UP માં વિદ્યાર્થીઓ નું રુધ્ર સ્વરૂપ , એન્જિનમાં પણ વિદ્યાર્થીઓએ આગ લગાવી દીધી.

વિદ્યાર્થીઓના હોબાળા બાદ રેલ્વેની ગ્રુપ ડીની પરીક્ષા રોકી દેવામાં આવી છે રેલ્વેએ હેરાફેરીના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરી છે પરંતુ હંગામો હજુ પણ ચાલુ છે બિહારના ગયા રેલ્વે જંકશનના આઉટર સિગ્નલ પર ઉભેલી એમટી ટ્રેનના કોચને વિદ્યાર્થીઓએ આગ ચાંપી દીધી છે આગ એટલી ભીષણ છે કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી જોઈ શકાય છે.

Advertisement

પરીક્ષાને લઈને બિહારથી શરૂ થયેલો હોબાળો યુપી સુધી પણ પહોંચ્યો હતો પ્રયાગરાજમાં પણ વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો જે બાદ હંગામો મચાવનારા વિદ્યાર્થીઓની શોધમાં પોલીસ હોસ્ટેલ પહોંચી હતી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પણ હુમલો થયો હતો.RRB-NTPCના રિઝલ્ટમાં કૌભાંડના વિરોધમાં યુપી બિહારના વિદ્યાર્થીઓનું પ્રદર્શન બુધવારે પણ ચાલુ રહ્યું હતું ગયા જંક્શન પર ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ ટ્રેનમાં આગ લગાવી હતી સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયરગેસ પણ છોડવામાં આવ્યો હતો જહાનાબાદ સમસ્તીપુર રોહતાસ સહિત ઘણી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ રેલવે-ટ્રેક પર આવીને નારેબાજી કરતા હતા.

પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને કારણે રેલવે વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો વિદ્યાર્થીઓનું હિંસક પ્રદર્શન જોતાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ બપોરે સાડાત્રણ લાગે પ્રેસ-કોન્ફરસન્સ કરે એવી શક્યતા છે 1.26 કરોડ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે અરજી કરી હતી NTPC પરિણામને લઈને ઉત્તરપ્રદેશ અને બિહારમાં ઉમેદવારોના વ્યાપક વિરોધપ્રદર્શનને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે મોટો નિર્ણય લીધો છે.

રેલવે દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કુલ 13 કેટેગરી માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તે પાંચ જૂથોમાં વહેંચાયેલું છે સ્તર બે થી છ દરેક કેટેગરીમાં ભરતીની પ્રક્રિયા તબક્કાવાર અપનાવવામાં આવી છે રેલવે દ્વારા સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવી છે.સીતામઢીમાં તોડફોડ અને પથ્થરમારો કરી રહેલા ટોળાને પોલીસે હવામાં ગોળીબાર કરીને હટાવી દીધી હતી વિદ્યાર્થીઓના વિરોધ બાદ રેલ્વેએ એનટીપીસી અને ગ્રુપ ડી કેટેગરી-1 ની પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી આમ છતાં બુધવારે પણ આરઆરબી અને એનટીપીસીમાં ગોટાળાના વિરોધમાં સમગ્ર બિહારના વિદ્યાર્થીઓનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.

રેલ મંત્રાલયે હાલ NTPC અને લેવલ વન પરીક્ષા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત રેલ મિનિસ્ટ્રીએ એક હાઈ પાવર કમિટીની નિમણૂક પણ કરી છે આ કમિટી પરીક્ષામાં પાસ અને નાપાસ થયેલા ઉમેદવારોની ફરિયાદો સાંભળશે અને એનો રિપોર્ટ રેલવે મિનિસ્ટ્રીને આપશે. ત્યાર પછી રેલવે મંત્રાલય આગળનો નિર્ણય કરશે દેશભરમાંથી 1.26 કરોડ વિદ્યાર્થીઓએ આ પરીક્ષી માટે અરજી કરી હતી.રાહુલ ગાંધીએ રેલ્વે ભરતી બોર્ડ RRB દ્વારા આયોજિત પરીક્ષાની પ્રક્રિયાનો વિરોધ કરી રહેલા યુવાનોનું સમર્થન કર્યું અને કહ્યું કે દરેક યુવા અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવવા માટે સ્વતંત્ર છે બિહારમાં ટ્રેન રોકીને રાષ્ટ્રગીત ગાતા યુવાનોનો વીડિયો શેર કરતા તેમણે ટ્વીટ કર્યું કે દરેક યુવક અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે સ્વતંત્ર છે જેઓ ભૂલી ગયા છે કે ભારત લોકશાહી છે એક પ્રજાસત્તાક છે.

એડીજી નિર્મલ કુમાર આઝાદના જણાવ્યા અનુસાર રેલ્વે પોલીસ આરપીએફની સાથે જિલ્લા પોલીસની એક ટીમ ત્યાં હાજર છે ગયાના એસએસપી પોતે પણ હાજર છે તેઓ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે રેલવેમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા બની છે જેના નિવારણ માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે આ સાથે તમામ રેલવે જિલ્લા પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે કારણ કે વિદ્યાર્થીઓ ગમે ત્યારે ગમે ત્યાં રેલ્વે ટ્રેક પર પહોંચી જાય છે અને હંગામો મચાવી દે છે.રેલ્વેએ તેની ભરતી પરીક્ષાઓ માટેની પસંદગી પ્રક્રિયા અંગે ઉમેદવારોના હિંસક વિરોધ બાદ એનટીપીસી અને લેવલ-1 પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે મંગળવારે રેલ્વેએ ઉમેદવારોને ચેતવણી આપતા નોટિસ જારી કરી હતી કે પ્રદર્શન દરમિયાન તોડફોડ સહિત અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની ભરતી પર કાયમ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે આ ચેતવણી બિહારમાં ઘણી જગ્યાએ રેલ્વે ટ્રેક પર ધરણા પર બેઠેલા વિરોધી ઉમેદવારોને પગલે આપવામાં આવી છે.

Advertisement