જીવનમાં આવા કામ કરનારા લોકો મૃત્યુ પછી નરકના સહભાગી છે,જાણો….

આ પૌરાણિક જીવનમાં માણસે કરેલા કર્મોના આધારે મૃત્યુ પછી સ્વર્ગ અને નર્કનો માર્ગ ખુલે છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે મૃત્યુ પછી વ્યક્તિના કાર્યોનો હિસાબ કેવી રીતે થાય છે ગરુડ પુરાણમાં કેટલાક કર્મોને એટલા મોટા પાપ તરીકે ગણવામાં આવ્યા છે કે જે તેને કરે છે તેને નરકની યાતનાથી કોઈ બચાવી શકતું નથી.હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જુનો ધર્મ માનવામાં આવે છે.

Advertisement

અમુક લોકો તેને સનાતન ધર્મના નામથી પણ ઓળખે છે. ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિને તેના કર્મો અનુરૂપ ફળ મળે છે.હિન્દુ ધર્મમાં પણ દેવતાઓને રૂપ માનવામાં આવેલ છે. બ્રહ્માજી જેમણે સૃષ્ટિના રચયિતા માનવામાં આવે છેજેમણે કર્તવ્ય અને જીવનની અવધારણા આપેલી છે. ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહારનાં રૂપમાં ઓળખવામાં આવે છે. જેમણે પોતે જીવનના સારા-ખરાબ કર્મો અને ધર્મથી ચાલવામાં આવતા માર્ગની દેખરેખ રાખવાની જવાબદારી લીધી છે. ભગવાન શંકરને વિનાશનાં દેવતા કહેવામાં આવે છે.

જ્યારે સૃષ્ટિમાં પાપ વધારે વધી જાય છે, તો તેને ખતમ કરવા માટે નવી રીતે શરૂઆત કરવાની વાત કરવામાં આવી છે.આ લોકો નરકના ભાગીદાર છે.સ્ત્રીનું ક્યારેય અનાદર ન કરો તેની ઓળખ સાથે રમત ન કરો મહાભારત કાળમાં કૌરવોએ પણ આ જ ભૂલ કરી હતી અને તેમના વિનાશનો નિર્ણય લીધો હતો આવી વ્યક્તિઓને પૃથ્વી પર નિષ્ફળતા સહન કરવી પડે છે ભ્રૂણ નવજાત અને ગર્ભવતીની હત્યા ગંભીર પાપ માનવામાં આવે છે

આવી વ્યક્તિના મૃત્યુ પછી ઘણું દુ:ખ થાય છે તેથી ભૂલીને પણ આવા પાપ ન કરો.જેઓ નબળા અને ગરીબોનું શોષણ કરે છે અને તેમની મજાક ઉડાવે છે તેમને પણ નરકની યાતનાઓ ભોગવવી પડે છે મહેમાનનું અપમાન કરવું તેને ઘરેથી ભૂખ્યો મોકલવો એ પણ પાપની શ્રેણીમાં આવે છે આ સિવાય પોતાના સુખ માટે બીજાની ખુશી છીનવી લેનાર પણ દોષિત કહેવાય છે.

જે લોકો પાપનાં સામ્રાજ્યમાં રહે છે અને લોકોને કષ્ટ આપે છે, પોતાને લીધે તે હંમેશા અન્ય લોકોને દુઃખ આપતા હોય છે ભગવાન તેમને ક્યારેય પણ માફ કરતા નથી. અહીંયા અમે તમને કલિયુગનાં ૧૭ પાપો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરનાર વ્યક્તિ સીધો નર્કમાં જાય છે. તેને વૈતરણી નદીની આગમાંથી લઈ જવામાં આવે છે. વળી તેઓ ઈચ્છે છે કે તેની આગમાં તેઓ પોતાના કરેલા પાપોને ધોઈ લે.

તો ચાલો જાણીએ કે તે ૧૭ પાપ ક્યાં છે, જે સીધા આપણને નરકમાં લઈ જાય છે.જે લોકો ઈશ્વરની સેવામાં જોડાયેલા રહેલા એક બ્રાહ્મણ ની હત્યા કરે છે, જે હંમેશા નશાની હાલતમાં રહે છે, પવિત્ર કસમ અને વચન તોડવા વાળા તથા ભ્રુણ માં રહેલા બાળકને મારવાવાળા નર્કમાં જવાથી બચી શકતા નથી.એક મહિલાની હત્યા કરવી ખુબ જ મોટું પાપ માનવામાં આવે છે.

જ્યારે પણ કોઇ મહિલાની હત્યા કરે છે તો અને ખાસ કરીને જ્યારે તેની અંદર વધુ એક જીવ વિકાસ પામી રહ્યો હોય તો તે વ્યક્તિને નર્કમાં જવાથી કોઈ રોકી શકતું નથી. કોઈ મહિલાને ઈજ્જત સાથે છેડછાડ કરવા વાળા અને જે લોકો ઉભા રહીને આ બધું જોવે છે, તેઓ પણ પાપના ભાગીદાર બને છે અને આવા લોકો પણ નર્કમાં જવાથી બચી શકતા નથી.

કોઈની સાથે વિશ્વાસઘાત કરવાવાળા અને ઝેર દઈને હત્યા કરવા વાળા લોકો પણ નર્કમાં જતા હોય છે પવિત્ર સ્થાન પર ગંદા કામ કરવાવાળા, સારા લોકોને દગો આપવાવાળા, કોઈના અહેસાન નાં બદલામાં તેને અપશબ્દો અને તેનો દુરુપયોગ કરવા વાળા, ધાર્મિક વેદો, પુરાણો તથા સ્ત્રીઓનાં અસ્તિત્વ પર સવાલ ઉઠાવવા વાળાને પણ નર્ક જવાથી કોઈ બચાવી શકતું નથી

જેના મનમાં અસહાય લોકો માટે દયા ભાવના નથી અને જે કમજોર લોકોને પરેશાન કરે છે તેઓ પણ સીધા નરકમાં જાય છે જાણી જોઈને કોઈ ભુખ્યાને ભોજન અને પાણી ન આપનાર તથા ઘરમાં આવેલા મહેમાનને કંઈ પણ ભોજન કરાવ્યા વગર ભગાડી દેનાર લોકો પણ નર્કમાં જાય છે.

કોઈને આપવામાં આવેલ સામાનને છીનવી લેનાર, આપવામાં આવેલ દાન પર પસ્તાવો કરનાર, પોતાના સ્વાર્થ માટે કોઈપણ વ્યક્તિની આજીવિકા છીનવી લેનાર પણ સીધા નર્કમાં જાય છે જે ભગવાનની સેવા છોડીને શરાબ અને માંસનાં વેચાણનું કામ કરે છે તથા જે પતિ અથવા પત્ની સિવાય અન્ય કોઈ સાથે સંબંધ બનાવે છે, તે પણ નર્કમાં જાય છે વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈપણ જાનવરની બલી આપનાર પણ સીધા નરકમાં જાય છે.

રાજા ની પત્ની, કોઈ મહાન વ્યક્તિની પત્ની અને એક જ પરિવારની મહિલા પ્રત્યે જે ખરાબ વિચારે છે, સાથોસાથ જે યુવાન યુવતીઓને તેમના જ્ઞાન અને ઈચ્છા વિરુદ્ધ કોસૅ છે તેણે પણ નરકમાં જવું પડે છે ખોટી જુબાની આપવા વાળા, પોતાના ખરાબ કર્મો દ્વારા કોઈ નિર્દોષને મુસીબતમાં મુકવા વાળા, ખરાબ લોકોની સચ્ચાઈની જાહેરાત કરવા વાળા પણ સીધા નરકમાં જાય છે પ્રકૃતિનાં વૃક્ષ, વન અને પાકને કાપીને નુકશાન પહોંચાડનાર તથા પ્રકૃતિનાં જન્મ આશ્રયોને નષ્ટ કરનાર વ્યક્તિ નરકમાં જાય છે.

એક વિધવા ની પવિત્રતાને નષ્ટ કરવા વાળા અને લગ્નની સીમાઓને તોડવા વાળા પણ ભગવાનની જ નજરમાં એક સમાન ગુનેગાર માનવામાં આવે છે પતિ અથવા પત્ની તથા બાળકો પર હુમલો કરવા વાળા તથા તેમની આવશ્યકતાઓની ઉપેક્ષા કરવા વાળા પોતાના પૂર્વ જન્મને ધ્યાનમાં ન લેવા વાળા લોકો પણ સીધા નરકમાં જાય છે જેની અંદર શિવ, વિષ્ણુ, સુર્ય, ગણેશ અને માં દુર્ગા માટે ભય નથી અને જે તેમની પુજા ન કરીને તેમનો અનાદર કરે છે, તેઓ પણ સીધા નર્કમાં જાય છે.

જે લોકો કોઈ મહિલાને બદનામ કરવાના ઇરાદાથી તેને શરણ આપે છે અને ત્યારબાદ તેની સાથે અપરાધ કરે છે, તે ખુબ જ મોટા પાપી હોય છે. ઝુનુન અને બળજબરીથી મહિલાના માસિક ચક્ર દરમિયાન તેની શ્રદ્ધાને તોડવાની કોશિશ કરવાવાળા પણ પાપી હોય છે અને તેને નરકમાં જવાથી કોઈ બચાવી શકતું નથી જે પણ શરીરને પવિત્ર અગ્નિ, પવિત્ર જળ, બગીચા અથવા ગૌશાળામાં ફેકે છે, તેને નરકમાં યમ દ્વારા સજા આપવામાં આવે છે.

Advertisement