેઓની વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જો કે, આજે સવારે જ તેમનું દુ:ખદ નિધન થયું છે. જે વિશે ખુદ IAF એ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

શૌર્ય ચક્રથી કરાયાં છે સમ્માનિત,ગયા વર્ષે એક ફ્લાઈટ દરમિયાન ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના તેજસ ફાઈટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. મિડ એર ઇમરજન્સી હોવા છતાં તેઓએ પોતાનું ફાઇટર પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ કર્યું હતું. જેથી આ સાહસિક કાર્ય માટે તેઓને શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યાં હતાં.

Advertisement