શું ખરેખર 2022 માં મહિલાઓ સાથે આવું થશે..

મિત્રો આપણા શાસ્ત્રોમાં ચાર યુગનું વર્ણન કરવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. તેમાંથી હાલ કળિયુગ ચાલી રહ્યો છે. દ્વાપર યુગમાં મહાભારતનું યુદ્ધ પૂરુ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા નગરી પરત આવી ગયા હતા. બાદમાં તેઓ થોડા સમય માટે દ્વારિકામાં રહ્યા અને વૈકુંઠ ધામ પરત ફર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, કળિયુગની શરૂઆત 3102 ઇસાપૂર્વ થઈ હતી, એટલે કે લગભગ 5 હજાર વર્ષ પહેલા કળિયુગની શરૂઆત થઈ હતી.

Advertisement

મિત્રો , શાસ્ત્રો અનુસાર ત્રણ યુગ થઈ ગયા. સતયુગ , દ્વાપરયુગ અને ત્રેતાયુગ અને હાલ વર્તમાન સમય મા જે ચોથો યુગ ચાલી રહ્યો છે તેને કળિયુગ તરીકે ઓળખવા મા આવે છે. શાસ્ત્રો મા આ યુગ ને અતયંત ભયજનક યુગ તરીકે ઓળખાવ્યો છે. આ યુગ ને એક કારાગ્રહ તરીકે માન્યતા અપાઈ છે. જ્યા માનવી પોતાના દુષ્કર્મો ને લીધે પૃથ્વી પર અવતરણ પામે છે. આ વિકટજનક યુગ મા ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય હશે જે ચિંતામુક્ત થઈ ને સુખમયી જીવન વ્યતીત કરતો હશે.

શાસ્ત્રો અનુસાર ચાર યુગમાં કળિયુગનું આયુષ્ય સૌથી ઓછું એટલે કે 4,32,000 વર્ષ છે. હાલ કળિયુગનું આયુષ્ય લગભગ 5 હજાર વર્ષ જેટલું થયું છે, એટલે કે હજુ કળિયુગ પુરો થવામાં 4,27,000 વર્ષ બાકી છે. હાલ કળિયુગ તેના પ્રથમ ચરણમાં છે. કળિયુગના અંત એટલો ભયજનક છે કે, જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ.

સમય જેમ-જેમ વીતતો જશે તેમ-તેમ મનુષ્ય ના કદ મા પણ ઘટાડો નોંધાશે. નાના-નાના કારણો ને લીધે મનુષ્ય એકબીજા સાથે વેર માંડી લેશે. વિના કોઈ સંકોચે તેને મારી નાખશે. આ સમય ઘોર કળિયુગ નો હશે કે જ્યા ક્રોધ , વાસના તથા અહંકાર અને ઈચ્છા જેવા વિકારો તેની ચરમસીમા પર હશે. આ સમયે મનુષ્ય મા થી લાગણી નામ નુ તત્વ દૂર થઈ જશે. પ્રેમ અને સ્નેહ જેવો કોઈ ભાવ મનુષ્ય ના હ્રદય મા નહી રહે. મનુષ્ય એક લાગણીવિહીન જીવ બની જશે.

મિત્રો કળિયુગના અંતનો સમય નિકટ આવશે ત્યારે માનવીનું આયુષ્ય ફકત 20 વર્ષ જેટલું જ રહેશે. આ પૃથ્વી પર વસવાટ કરતા તમામ પશુઓ, પક્ષીઓ તથા જીવજંતુઓનો વિનાશ થઈ જશે અને તે પાછળનું કારણ પણ મનુષ્ય જ હશે. કળિયુગના અંતિમ સમયગાળામાં માનવી અને પશુમાં કોઈ પ્રકારનું અંતર રહેશે નહી.

કળીયુગના અંતિમ સમયે વ્યક્તિ 16 વર્ષની વયે વૃદ્ધ થઈ જશે તથા 20 વર્ષની આયુએ તેનું મૃત્યુ થશે. આ પૃથ્વીનો વિનાશ કોઈ પ્રલય, વાવાઝોડું, ભૂકંપ વગેરે જેવી પ્રાકૃતિક આફતોના કારણે નહી પરંતુ, વધતા જતા ગરમીના પ્રમાણ ને લીધે થશે. કળિયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં પૃથ્વી પર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે કે, લોકો માટે સહન કરવું અશકય બનશે.

આ ઉપરાંત એક એવી માન્યતા છે કે જ્યારે પરીક્ષિત રાજા દ્વારા કળિયુગ ને વરદાન અપાયુ હતુ ત્યારે કળિયુગે પણ પરીક્ષિત રાજા ને વચન આપ્યુ હતુ કે જ્યા સુધી તમે આ ધરા પર છો ત્યા સુધી અહી હુ નહી આવુ. પરંતુ , આ પછી ના ૭ મા દિવસે પરીક્ષિત રાજા એક ઋષિ ના પુત્ર ના શ્રાપ ના કારણે મૃત્યુ પામે છે અને કળિયુગ નુ આગમન થાય છે. તો આ કળિયુગ ના અંત સમયે ફક્ત એવા જ લોકો બચી રહેશે જે લોકો પ્રભુ પ્રત્યે ની શ્રધ્ધા મા અતુટ વિશ્વાસ રાખશે.

Advertisement