ડોક્ટર ને પૂછ્યા વગર આ શરદી ઉધરસ માટે આ ગોળીઓ લેતા હોય તો સાવધાન..

ઓમિક્રોને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ગભરાટ ફેલાવ્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટ, જે દક્ષિણ આફ્રિકાથી ઉદ્દભવ્યું છે, તે દેશમાં પણ સતત તેના પગ ફેલાવી રહ્યું છે. દેશમાં તેના દર્દીઓ વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસ 3.74 કરોડને વટાવી ગયા છે. જેમાં અત્યાર સુધીમાં 4.86 લાખ લોકોના મોત થયા છે.અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં હાલ ઉમેરો થઈ રહ્યો છે. જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

Advertisement

આવનાર દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે નજીવો તાવ કે શરદી ખાંસી હોય તો પણ ઝડપથી સાજા થઈ જવાની લ્હાયમાં જાતે દવા લેવી નહિ. ડોકટરની સલાહ વગર લેવાતી દવાઓથી કિડની અને લીવરની તકલીફ થઈ શકે છે. આ અંગે નિષ્ણાતો શું કહી રહ્યા છે તે જોઇએ.કોરોનાના દિન પ્રતિદિન કેસમાં ઉમેરો થઈ રહ્યો છે. એજીથ્રો માઇસીન, લિવો સેત્રરીજિન જેવી દવાઓની માંગમાં 25થી 30 ટકાનો વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે અમુક વાર લોકો સામાન્ય શરદી ખાંસી અને તાવ જેવા લક્ષણો જણાતા ઘણીવાર લોકો જાતે ડોક્ટર બની દવાઓ દવાની દુકાનેથી લઈ લેતા હોય છે. પરંતુ આવી દવાઓનું સેવન કરવાથી મુશ્કેલીઓ વધી શકે છે. ડૉક્ટર્સની સલાહ વગર દવા લેવાથી લીવર અને કિડની પર અસર થઈ શકે છે.કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલએ જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. ઓમિક્રોનમાં મૃત્યુ દર ઓછો છે એટલે લોકો ઘરે રહીને જ ટ્રીટમેન્ટ લઈ સાજા થઈ રહ્યા છે. જે એક પોઝિટિવ બાબત છે.

તમને જણાવી દઈએ કે હાલમાં એજીથ્રો માઇસીન, લિવો સેત્રરીજિન, ડોલો, લીમસી જેવી દવાઓની માંગમાં 25થી 30 ટકાનો વધારો થયો છે.તેમણે વધુમાં જણાવ્યુ કે, મલ્ટી વિટામિનની દવાઓની પણ માંગમાં વધારો છે. જોકે, ઘણીવાર લોકો જાતે દવાઓ લઈ લે છે તે યોગ્ય નથી. મને જાણકારી મળી છે, તે પ્રમાણે એજીથ્રો માઇસીન દવા એ ભૂખ્યા પેટે લેવાની અને દિવસમાં એકવાર લેવાની દવા છે જેની જગ્યાએ લોકો દિવસમાં બે બે વાર દવાઓ લઈ લે છે. જે સ્વાસ્થ માટે હનીકારક છે. આવી દવાઓ વધુ પડતી લેવાથી તેની સીધી અસર લીવર અને કિડની પર પડે છે.

Advertisement