પત્ની બોલી BFને કરું છું પ્રેમ,પછી પતિએ કર્યું એવું કામ કે સૌ કોઈ હેરાન….

બિહારના જમુઈથી સામે આવેલી આ કહાણી બોલીવુડ ફિલ્મોથી કંઈ કમ નથી. પ્રેમીની આ કહાનીમાં સસ્પેન્સ, રોમાંસ, થ્રિલર, ઈમોશન બધુ છે. પરંતુ આ કોઈ ફિલ્મી કહાની નથી. પરંતુ રિયલ લાઈફ સ્ટોરી છે. જ્યાં એક પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા. સમાજની સાને થયેલા આ લગ્નમાં પતિએ મોટુ મન રાખી આખો વીડિયો પર બનાવ્યો. પત્નીની પ્રેમી સાથે લગ્ન કરાવવાની આ ઘટના ગયા અઠવાડિયાની છે. પરંતુ તેનો વીડિયો સોમવારે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

Advertisement

આ આખી કહાની સોનો બ્લોકના બલથર ગામના વિકાસ દાસની છે. વિકાસ બેંગલુરુમાં કામ કરે છે. તેના લગ્ન બે વર્ષ પહેલાં શિવાની સાથે થયા હતા. તે તેની પત્ની સાથે એક કંપનીમાં કામ કરતો હતો. એ જ સમયે જમુઈનો એક સગીર પણ કામ કરતો હતો. આ દરમિયાન શિવાનીની તેની સાથે નિકટતા વધી હતી. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ વધ્યો. તેઓ એકબીજાને ગુપ્ત રીતે મળતાં પણ હતાં.

બે શહેરોની વચ્ચે બની પ્રેમની કહાની.વીડિયો અનુસાર પતિનું નામ વિકાસ કુમાર છે. તેની પહેલી પત્નીનું મોત થઈ ચુક્યું છે. વિકાસે શિવાની નામની યુવતીથી બે વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને જમુઈથી બેંગ્લોર આવીને રહેવા લાગ્યા. જ્યાં તે નોકરી કરવા લાગ્યો પરંતુ આ બન્નેની કહાનીમાં થોડા દિવસો બાદ યુવતીના પ્રેમી સચિનની એન્ટ્રી થઈ. જ્યાર બાદ આ સ્ટોરીમાં ટ્વીસ્ટ આવ્યો.
શિવાનીની પાછળ સચિન પણ પહોંચ્યો બેંગ્લોર

આ દરમિયાન શિવાની વિકાસ સાથે દુ:ખી રહીને રહેવા લાગી. પતિને આ વાતનો અહેસાસ થવા લાગ્યો. પછી એક દિવસ તેને સગીર સાથે તેની પત્નીની તસવીર મળી. આ અંગે તેને શંકા જતાં તેણે શોધખોળ શરૂ કરી હતી. એક દિવસ બંને રંગે હાથે ઝડપાઈ ગયાં. ત્યારે પતિએ શિવાનીને ચોખવટ કરવા જણાવ્યું અને પછી તેણે બધી હકીકત કહી.

વિકાસની કડકાઈ પર શિવાનીએ ઝેર પીવાની જીદ શરૂ કરી. ત્યાર બાદ વિકાસે બંનેને એક કરવાનું નક્કી કર્યું અને તેના સગીર પ્રેમીને બોલાવ્યો. ત્યાર બાદ બંનેને સાથે બેસાડીને પૂછપરછ કરી અને લગ્ન કરાવી દીધા. તેણે લગ્નનો વીડિયો પણ બનાવ્યો, જેથી તેને પછીથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. એ જ સમયે શિવાની તેના પ્રેમીને પામ્યા બાદ આનંદથી ઝૂમી ઊઠી હતી. તેણે વીડિયોમાં પોતાની મરજીથી તેની સાથે લગ્ન કર્યાની કબૂલાત પણ કરી છે. હવે બંને સાથે રહે છે. એ જ સમયે પતિ વિદાય લેતી વખતે ભાવુક થઈ ગયો અને કહ્યું – ‘જાઓ, બંને ખુશ રહો. જીવન આનંદથી જીવો.

લગન્ના અમુક દિવસો બાદ શિવાનીના સામાનમાંથી સચિનની તસ્વીર મળી. તે સમયે તો વિકાસે તે તસ્વીર વિશે તેની પુછપરછ ન કરી પરંતુ અમુક દિવસો બાદ સચિન પણ બેંગ્લોર પહોંચી ગયો. જ્યાં તે પોતાના કાકાના ત્યાં રહેવા લાગ્યો અને છુપાઈ છુપાઈને શિવાનીને મળવા લાગ્યો. જ્યારે આ વાતની જાણકારી વિકાસને થઈ તો તેણે શિવાનીને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો અને બન્નેના મળવા પર આપત્તિ પણ દર્શાવી. તેમ છતાં સચિન અને શિવાની મળતા રહ્યા.

વિકાસના આ બીજા લગ્ન હતા. તેની પ્રથમ પત્ની બીમારીથી મૃત્યુ પામ્યા પછી વિકાસે ફરીથી લગ્ન કર્યા, પરંતુ શિવાનીની કહાની જાણ્યા પછી તેણે તેની પત્નીને તેના પ્રેમી સાથે ફરીથી મેળવવાનું નક્કી કર્યું. પોતાની હાજરીમાં તેણે 25 ડિસેમ્બરે પોતાની પત્નીના લગ્ન કરાવ્યા. આ પછી પત્નીને તેના પ્રેમી સાથે ખુશીથી વિદાય આપવામાં આવી હતી.

આખરે વિકાસે લીઘો આ નિર્ણય.શિવાની અને સચિનના પ્રેમની આગળ આખરે વિકાસે જુકવું પડ્યું. તેમણે બન્નેના લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો અને શિવાનીને આ નિર્ણય વિશે જણાવ્યું, જેની તેણે હા પાડી. ત્યાર બાદ બેંગ્લોરમાં જ વિકાસે સચિનને બોલાવીને શિવાનીના લગ્ન કરાવી દીધા. સમાજના સામે થયેલા આ લગ્નનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વિકાસે જ બનાવ્યો છે જે સોમવારે વાયરલ થયો છે.

Advertisement