માસિક દરમિયાન આ છોકરો તેની માતા સાથે કરે છે એવું કામ કે,જાણી ને તમારા પણ હોંશ ઉડી જશે….

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે દરેક છોકરીને માસિક ધર્મ વિશે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ પરંતુ હું માનું છું કે છોકરાઓને પણ આ વિશે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ જો જોવામાં આવે તો પુરુષોને માસિક ધર્મ વિશે માત્ર પુસ્તકીય જ્ઞાન હોય છે.

Advertisement

પછી લગ્ન પછી તેને તેની પત્ની પાસેથી માસિક ધર્મ વિશે થોડી વધુ માહિતી મળે છે પરંતુ હજી પણ તેને સંપૂર્ણ જ્ઞાન નથી મળતું આવી સ્થિતિમાં છોકરીઓ જે પરેશાનીઓ સહન કરે છે તે છોકરાઓ માટે સામાન્ય છે કારણ કે તેઓ બાળપણથી જ તેમની માતા અને બહેનને કોઈ સમસ્યા વિના જોતા આવ્યા છે અથવા તો તેઓ તેમની સમસ્યાઓથી અજાણ છે.

મિત્રો આજે આપણે એક સામાજિક બાબત પર વાત કરીશું એ વાત છે માસિક વિશે આમ તો આ સમય હવે શરમ-સંકોચનો નથી રહ્યો તેમાં કઈ ખરાબ નથી આ તો કુદરતી પ્રક્રિયા છે મહિલાનું નામ રાગિણીબહેન છે તેમણે સંતાનમાં એક દીકરો હતો જેનું નામ રવિ હતું દીકરાને બાળપણથી સારા સંસ્કાર આપ્યા હતા દીકરો 12 વર્ષનો થઈ ગયો એટ્લે મહિલા પતિ સાથે ઘર અને ઓફિસ બંને સારી રીતે સાંભળી રહ્યા હતા.

દીકરો સ્કૂલમાં જાય છે ત્યાં ક્લાસમાં એક છોકરી તાવ આવે છે એવું બહાનું બતાવી શાળાએથી રજા લઈ ઘરે જાય છે.આ દીકરો વિચારતો હતો કે આ છોકરીને સવારે તો કોઈ તકલીફ નહોતી અચાનક તાવ કેમ આવી ગયો હશે ચહેરા પર તો એવું કઈ લાગતું જ નથી આ છોકરાએ સાહેબને કાનમાં જઈને કહ્યું અને તેને રજા પણ મળી ગઈ બીજા દિવસે આ છોકરાએ છોકરીને જ પૂછ્યું.

કાલે તાવ આવ્યો હતો તો આજે સારું છે ન છોકરીએ કહ્યું આ વાતમાં તારે રસ ન લેવાનો આ વાત અમારી છોકરીઓની છે એ જ દિવસે માતા રાગિણીબેન પણ ઓફિસથી વહેલા ઘરે આવી ગયા હતા.તેઓ રૂમમાં જઇ સૂઈ ગયા હતા દીકરાએ પૂછ્યું,મમ્મી આજે ઓફિસથી વહેલા ઘરે કેમ આવ્યા થાકી ગયા હોય એમ લાગે છે.

ત્યારે માતાએ કહ્યું હા બેટા થોડોક થાક લાગ્યો છે.દીકરાએ વિચાર્યું મમ્મીને સવારે તો સારું હતું તો અત્યારે મમ્મી કેમ થકી ગયા હશે તે જ સમયે આ છોકરાને સ્કૂલમાં થયેલ ઘટના યાદ આવી ગઈ વિચારે છે કદાચ છોકરીઓની વાત હશે એમ કરી ટીવી ચાલુ કરી ત્યાં મમ્મી રસોઈ બનાવવા જતા હતા એટલામાં દીકરાએ માતાના પાછળના ભાગે ડ્રેસ પર પડેલા લોહીના ટીંપા જોઈ સ્તબ્ધ થઈ ગયો.

ત્યારે દીકરો કહેવા લાગ્યો મમ્મી તું સૂઈ જા હું નાસ્તો બનાવી લઉં,તને લોહી નીકળે છે.આ પહેલા માતાએ આ વિશે બાળકને ક્યારેય વાત નહોતી કરી.માતાએ કહ્યું તું આ અંગે અજાણ છે,હું ફ્રેશ થઈને આવું પછી હું તને સમજાવું છું ત્યાં દીકરો વિચારે છે મમ્મીને ચાલવામાં તકલીફ પડે છે,તબિયત સારી નથી,છતાં પણ મમ્મી અમારા માટે જમવાનું પહેલા વિચારે છે.

અને અત્યારે આરામની જરૂર છે તો આરામ કેમ નથી કરતી આ બધા સવાલોના જવાબ આપવા માટે સામેથી માતા આવે છે માતાએ કહ્યું દરેક સ્ત્રીને આ ચક્રમાંથી દર મહિને પસાર થવું પડે છે જ્યારથી તેના અંગો પરિપક્વ બને ત્યારથી જ સ્ત્રીના શરીર માટે આ પિરિયડ્સ અવિભાજ્ય અંગ બની જાય છે આ પછી જ્યારે માતાની આ બાબતે તબિયત થોડી ખરાબ હોય ત્યારે માતાને ઘરકામ,રસોઈમાં મદદ કરતો હતો.

અને દીકરો માતાને કહેતો મમ્મી,તું અગાઉથી જ કહી દે જે કે મારે કઈ તારીખે રસોઈ બનાવવાની છે.આ વિષય પણ દીકરો અજાણ ન હતો આ પછી દીકરાના લગ્ન થાય છે પત્નીને આ પીડા થાય છે ત્યારે પત્ની કઈ બોલતી નહોતી પરંતુ દીકરો સમજી ગયો અને ઘરનું બધુ જ કામ કરતો જેથી પત્નીને પતિના આ કામ જોઈ પત્ની પણ ખુશ થઈ જતી.

Advertisement