90 ના દાયકા ની એવી વસ્તુઓ જેને મેળવ્યા બાદ “રાજા બાબુ” જેવી ફીલિંગ આવતી હતી..

90 ના દશકની ભૂલી ગયેલ યાદો જયારે પણ યાદ આવી જાય છે સૌ કોઈના ચહેરા પર હાસ્ય આવી જાય છે આજે સમયની સાથે ઘણું બદલાઈ ગયું છે અને દરેક વસ્તુ ઘણી એડવાન્સ અને આધુનિક થઇ ગઈ છે જેના લીધે લોકોનું જીવન વધારે વ્યસ્ત થઇ ગયું છે એવામાં આજે અમે તમને 90 ના દશકમાં ખુબ જ ફેમસ વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છે આ લેખ વાંચ્યા પછી તમારા ચહેરા પર પણ મોટી સ્માઈલ આવી જશે.

Advertisement

મિત્રો આપણે ઘણી વાર બાળપણ ની યાદો રાખીએ છીએ પરંતુ શું તમને યાદ છે કે તે સમયે કેટલીક વસ્તુઓ રાખવાથી પોતાનામાં સમૃદ્ધ લાગણી કેવી રીતે આવતી હતી દાખલા તરીકે સ્કૂલમાં પેન્સિલનું પેન્સિલ બૉક્સ હોય પોતાની સાઇકલ હોય અથવા ક્યારેક મમ્મી અચાનક ખુશ થઈ જાય અને તેને 20 ચોકલેટ આપે તેના મિત્રો સાથે અને લોકોની સામે ખૂબ જ પ્રેમથી સંભાળવા અને દેખાવ સાથે અમે એવી ઘણી વસ્તુઓની યાદી બનાવી છે જે તે સમયે અમારા માટે લક્ઝરી હતી અને જો અમને તે મળી તો અમે રાજા બાબુ બની ગયા.

90 ના દશકમાં જે બાળક કે વ્યક્તિ પાસે હીરો બ્રાંડની સાઈકલ હોય એ સૌથી અમીર માનવામાં આવતો હતો એ સમયમાં આ સાઈકલનો સામાન્ય દેખાવ પણ ઘણો આધુનિક લાગતો હતો તો એટલાસની સાઈકલ પણ બાળકોમાં ઘણી મશહૂર હતી.

90 ના દશકમાં ભલે રંગીન ટીવી ચલણમાં હતું પરંતુ એની કિંમત એટલી વધારે હતી કે એક સામાન્ય વર્ગના લોકો એ ખરીદી શકતા ન હતા એવામાં એ સમયમાં કોઈ વ્યક્તિના ઘરે બ્લેક એન્ડ વાઈટ ટીવી હોવું અમીરીનું નિશાની માનવામાં આવતું હતું 90 ના દશકમાં આખી ગલીમાં કોઈ એક વ્યક્તિના ઘરે ટીવી હતું અને બધા એ ઘરમાં ભેગા થઇ જતા હતા જેથી દૂરદર્શન પર અલગ અલગ પ્રોગ્રામ અને સમાચાર જોઈ શકે.

આજના સમયમાં એક જ ઘરમાં 4 થી 5 મોબાઈલ હોય છે એ એકદમ સામાન્ય વાત છે પરંતુ 90 ના દશકમાં કોઈના ઘરે લેન્ડલાઈન ફોન હોવો અમીરીની નિશાની હતી આસપાસમાં રહેતા લોકોના ફોન પણ એ લેન્ડલાઇન પર આવતા હતા.

બજાજ સ્કૂટરની સવારી.90 ના દશકમાં બજાજ સ્કૂટર ચાલુ થતા જ ગલીમાં એક અવાજ શરુ થઇ જતો હતો જેનાથી ખબર પડતી હતી કે પડોસમાંથી કોઈની સવારી નીકળી છે એ સમયમાં બજાજ સ્કૂટરને શાનદાર વાહન માનવામાં આવતું હતું જેમાં બેસીને સ્કૂલ જતું બાળક ખુદને રાજકુમારથી ઓછું ના સમજતું.

હેપ્પી બર્થ ડે ટુ યુ.આજે તો મોટી હોટલ કે રેસ્ટોરેન્ટમાં જાણીએ જન્મદિવસ ઉજવવામાં આવે છે જેમાં માત્ર 4 થી 5 જ લોકો ભેગા થાય છે પરંતુ 90 ના દશકમાં ઉજવવામાં આવતા જન્મદિવસ એકદમ ખાસ અને મજેદાર હોતા હતા જેની ધૂમ આખા મોહલ્લામાં થતી હતી એ સમયે જન્મદિવસના 1 દિવસ પહેલા જ તૈયારી શરુ થઇ જતી હતી બેકરી પર કેકનો ઓર્ડર આપવાથી માંડીને નમકીન બિસ્કીટ ટોફી સમોસા અને ફ્રૂટીથી સજાવેલ પ્લેટ દરેક બાળકને ગમતી હતી એ સાથે જ નાચવાનું ગાવાનું અને કલબલાટ જન્મદિવસમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરતું હતું.

હાઈ ક્લાસ હતું ચોકલેટ ખાવી.એ જમાનામાં 5 રૂપિયાની ચોકલેટ ખરીદીને ખાવી એકદમ લગ્ઝરી અને હાઈ ક્લાસ ફેમીલી તરફ સંકેત કરતું હતું કારણકે 90 ના દશકમાં કોઈ પણ સ્કૂલે જતા બાળકને એક રૂપિયાથી વધારે નોહતા મળતા. એવામાં જો કોઈ બાળક ચોકલેટ ખાતા દેખાય તો બધા વિચારતા હતા કે એ બાળક સાચે જ ઘણો અમીર હશે કારણકે એ ચોકલેટ જેવી લગ્ઝરી અને મોંઘી વસ્તુ ખરીદી શકે છે, જયારે બાકી બાળકો ટોફી ખાઈને કામ ચલાવતા હતા.

છોકરીઓ માટે જન્નત હતી બાર્બી ડોલ.90 ના દશકમાં દરેક છોકરી પાસે ડોલ હોવી સામાન્ય વાત નહતી કારણકે એ જમાનામાં બાર્બી ગર્લ જેવી ડોલ ઘણી મોંઘી હતી. એવામાં સામાન્ય આવકવાળા માતાપિતા પોતાના બાળકોને બાર્બી ડોલ ખરીદીને આપી શકતા નોહતા. એટલે એમને સામાન્ય ઢીંગલી ખરીદીને લઇ આપવામાં આવતી હતી. એ સમયે કોઈ છોકરી પાસે બાર્બી ડોલ હોય તો એને ગલી કે સ્કૂલની સૌથી અમીર છોકરીનો ખિતાબ આપવામાં આવતો હતો કારણકે ઘણી છોકરીઓ માટે બાર્બીથી રમવું એક શાનદાર સપનાથી ઓછુ ન હતું.

સોનીનો વોકમેન.અત્યારે તમે તમારા મનગમતા ગીત સાંભળવા માટે મોબાઈલ ફોન વાપરતા હશો, પણ 90 ના દશકમાં ઉછરેલા બાળકો માટે સોની બ્રાંડનો વોકમેન મેળવવું એક પડકાર હતો. એ વોક્મેનમાં રેડિયોથી ગીત વાગતા હતા. જે મેળવવા માટે બાળકોને સો પાપડ વણવા પડતા હતા.

એક ટેપ રેકોર્ડર.90 ના દશકમાં પોતાનો અવાજ રેકોર્ડ કરવા કે કેસેટ નાખીને મનગમતા ગીતો સાંભળવા એકદમ મજેદાર કામ હતું. પણ એ સમયમાં સૌ કોઈ પાસે ટેપ રેકોર્ડર નહતું, એટલે એક જ ટેપ રેકોર્ડરનો ઘણા લોકો ઉપયોગ કરતા હતા.

કેસીઓ બ્રાંડની વોચ.આજકાલ મોબાઈલ પર જ ટાઈમ જોવાનું અને એલાર્મ લગાવવાનું કામ પૂરું થઇ જાય છે. પણ 90 ના દશકમાં કાંડા પર ઘડિયાળ પહેરવી શાનની વાત માનવામાં આવતી હતી. ખાસ તો બાળકોને પરીક્ષામાં સારા માર્કસ આવતા કેસીઓની બ્રાંડની ઘડિયાળ ભેટમાં આપવામાં આવતી હતી.

સ્કૂલના મોંઘા જૂતા.90 ના દશકમાં બાળકોનું જીવન સ્કૂલના મજેદાર પળ સાથે જોડાયેલું હતું, જ્યાં બાળકો પોતાની ઉત્તમ વસ્તુઓ એકબીજાને દેખાડતા હતા. એમાંથી જ એક હતા મોંઘી બ્રાંડના જૂતા, જેમાં બાટા અને લીબર્ટીનું નામ શામેલ હતું. આ બ્રાંડ ના જૂતા જે બાળકના પગમાં હોય, એ આખી સ્કૂલમાં ફેમસ થઇ જતા હતા.

ફેન્સી સ્ટેશનરી વસ્તુઓ.90 ના દશકમાં સ્કૂલ જતા દરેક બાળક નું સપનું હોતું હતું કે એની પાસે એક ઉત્તમ જોમેટ્રી બોક્સ હોય, જેમાં એ ફેન્સી અને નવી સ્ટેશનરી આઇટમ રાખી શકે, પણ એ સમયમાં દરેક બાળકની આ ઈચ્છા ૨ વર્ષમાં એક વાર પૂરી થતી હતી, અને એમાં રહેલ વસ્તુ થોડા જ દિવસોમાં ખરાબ થઇ જતી હતી.

બહારનું ખાવાનું અને આઈસ્ક્રીમ.એ સમયમાં આજની જેમ ગમે ત્યારે બહાર જઈને જમવાન પ્લાન ના બનતો, એના માટે એક મહિના પહેલાથી તૈયારી કરવી પડતી હતી. 90 ના દશકમાં મહીનામાં એક વાર કોઈ ખાસ અવસરે બહારથી ખાવાનું આવતું હતું કે પછી મમ્મી પપ્પા બહાર આઈસ્ક્રીમ ખાવા લઈ જતા હતા. એમાં પણ એક અલગ જ મજા હતી.

પ્લેનમાં બેસવાનું સપનું.90 ના દશકમાં પ્લેન જોઇને એમાં બેસવાનું સપનું દરેક બાળક જોતું હતું, જયારે કેટલાક બાળકોના સપના પૂરા પણ થઈ જતા હતા. એવામાં પ્લેનની યાત્રા કરતું એ બાળક સૌથી અમીર માનવામાં આવતું હતું, જે એકદમ શાનદાર જીવન જીવતો હતો. જોકે, આજે પણ ઘણા લોકો પ્લેનમાં બેસવાનું સપનું જુવે છે, જે એક ને એક દિવસ જરૂર પૂરું કરશે.

ઘરમાં મારુતિ 800 કાર.આજે કોઈ વ્યક્તિ પાસે કાર હોવી મોટી વાત નથી, પણ 90 ના દશકમાં મારુતિ 800 કાર ઘરની બહાર ઉભી હોય એટલે રાજા જેવી ફીલિંગ આવતી હતી. એ સમયે જે વ્યક્તિના ઘરે આ કાર ઉભી હોય, એને ગલી અને શેરીનો સૌથી અમીર વ્યક્તિ સમજવામાં આવતો હતો.

2 રૂપિયાની નોટ, બાળકોની મોજ.એ સમયમાં ૨ રૂપિયાની કિંમત એટલી વધારે હોતી હતી કે જે બાળકને એ મળી જતી હતી, એના પગમાં આખી દુનિયા હોતી. 90 ના દશકમાં બાળકોને સ્કૂલ જતા સમયે 50 પૈસા કે 1 રૂપિયો આપવામાં આવતો હતો. જોકે, જે બાળક પાસે ૨ રૂપિયાની નોટ હોય સ્કૂલમાં એનું માન અલગ જ રહેતું હતું.

વિડીયો ગેમ વાળી અમીરી.આજના સમયમાં એક થી એક ચડીયાતી વિડીયો ગેમ્સ છે, પણ 90 ના દશકમાં આ ગેમ મેળવવી સરળ નહતું. ગલી, મોહલ્લામાં રમતા બાળકોને જયારે વિડીયો ગેમ મળતી હતી, તો એ આખા વિસ્તારમાં પોતાને શહેનશાહથી ઓછો ના સમજતો આજનો સમય ભલે ગમે તેટલો બદલાઈ ગયો હોય ,પણ કેટલીક વસ્તુઓ એવી જ રહે છે. પછી એ કલર ટીવીનો ક્રેજ હોય કે પછી વિડીયો ગેમનો જોશ, 90 ના દશકમાં દરેક વસ્તુ ખૂબસૂરત અને ઉત્તમ હતી

Advertisement