પહેલાં શારીરિક સબંધ બાંધ્યા પછી પોતાનો અંગૂઠો કાપી લોહીથી માંગ ભરી,પછી પતિએ….

ધનબાદમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.જેમાં એક મહિલાએ પોતાના આરોપમાં જણાવ્યું છે કે શહેરના એક યુવકે ૨૦૧૭માં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં પોતાનો અંગુઠો કાપીને લોહીથી તેની માંગ ભરી હતી અને લગ્ન કર્યા હતા.

Advertisement

પરંતુ લગ્ન બાદ બંને વચ્ચે વિવાદ થતા સમગ્ર મામલો કોર્ટ અને પોલીસ સ્ટેશને પોહ્ચ્યો હતો.જ્યાં સમજુતી બાદ બંને ફરીથી સાથે રહેવા લાગ્યા હતા.પરંતુ મહિલાએ પોતાના આરોપમાં જણાવ્યું હતું.

કે તેના પતિના પરિવાર દ્વારા પતિના અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કરી દીધા છે જે ફેબ્રુઆરી મહિનાની અંદર થવાના છે હાલમાં સાસરીયા પક્ષના સભ્યો દ્વારા તેના પતિને ગાયબ કરી દેવામાં આવ્યો છે.

મહિલાના જણાવ્યા અનુસાર જયારે તે પતિને શોધતી સાસરીયા પક્ષમાં પોહચી ત્યારે સાસરીયા પક્ષના સભ્યોએ તેનું ગળું દબાવ્યું હતું અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી ત્યારબાદ મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં સાસરીયા પક્ષના સભ્યો વિરુદ્ધ લેખિતમાં અરજી આપવામાં આવી હતી.

મહિલાએ જણાવ્યું હતું કે દીકરીના જન્મ બાદ સાસરી પક્ષના સભ્યો દ્વારા તેને દહેજને લઈને ત્રાસ આપવામાં આવતો હતો.આથી તે પોતાના પતિ અને દીકરી સાથે ભાડાનું મકાન રાખીને અલગ રહેવા લાગી હતી પરંતુ હાલમાં મહિલાનો પતિ ગાયબ છે.

મહિલાએ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિને શોધવા માટે અપીલ કરી છે.પીડિતાની ફરિયાદના આધારે હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસ દ્વારા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે પતિના ગાયબ થવા પાછળ કોઈ બીજું કારણ છે અથવા કોઈ રહસ્ય છે.

મિત્રો બીજો એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.પતિ અને પત્નીના પવિત્ર સંબંધોને શરમજનક બનાવતો મામલો રાજસ્થાનના જલોર જિલ્લામાંથી સામે આવ્યો છે,જ્યાં પતિએ તેના સાથીદારો સાથે મળીને તેની પત્ની પર ગેંગરેપ કર્યો હતો. જલોર કોટવાલી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પરણિત પુત્રી સાથે બળાત્કાર કરનાર પતિ અને તેના સહકાર્યકરો સામે ફરિયાદ નોંધાવી છે.

પીડિતાનો પતિ સિરોહીના મંદાર ગામે નોકરી કરે છે. પીડિતાને 3 બાળકો છે, અને તે તેના પીહર જલોરમાં રહેતી હતી. 12 જાન્યુઆરીએ પીડિતાનો પતિ આવ્યો અને તેને બાઇક પર લઇને મંદાર ગામ લઈ ગયો.

પીડિતાનો આરોપ છે કે તેને ત્યાં ખુબ માર મારવામાં આવ્યો હતો અને તેણે તેના પગને લોખંડના દરવાજા સાથે બાંધી દીધા હતા. ત્યાં અર્જુનસિંહ, છગ્ના રામ, નારાયણ નશામાં બેઠા હતા. આ પછી તેના પતિ સહિત તમામએ બદલામાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

બીજા દિવસે પીડિતાના માતા-પિતા ત્યાં પહોંચી ગયા હતા અને ઘટના અંગે માહિતી મેળવી હતી. આ પછી, પીડિતાને જલોર પોલીસ અધિક્ષક શ્યામ સિંહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, આ બાબતને ગંભીરતાથી લેતા, પોલીસ અધિક્ષકએ આ કેસ કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધવાનો આદેશ આપ્યો હતો.

જલોરના ડેપ્યુટી એસપી કૈલાશ કુમારે જણાવ્યું હતું કે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તે જ સમયે, તબીબી ટીમ પીડિતના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. ડેપ્યુટી એસપીએ જણાવ્યું કે માતાએ તેની પુત્રી સાથે બળાત્કારનો કેસ નોંધ્યો છે. પીડિતાની સારવાર ચાલી રહી છે અને પીડિતાના નિવેદનો કલમ 161 હેઠળ નોંધાયા છે. પોલીસ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

બળાત્કારના સામાન્ય કેસમાં સખત કેદની સજા સાત વર્ષ કરતાં ઓછી નહીં, પણ જેને આજીવન કારાવાસ સુધી લંબાવી શકાશે, અને સાથે દંડને પાત્ર પણ રહેશે.

376 (2)માં વધુ ગંભીર પ્રકારના બળાત્કારના ગુનાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને નીચે જણાવેલ 1 થી 14 એન સંજોગોમાં જો બળાત્કાર કરવામાં આવે તો તેને સખત કારાવાસ કે જે 10 વર્ષ કરતાં ઓછો ન હોય, કે જેને આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાય તેટલી શિક્ષાને પાત્ર, આજીવન કારાવાસનો અર્થ વ્યક્તિનું બાકી રહેલું કુદરતી જીવન, અને તેની સાથે દંડને પાત્ર ઠરશે.

જે કોઈ પોતે પોલીસ-અધિકારી હોવા છતાં, પોતાના પોલીસ સ્ટેશનની હદમાં, કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર કે પોતાની અથવા પોતાના હાથ નીચેના કર્મચારીની ક્સ્ટડીમાં રહેલી સ્ત્રી પર બળાત્કાર કરે.જે કોઈ જાહેર નોકર હોવા છતાં પોતાની અથવા પોતાના હાથ નીચેના કર્મચારીની કસ્ટડીમાં રહેલી સ્ત્રી પર બળાત્કાર કરે.

સશત્ર દળોનો સભ્ય કે જેને કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જે વિસ્તારમાં ફરજ પર મૂકવામાં આવ્યો હોય ત્યાંની સ્ત્રી પર બળાત્કાર કરે જે કોઈ વ્યક્તિ જેલ, રિમાન્ડ હોમ અથવા જે-તે સમયમાં અમલી હોય તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ અપાયેલા જાપ્તાના અન્ય સ્થળ અથવા સ્ત્રીઓની કે બાળકો માટેની સંસ્થાના સંચાલક અથવા સંસ્થામાં કોઈ અંતેવાસી સ્ત્રી પર બળાત્કાર કરે.

જે કોઈ, હૉસ્પિટલના સંચાલક અથવા કર્મચારી વર્ગનો હોય અને તે હૉેસ્પિટલમાં સ્ત્રી ઉપર બળાત્કાર કરે. સ્ત્રીનાં સગાં, વાલી કે શિક્ષક અથવા એવા કોઈ સ્થાન પર હોય કે જે, તે સ્ત્રીનો વિશ્વાસ કે તેના પર સત્તા ધરાવતા હોય તેની પર બળાત્કાર કરે.

જે કોઈ, કોમી અથવા સાંપ્રદાયિક હિંસાના સમયે સ્ત્રી ઉપર બળાત્કાર કરે. જે કોઈ સ્ત્રી ગર્ભવતી છે તે જાણવા છતાં તેણી ઉપર બળાત્કાર કરે. જે કોઈ સ્ત્રી સોળ વર્ષ કરતાં નીચેની વયની હોવા છતાં બળાત્કાર કરે. જે કોઈ સંમતિ આપવા અસક્ષમ હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે.

Advertisement