જાણો ગુજરાત માં ત્રીજી લહેર ની અંત ક્યારે?,

કોરોના વાયરસ દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાને નાથવા મોટા પ્રમાણમાં વેક્સીન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી લહેરમાં કોરોનાનું ડબલ મ્યૂટેન લોકો માટે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે. લોકો કોરોના ક્યારે જાય તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યાં છે ત્યારે ભારતના નિષ્ણાંતે જણાવ્યું છે કે, કોરોના વાયરસ ક્યારે વિદાય લેશે.

Advertisement

ગુજરાતમાં કોરોનાના કેસ હજુ વધવાની ભીતિ છે. 9 દિવસ પછી ગુજરાતમાં દૈનિક કેસ 50,000 ને પાર થઈ શકે છે. આવામાં બેંગલુરુ સ્થિત IISc સંસ્થાનો કોરોના અંગેનો રિપોર્ટ ભારે ચોંકાવનારો છે આ રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી થર્ડવેવ ખતમ થઈ શકે. થર્ડ વેવના અંતે દોઢ વર્ષના સૌથી વધુ કેસ નોંધાઈ શકે પોઝિટિવિટી રેટ 8.31 ટકા થયો ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

મેડજીનોમ લેબ્સ લિમિટેડમાં સંક્રામક રોગોના પ્રમુખ વૈજ્ઞાનિક ડો.ગુનિશા પસરિચાએ જણાવ્યું છે કે દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ક્યાં સુધી રહેશે. ડો.ગુનિશાએ જણાવ્યું હતું કે, રસી અંગે જે પણ રિસર્ચ કરવામાં આવ્યા છે તેમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓમાં રસી મૂકાવ્યા બાદ ક્લોટિંગની સમસ્યા જોવા મળી છે. પરંતુ મારું માનવું છે કે દેશમાં 25-40 વર્ષના લોકોને પણ કોરોનાની રસી મળવી જોઈએ. જો કે કેન્દ્ર સરકારે હવે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને 1 મેથી રસી આપવાની જાહેરાત કરી છે.

સરકારી રિપોર્ટ મુજબ ચોથી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં પોઝિટીવિટી રેટ 2.40 ટકા હતો, જે વધીને 10 જાન્યુઆરીએ 8.31 ટકાએ પહોંચ્યો છે. તેવામાં બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ ઈન્ડિયન સ્ટેટેસ્ટિકલ સેન્ટરના ઈન્ટેલિજન્સના ઓમિક્રોન પ્રોજેક્શનના તારણથી ચિંતા વધી છે. રિપોર્ટ પ્રમાણે આગામી 9 દિવસ પછી 21થી 27 જાન્યુઆરી વચ્ચે દૈનિક કેસ 50,000ને પાર જવાના શક્યતા છે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનને કારણે ઉદ્દભવેલી વેવની મેથડોલોજીના નિષ્ણાતોએ આકલન બાંધ્યુ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોના વાયરસના નવા સ્ટ્રેનમાં અમને નવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. જેમ કે પેટમાં દુખાવો, ઝાડા થવા, બેચેની, હાડકચર તાવ, આવું એટલા માટે થાય છે કારણ કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન અનેક વાયરસોનું મિશ્રણ છે.

રાજ્યના આરોગ્ય વિભાગના તજજ્ઞોના કહેવા મુજબ ઓમિક્રોનની એન્ટ્રીના 41 દિવસોમાં છેલ્લા 15-17 દિવસોમાં જ દૈનિક કેસમાં ઉછાળો નોંધાયો છે. છેલ્લા રિપોર્ટ મુજબ ઓમિક્રોનના હળવા લક્ષણો હોવાથી હોસ્પિટલાઈઝેશનનો દર અત્યંત નીચો છે. ઝી 24 કલાક વારંવાર લોકોને અપીલ કરી રહ્યું છે કે, ઓમિક્રોનથી ડરવાનું નથી, માત્ર સાવચેત રહેવાનું છે.

સાવચેતી સાથે ઓમિક્રોન સામે લડવાનું છે અને નિયમો પાળીને જીતવાનુ છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

ગુનિશા પસરિચાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ માટે હાલ જે રસી આપવામાં આવી રહી છે તે બધી ખુબ પ્રભાવશાળી છે. આ તમામ રસી 60-70 ટકા સુધી પ્રભાવશાળી છે. રસી લીધા બાદ ચેપ લાગવાનું જોખમ ઓછું રહે છે. રસી ના લેનારાના તમારા શરીર પર સંક્રમણની અસર વધુ રહે છે.

બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આ ફેરફારો 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે. અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર,ગાંધીનગર શહેર સહિત આણંદ શહેર અને નડિયાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

Advertisement