ખેડા જીલ્લોનો ક્ષત્રિય મહિપતસિંહ ચૌહાણ.

હું આજે તમારી સમક્ષ એવી એક મહીયાતી લયને આવ્યો છું જે એક એવા વ્યક્તિ વિષે જેને પોતાની નાની એવી ઉમર માં સરપંચ અને અન્યાય સામે લઢનાર પહેલો એવો સાવજ.ખેડા જીલ્લો એના ખમીર માટે પંકાયેલો છે,ખેડા જિલ્લા નો નાનો એવો તાલુકો એટલે વસો, આ નાના તાલુકા માં નાનું એવું ગામ એટલે લવાલ ગામ અને એ ગામનો સાવજ , સિંહ ,જેનો અવાજ સાંભળો ને ખબર પડી જાય કે જ્યાં અન્યાય થતો હોય , જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય કે કોઈ ને ન્યાય ની જરૂર હોય, મોબાઇલ માં રોજ કોઈક બાબતે ફેસબુક લાઈવ ના માધ્યમ થી ખેડા જિલ્લા ના કઈક કેટલાય સારા કામો કરનાર, કેટલાય લોકો નો હીરો ને મારો મનગમતો માણસ એટલે મહીપત સિંહ ચૌહાણ.એમના અંગત જીવન વિશે તો વિશેષ જાણતો નથી,

Advertisement

પરંતુ કોઈ કંપની માં સારા એવા ઉચ્ચ હોદ્દા નો ત્યાગ કરી ગામના સરપંચ થી પોતાની કારકિર્દી શરૂ કરનાર આ બુલેટ રાજા ને એમના સરપંચ કાળ થી ફોલો કરતો આવ્યો છું, આણંદ જિલ્લાનુ દલાપુરા મા મોટા ખાડા નુ ફેસબુક લાઈવ જોયેલું પછી રસ પડ્યો , અઢળક લાઈવ જોયા, કોઈ ફિલ્મ જોવી એના કરતા ,ખુલ્લા રોડ ઉપર ૫૬ ઈંચ ની છાતી સાથે નીકળતા આ સિંહ ને જોવાની મજા કંઇક અલગ છે.આમતો ના કહેવું જોઈએ, પણ આ માણસ ની અડફેટે ચડવું એટલે તમારા છોતરા નીકળી જાય,ખુલ્લે આમ બોલવું ,ડર કોઈ જ બાબત નો નહિ,પેલી કહેવત યાદ આવી જાય ” જનની જણ તો આવા સિંહ ને જન્મ આપજે કા વાંઝણી રહેજે ” માણસ જ એવા છે કે કહેવત ને બદલવી પડી,સાચા અર્થ માં સિંહ ના કાળજા વાળા આ સિંહ ને તમે ઓળખતા જ હશો પરંતુ મારા ફેસબુક વોલ ની શોભા વધારવા આનાથી વિશેષ વ્યક્તિત્વ હોઈ ના શકે,

આ ભાઈ પર કઈ કેટલાય કેસો ખોટા કરવામાં આવ્યા હશે પણ આ માણસ ડરતો કેમ નથી? મને તો આ સવાલ થાય છે યાર, વચ્ચે રોડ ખાતું અડફેટે ચડ્યું તો બધા જ રોડ ની મુલાકાત, અને રોડ પણ સુંદર બન્યા, સ્વચ્છતા ની ઝુંબેશ માટે કેટલીય કચરાપેટીઓ ગામડે ગામડે મૂકી, કોઈ બીમાર અને ગરીબ વ્યક્તિ હોય તો એનું ફેસબુક લાઈવ કરી દાન માંગી લેવાનું , એક વાત સમજો કે પોતના માટે સૌ માંગે પણ આ વીરલો તો બીજાઓ માટે માંગે છે, આમતો મને એના વિડિયો જોઈ કોઈ ગરીબો નો મસીહા થી કમ નથી લાગતો આ માણસ..અંબાજી જતી વખતે અકસ્માત મા ઘાયલ થયેલ એક વ્યક્તિ ને પોતાની ગાડી માં નાખી લઈ જઈ સારવાર ના કરનાર ડોકટર ને અને હોસ્પિટલ ના કારણે ત્યાં પણ પોલીસ કેસ બન્યો હતો.

તોય બીવાનું નહિ, શોશ્યલ મીડિયા ની તાકાત ને સુપેરે જાણતા આ માણસ ને ગુજરાત આખું ઓળખે છે,ગુજરાત સર્વ સમાજ સેના ના સ્થાપક છે, અને ફેસબુક થી જ એ વ્યક્તિ એ આખી સેના તૈયાર કરી હોય એવું મારું માનવું છે, અત્યારે પાછું એક નવું ફેસબુક લાઈવ ચાલે છે, કામદારો માટે નું ૩૪૦ અને ૮ કલાક નો કઈ કેટલાય ફેકટરી ઓ માં થતા કામદારો શોષણ નો ભોગ બનતા હતા, વ્યક્તિગત વિરોધ માં નોકરી માંથી હાથ ખંખેરવા પડે એટલે સંપર્ક કરે ૨૪ × ૭ નો એટલે કે આખું અઠવાડિયું અને ૨૪ કલાક ટુંક માં ગમે ત્યારે આ માણસ નો સંપર્ક થાય અને પહોંચી જાય આ માણસ એની હિંમત અને મોબાઇલ સાથે, લોકો ને સમજે સાચા અર્થ માં હોય તો અન્યાય કરનાર ની પીપુડી વાગી જાય, હવા નીકળી જાય, જબરા શબ્દો હોય છે લાઈવ માં.આમતો ઘરે ઘરે જાણીતા.

આ વ્યક્તિ વિશે અમુક વાતો તો લખવાની રહી ગઈ છે, વધારે જાણવું હોય તો મહિપતસિંહ ચૌહાણ આ નામ પર સર્ચ કરજો, મારી જેમ તમે પણ બિગ ફેન બની જશો, કોઈ હીરો હિરોઈન ના બિગ ફેન બનવું , ક્રિકેટર ના બિગ ફેન બનવું , એ ગમતી વસ્તુ હોઈ શકે છે પરંતુ આ વીરલાઓ ના બિગ ફેન બનવું એ ગર્વ ની વાત હોય છે,ભવિષ્ય માં તો આ માણસ પર પુસ્તકો લખાશે, કોઈ મોટો રાજકીય નેતા હશે, અને આનાથી વધારે કામ સારા કરશે એવો અટલ વિશ્વાસ છે, અમુક અમુક જગ્યા એ થોડું તોછડાઈ વાળું લખું છું કારણ કે આ માણસ મને મારો લાગે છે, વ્યક્તિ પૂજા નથી,આ વિચારો ની પૂજા છે, એક વાર પણ ના મળેલ વ્યક્તિ પોતાનો લાગે એ જ સાચી લાગણી,મેતો કંઇજ લખ્યું નથી.

આ માણસ ને માણવો હોય તો સર્ચ બટન માં જઈ જુઓ, તમારી હિંમત પણ ખુલી જશે, અને તમે પણ બળવાન બની જશો, આ યુવાન વિશે એક લીટી માં લખું તો ” ૫૬ ઈંચ ની છાતી વાળો સિંહ ” એટલે ખેડા જિલ્લા નો વીર સપૂત મહિપતસિંહ ચૌહાણ એક એવા વ્યક્તિ છે જે પહેલા કલકતા ખાતે નોકરી કરતા હતા. જેમનો પગાર રૂ.70 હજાર હતો. આ નોકરીને તેને ઠુકરાવી અને પોતાના વતન વસો તાલુકાના લવાલ ગામમાં પરત ફરી સરપંચની જવાબદારી સાંભળી. તેમની ઉમર 31 વર્ષની છે. તેઓ ગામમાં આવતા ત્યાતે ગામની સ્થિતિથી તેઓ ગુંગળાતા હતા. અને માટે તેમણે નક્કી કર્યું હતું કે જો ગામનો વિકાસ કરવો જ હશે તો સરપંચ બનવું જ પડશે.હાથમાં સાવરણો લીધો :ક્યારેય વિચાયું કે જોયું છે કે કોઈ સરપંચ હાથમાં સાવરણી લે ? આમને પહેલું જ કામ ઉકરડા દૂર કરીને ગામની સફાઈ કરી હતી. અને એક ખાસ બાબત તો એ હતી કે, સરપંચ પોતે સાવરણો લઈને ગામ સાફ કરવા લાગ્યા. તેમની સાથે સાથે 150 યુવકો પણ જોડાયા હતા. ખુબ જ સારી વાત એ પણ હતી કે ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા હતા.

દીકરીઓને માટે કર્યો આ લાભ :ગામમાં જે ઘરે દીકરી જન્મે તેમને રૂપિયા 1000 નું પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું. આમ ગામના આ યુવાન સરપંચ મહિપતસિંહ ચૌહાણ દ્વારા આ બે યોજનાઓ નક્કી કરવામાં આવી. જેની જાહેરાત ૨૬ મી જાન્યુઆરીના રોજ થઇ હતી. આમ દીકરીના જન્મ પર રૂપિયા અને શિક્ષણની વધુ સારી સગવડ માટે જે દીકરી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે તેને તે વર્ષની ફી આપવાનું નક્કી કરવામાં આવ્યું. બેટી બચાવો ને સાર્થક કરતી આ યોજનાઓ ગામની દીકરીઓના વિકાસ માટે ખુબ જ સારી રહેશે.

સવારમાં પ્રભાતિયા પહેલા અને પછી કામની શરૂઆત :ગામના રહીશ નિવૃત આચાર્ય ભગવાનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સ્પીકરની મદદથી અમે ઘરમાં બેઠા બેઠા જ અથવા તો કામ કરતા કરતા પણ યોજનાઓની માહિતી મેળવીએ છીએ. અને સવારે પાંચ વાગ્યે આખા ગામમાં વાગતા એ પ્રભાતિયા સાંભળીને અમારા દિવસની શરૂઆત ખુબ જ સુંદર રીતે થાય છે.ક્યારેય નહોતી એવી આ સગવડ ગામમાં ઉભી કરી :આખું ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ બની ગયું છે. 1500ની વસતી વચ્ચે 16 સીસી ટીવી કેમેરા સરપંચે પોતાના ખર્ચે લગાવી દીધા અને ચોરી બંધ થઈ. આ કેમેરાની મદદથી એક વર્ષના સમયગાળામાં એક પણ ચોરી થઇ નહોતી. અને વૃક્ષો પણ જીવંત રહ્યા છે, પ્રકૃતિના રક્ષણથી મોટું રક્ષણ બીજું શું હોઈ શકે? ખુબ જ સારી બાબત કહી શકાય.

જિલ્લાનું પ્રથમ સ્માર્ટ ગામ :એક ખુબ જ સુંદર વાત કહી શકાય એ એ છે કે આ ગામ હવે જીલ્લાનું ખુબ જ સુંદર ગામ બની ગયું છે. સ્માર્ટ ગામ બનવા માટેની તમામ લાયકાત આ ગામે મેળવી છે. સરપંચ ગામ બહાર હોઈ તો પણ કામ ખુબ જ સારી રીતે ચાલતું જ જોવા મળે છે અને આખા ગામમાં એલ.ઈ.ડી. ફલડ લાઈટો પણ લગાવવામાં આવી. આ સાથે સાથે આખા ગામમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને પંચવટી ગાર્ડન બનાવ્યા. 2000થી વધું વૃક્ષો ઉછેર્યા. જે વ્યક્તિ ઘર આંગણે એક વૃક્ષ વાવીને ઉછેરે એને વેરામાંથી દસ ટકા મુક્તિ આપવામાં આવે છે. ગામના નિસંતાન વૃદ્ધોને તેમના ઘરે જ જમવાનું પહોંચાડવાનું સરુ કરાવી આપ્યું.

દા’રૂ પર લગાવાઈ બંધી :કહેવામાં છે કે, હાલના સમયમાં દા’રૂ વ્હેચાતો હતો પરંતુ હવે આના પર પણ બાંધી લગાવવામાં આવી છે, જીવનને ખતમ કરી નાખતું આ વસ્તુ બંધ થયું છે ખુબ જ સારું કાર્ય કહી શકાય.સરપંચના મૂલ્યાંકન બાબતે સૌને બોલવાનો અધિકાર :વર્ષમાં બે જાહેર ગામ સભા ભરાશે અને જેમાં દરેકને બોલવાનો અધિકાર મળે છે અને આ સાથે સરપંચનું મૂલ્યાંકન પણ ગામના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 10 માંથી મુલાંકન કરમાવા મોટા ભાગના લોકોએ 9 કે 10 આવ્યા હતા.

ખેડૂતો માટે કર્યું આ મહત્વનું કામ :સામાન્ય રીતે તો ખેતી એ ગામનો મુખ્ય વ્યવસાય છે. માટે ગામના ખેડૂતો માટે એક અનોખી યોજના શરૂ કરીને વિધા દીઠ વધારે ઉત્પાદન મેળવતા પ્રથમ ખેડૂતને રૂ.5000, બીજા નંબરે આવતાં ખેડૂતને રૂ.2100 અને ત્રીજા ક્રમે આવેલાં ખેડૂતને રૂ.1100નું રોકડ ઈનામ આપવાનું દર વર્ષે ચાલુ કર્યું છે. જેથી કરીને ખેડૂતો પોતાના ખેતરમાં વધારે ઉત્પાદન લેવા માટે વધું સારું કાર્ય કરે અને વધુ કાળજી લે. આમ આના સાથે દેશનો વિકાસ પણ સંકળાયેલો છે.રાજકીય નેતાઓ વગર ગામનો વીકાસ કર્યો :ખુબ જ પ્રસંશનીય બાબત કહી શકાય કે, મહિપતસિંહ ચૌહાણે એકલા હાથે ગામને માત્ર પોણા બે વર્ષમાં બદલી નાંખ્યું છે તે પણ કોઈ રાજકીય પક્ષ અથવા તો સરકારની મદદ વગર. અને આ બાબતે તેમણે જે કઈ પણ કર્યું તે અંગે હવે બીજા ગામના લોકો સાંસદ અને ધારાસભ્યને ઘણા બધા સવાલો કરવા લાગ્યા છે કે તેમને આવી સગવડ કેમ અપાવતાં નથી.

મહિપતસિંહ ચૌહાણ સાથે યુવાનો જૂથ જોડાયેલો છે. અને તેઓ સોસીયલ મીડિયામાં ઘણા એક્ટીવ છે. હમણાં જ એક ગરીબ પરિવારના વ્યક્તિને ઓપરેશન કરવાના પૈસા ન હતા જેને મદદ રૂપ બનવા મહિપતસિંહએ તેના સોસીયલ મીડિયા મિત્રો ને કહ્યું હતું. અને મિત્રો એ મદદ પણ કરી હતી. મહિપતસિંહ ઘણી વાર ગરીબ બાળકોને ભાવતું ભોજન પણ કરાવે છે. આવા તો હજારો સેવાકીય દાખલા છે. છેલ્લે અમે એટલું જ કહીશું કે જો દરેક ગામમાં મહિપતસિંહ ચૌહાણ જેવા વ્યક્તિઓ હોય તો પોતાના ગામ કે શહેરને સ્વર્ગ બનતા કોઈ રોકીના શકે.

Advertisement