આ વસ્તુ માસિક ધર્મથી લઈને પુરુષ શક્તિ સુધીની સમસ્યાઓનો,જડથી અંત લાવે છે…

મિત્રો આજકાલના ખાવા-પીવાના કારણે લોકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે આજે અમે એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી અનેક બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે તે ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થાય છે.

Advertisement

જેઠીમધ સ્વાદમાં ગળ્યું હોય છે. તે કેલ્શિયમ, ગ્લિસરાઈઝિક, એસિડ, એન્ટિ ઓક્સીડન્ટ, પ્રોટીન અને ચરબી જેવા ગુણોનો ખજાનો છે. એનો ઉપયોગ નેત્ર રોગ, મુખના રોગો, ગળાના રોગો, ઉદરના રોગો, શ્વાસની તકલીફ, હૃદય રોગ માટે અનેક વર્ષોથી થતો આવ્યો છે. તે કફ, વાયુ અને પિત્ત એમ ત્રણેય દોષોને શાંત કરીને બીમારીનો ઇલાજ કરે છે.

તેના રોજિંદા ઉપયોગથી માસિક ધર્મથી લઈને પુરુષ શક્તિ સુધીની સમસ્યાઓ સરળતાથી જડમાંથી દૂર થઈ જાય છે ખાંસી ગળામાં ખરાશ ફોડલી મોઢામાં ચાંદા કે ગળામાં દુખાવો જેવા રોગો પણ ખૂબ જ સરળતાથી મટી જાય છે હા મિત્રો આ એક પ્રકારનો મૂળ છે અને તેને સામાન્ય ભાષામાં લિકરિસ કહે છે.

અડધી ચમચી લીકર પાવડર મધ સાથે સવાર-સાંજ એક મહિના સુધી ચાટવાથી માસિક સંબંધી તમામ રોગો મટે છે દરરોજ અડધો ગ્રામ આનું સેવન કરવાથી બ્લડપ્રેશર વધે છે તેના રોજિંદા ઉપયોગથી પુરુષ શક્તિ પણ ઝડપથી વધે છે અને ગળામાં મીઠાશ પણ આવે છે તે બજારમાં મસાલાની દુકાનો પર સરળતાથી ઉપલબ્ધ છે.

જેઠીમધના કવાથથી આંખ ધોવાથી આંખના રોગો મટે છે. તેના ચૂર્ણમાં સરખા પ્રમાણમાં વરિયાળીનો પાવડર મિક્સ કરીને રોજ સવાર- સાંજ ખાવાથી આંખની બળતરાની તકલીફ દૂર થાય છે. જેઠીમધને પાણીમાં લસોટીને એમાં રૂનું પૂમડું પલાળીને આંખ પર બાંધવાથી આંખની લાલાશ દૂર થાય છે. એટલું જ નહીં જેઠીમધ કાન અને નાકના રોગોમાં પણ લાભદાયી છે.

મોંમા છાલા પડ્યાં હોય ત્યારે જેઠીમધમાં મધ લગાવીને ચુસવાથી રાહત મળે છે. ખાસી અને ગળાની તકલીફમાં જેઠીમધ ચુસવાથી ફાયદો થાય છે. સૂકી ખાંસીમાં કફ ઉત્પન્ન કરવા માટે એની 1 ચમચી માત્રમાં મધની સાથે દિવસમાં ત્રણ વાર ચાંટવું. આનો 20-25 મિલિ ક્વાથ સવાર-સાંજ પીવાથી શ્વાસનળી સાફ થઇ જાય છે. જેઠીમધ ચુસવાથી એડકી પણ મટી જાય છે.

આચાર્ય બાલકૃષ્ણનું કહેવું છે કે મુલેઠી હૃદયરોગમાં પણ ફાયદો કરાવે છે. જેઠીમધનો ક્વાથ બનાવીને 10-15 મિલી પીવવાથી ઉદરશૂલ મટી જાય છે ત્વચાના રોગોમાં પણ લાભકારી ગણાતા જેઠીમધનો લેપ ફોલ્લા પર લગાવવામાં આવે તો એ જલદી પાકીને ફુટી જાય છે. જેઠીમધ અને તલને વાટીને એમાં ધૃત આયુર્વેદિક ઘી મિક્સ કરીને ઘાવ પર લગાવવાથી ઘાવ ભરાઇ જાય છે.

માથાનો દુઃખાવો: માથાના દુખાવાથી પરેશાન વ્યક્તિ માટે જેઠીમધ ખુબ જ ઉપયોગી છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધનો પાવડરના એક ભાગમાં તેના ચોથાભાગનું કલીહારી ચૂર્ણ અને થોડુક સરસવનું તેલ ભેળવીને સુંઘવાથી માથાનો દુખાવો મટે છે.

વાળ વધારવા માટે:જેઠીમધનો ઉપયોગ વાળમાં યોગ્ય પોષણ આપવા અને તેને વધારવા માટે કરવામાં આવે છે. જેઠીમધના કવાથથી વાળને ધોવાથી વાળ ઝડપથી વધે છે. આ રીતે જેઠમધ અને તલનું તેલને ભેસના દુધમાં પકાવીને માથા પર લેપ કરવાથી વાળ ખરવાના બંધ થાય છે.

માઈગ્રેનનો દુખાવો માઈગ્રેનના દુખાવાથી પરેશાન રહેનાર લોકો માટે જેઠીમધ ખુબ જ ફાયદાકારક છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધના પાવડરમાં મધ ભેળવીને નેજલ ડ્રોપની જેમ નાકમાં નાખવાથી માઈગ્રેનના દુખાવાથી રાહત મળે છે.

સફેદ થતા વાળને રોકવા માટે: વાળ સફેદ થવા એક સામાન્ય સમસ્યા છે અને આજના સમયે મોટાભાગના લોકોના વાળ ઉમર થતા પહેલાજ સફેદ થવા લાગે છે. જેથી લોકો ખુબ જ પરેશાન રહે છે. જેમાં જેઠીમધના ઉપયોગથી વાળ ખરવાની અને સફેદ થવાની સમસ્યા રોકી શકાય છે. તેના માટે 50 ગ્રામ જેઠીમધનો કલ્ક, 750 મિલી આમળાનો રસ અને 750 મિલી તલના તેલમાં ભેળવીને પાક બનાવી. નિયમિત રૂપથી આ તેલ પાકના 1 થી 2 ટીપા નાકમાં નાકમાં નાખવાથી ઉમર પહેલા વાળ સફેદ થતા નથી અને વાળ ખરતા પણ અટકે છે.

આંખોના રોગમાં: આંખોમાં બળતરા અથવા આંખો સાથે જોડાયેલા રોગો થાય ત્યારે જેઠીમધનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. એટલા માટે જેઠીમધના ઉકાળાથી આંખો ધોવાથી બળતરા મટે છે અને આંખોનો રોગ મટે છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધ પાવડર માત્રામાં વરીયાળીનું ચૂર્ણ ભેળવીને તે ચૂર્ણનું સેવન કરવાથી આંખોની બળતરા ઓછી થાય છે અને આંખોની રોશની વધે છે.

આંખોની દરેક સમસ્યાના આંખો આવવી જેઠીમધના ઔષધીય ગુણ આંખો આવવા પર તેનો દુખાવો, બળતરા જેવા લક્ષણોથી આરામ મેળવવામાં ખુબ જ મદદ મળે છે. જેઠીમધને પાણીમાં વાટીને તેમાં રૂનું પોતું પલાળીને આખો પર બાંધવાથી આંખોની લાલિમા ઓછી થાય છે.

ગળું બેસી જવું: ક્યારેક ક્યારેક ગળામાં સંક્રમણથી ગળું બેસી જાય છે તો એવી સ્થિતિમાં અવાજ ભારે થઇ જાય છે અથવા અવાજ પણ બેસી જાય છે. આ સમયે જેઠીમધને મોઢામાં નાખીને ચુસતા રહેવાથી ગળું બેસવાની સમસ્યાથી આરામ મળે છે. જેઠીમધ સુચવાથી ગળાના ઘણા રોગોમાં જલ્દી ફાયદો મળે છે.

ખાંસી કે સુકી ખાંસી અથવા ઉધરસ: જેઠીમધ મોઢામાં રાખીને ઘણા સમય સુધી સુચતા રહેવાથી ખાંસીથી આરામ મળે છે. જો તમને સુકી ઉધરસ છે તો 1 ચમચી જેઠીમધને મધ સાથે ભેળવીદિવસમાં 2 થી ૩ વખત ચાટીને ખાવાથી તેમજ જેઠીમધનો ઉકાળો બનાવીને 20 થી 25 મિલી માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી જેઠીમધનો બધો જ ફાયદો મળે છે.

Advertisement