હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ તારીખથી ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડીની થશે શરૂઆત…

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ પડ્યો છે. ત્યાર બાદ હવે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યમાં હવે દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે મોટા ભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતા પણ ઓછું નોંધાયું જેથી લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડ્યો છે. જોકે આવનારા સમયમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધુ ઘટી શકે છે.

Advertisement

એટલે કે આગામી દિવસોમાં ઠંડી વધવાની પુરી શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ઠંડી વધવાની છે. 28 જાન્યુઆરી સુધી ઠંડીનું પ્રમાણ આવુંજ રહેશે અને તેમા પણ 2 થી 3 ડિગ્રી હજુ ઘટવાની શક્યતાઓ છે. આજે અમદાવાદ શહેરનું તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું જેથી કહી શકાય કે અહીયા પણ લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ગાંધીનગરમાં તો માત્ર 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવેલા પલટાને લીધે લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાયો હતો. જેના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી ગરમી અને ઉકળાટનો વર્તારો અનુભવાયો હતો. પરંતુ આજે અચાનક વહેલી સવારથી જ ઠંડો પવન અને શીત લહેર પ્રસરતા અમદાવાદ સહિત રાજ્યના નાગરિકો ધ્રૂજી ઊઠયા હતા. અમદાવાદ શહેરમાં આજે ઠંડીનું મોજું ફ્રી વળ્યું હતું દિવસ દરમિયાન પણ ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતા. મોડી સાંજથી શહેરમાં ગાત્રો થીજવતી ઠંડીમા લોકો તોબાહ પોકારી ઊઠયા હતા. આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં હાડ થીજવતી ઠંડી પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે.

સૌથી ઓછું તાપમાન કચ્છમાં નોંધાયું છે. કચ્છમાં આજે 6 ડિગ્રીનું તાપમાન નોંધાયું છે ઉપરાંત આવનારા દિવસોમા અહીયા ઠંડીનું પ્રમાણ વધશે. વડોદરામાં આજે 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટમાં આજે 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં ઠંડીનું પ્રમાણ 12.9 ડિગ્રી નોંધાયું છે તો બીજી તરફ સુરતનું તાપમાન પણ 11 ડિગ્રી નોંધાયું છે. જાન્યુઆરીની શરૂઆતથીજ રાજ્યમાં દિવસેને દિવસે ઠંડી વધી રહી છે. તેમા પણ હવે તો આવનારા સમયમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. જેથી લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવન ફૂંકાવાના કારણે બાળકો, પ્રેગ્નેન્ટ મહિલા તથા કોમોર્બિડ વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા કહેવાયું છે. ઠંડીમાં શક્ય હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. એક લેયરના ભારે અને ટાઈટ કપડા પહેરવાની જગ્યાએ ઉનના એકથી વધુ લેયરના ખુલ્લા કપડા પહેરવા જોઈએ. તમારા હાથ, ગરદન, માથું અને પગને કવર કરીને રાખો.

રવિવારે ઉત્તર ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન ફૂંકાવાનું ફરી શરૂ થયું હતું. પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે રાત્રીનું તાપમાન સાડા 7 ડિગ્રી ઘટ્યું હતું. જ્યારે દિવસનું તાપમાન પોણા 5 ડિગ્રી સુધી ઘટ્યું હતું. જેને લઇ ઠંડીનો પારો 11 થી 13.3 ડિગ્રીની વચ્ચે, જ્યારે દિવસનો પારો 21 થી 22 ડિગ્રી વચ્ચે રહ્યો હતો.આગામી 72 કલાકમાં ઠંડી 2થી 4 ડિગ્રી વધશે. આ સાથે 48 કલાક સુધી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાશે. જેને લઇ ચારેય જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.

Advertisement