ઘણી જગ્યાએ નંદીના દૂધ અને પાણી પીવાની વાતથી શિવમંદિર માં ભીડ જામી..આ ચમત્કાર છે કે કળયુગ નો અંત..

અમદાવાદમાં શિવ મંદિરોમાં નંદી દૂધ પીતો હોવાની અફવા ફેલાઈ છે જેના પગલે લોકો મંદિરોમાં નંદીને દૂધ પીવડાવવા પહોંચ્યા હતા તેમજ અનેક શિવાલયોમાં લોકોની નંદીને પાણી અને દૂધ પીવડાવવા લાંબી કતારો જોવા મળી હતી.

Advertisement

જો કે નંદી દૂધ ગ્રહણ કરતો હોવાના કોઈ પુરાવા નથી તેમજ વર્ષો પહેલા મંદિરોમાં ભગવાન ગણેશ દૂધ પીતા હોવાની અફવા વાયુવેગે પ્રસરતા દેશભરમાં લોકો ગણપતિને દૂધ પીવડાવવા પહોંચ્યા હતા ત્યારે વર્ષો બાદ ફરી એકવાર આ જ પ્રકારની એક અફવા રાજ્યભરમાં ફેલાઈ છે.

અમદાવાદ રાજકોટ તાપી સહિત અનેક જગ્યાએ શિવાલયોમાં નંદી પાણી અને દૂધ પીતા હોવાની અફવા વાયુવેગે ફેલાઈ છે આ અફવા ફેલાતા શિવજીના ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરોમાં નંદીને દૂધ પીવડાવવા પહોંચ્યા.

જો કે નંદી દૂધ ગ્રહણ કરતા હોવાના કોઈ વૈજ્ઞાનિક આધાર-પુરાવા જ નથી ટીવી નાઈન આવી અફવાહોને સમર્થન નથી આપતું ટીવી નાઈન લોકોને આવી અફવાથી દૂર રહેવા અપીલ કરે છે.

આ ઉપરાંત દાહોદના શિવાલયોમાં નંદી પાણી અને દૂધ પીતા હોવાની અફવા ફેલાઈ છે આ અફવા ફેલાતા શિવજીના ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરોમાં નંદીને દૂધ પીવડાવવા પહોંચ્યા જો કે નંદી દૂધ ગ્રહણ કરતા હોવાના કોઈ વૈજ્ઞાનિક આધાર-પુરાવા જ નથી.

દાહોદ ઉપરાંત તાપીમાં પણ નંદી દૂધ પીતા હોવાની અફવા ફેલાતા શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી છે જો કે ટીવી નાઈન આવી અફવાહોને સમર્થન નથી.

સુરત વડોદરા અરવલ્લી છોટાઉદેપુર આણંદ પંચમહાલ અને દ્વારકા ઉપરાંત અનેક જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભક્તોમાં ભારે કુતુહલ સર્જાયું છે કેમ કે અહીં શિવજી અને નંદી તથા કાચબો દૂધ અને પાણી પીતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

જે બાદ મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા છે જો કે આસ્થાનો વિષય છે અને શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે તે અંગે કોઈ પુષ્ટિ કરતું નથી અને વાયરલ વીડિયોનું સમર્થન કરતું નથી.

જેથી લોકો હવે પાણી અને ચમચી લઈને મંદિરમાં પહોંચી રહ્યાં છે વડોદરા જિલ્લામાં ઠેર ઠેર શિવાલયોમાં ભીડ ઉમટી પાદરાના મુવાલ ગામે કરજણ નવાબજાર વિસ્તારમાં અણસ્તુ રોડ પર શ્રી જલાસાંઈ મંદિર ખાતે આવેલ મહાદેવ મંદિર હરણી ભીડ ભંજન હનુમાન મંદિર વારસિયા વિસ્તારના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં ભીડ ઉમટી આણંદના ઉમરેઠનાં જાગનાથ મહાદેવ ડિડોલી શિવહીરા નગરમાં ભોલેનાથ મંદિરના શિવમંદિરમાં ભીડ ઉમટી.

કાલોલ હાલોલ ઘોઘંબા મોરવા હડફ તાલુકા ના પૌરાણિક અને પ્રસિદ્ધ શિવાલયો માં પારખાં કરવા ઉમટ્ય વડોદરા શહેર જિલ્લાના અનેક મંદિર ખાતે ગઈકાલે સાંજે નંદી દૂધ પાણી પીતા કુતુહલ સર્જાયુ છે.

મહાદેવના અનેક મંદિર ખાતે નંદીને લોકોએ ચમચી દ્વારા દૂધ અને પાણી પીવડાવ્યું હતું હરણી ભીડ ભંજન હનુમાન મંદિરમાં આવેલ મહાદેવના મંદિરમાં નંદીએ પીધું પાણી હતું વારસિયા વિસ્તારના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ નંદીએ દૂધ અને પાણી પીધું.

જોકે હાલમાં હરણી ભીડ ભંજન હનુમાન મંદિરમાં આવેલ મહાદેવના મંદિરમાં નંદી પાણી નથી પી રહ્યાં આ વિશે મંદિરના પૂજારી હર્ષદગીરી ગોસ્વામીએ કહ્યુ કે ગઈકાલે સાંજે નંદી પાણી પીતા હતા ભક્તોની ભારે ભીડ જામી હતી લોકોના આસ્થા અને ભક્તિનો વિષય લોકો નંદીને પાણી પીવડાવી ખુશ થયા છે.

એટલું જ નહીં નંદી પાણી અને દૂધ પીતા હોવાની વાત લોકોએ જેમ જેમ પોતાના અન્ય સગા મિત્રોને જણાવી તેમ તેમ અન્ય જિલ્લા અને શહેરોમાં પણ આ જ રીતે ભીડ જોવામાં આવી રહી જેમાં દાહોદમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તી હતી જ્યાં લોકો નંદીને દૂધ કે પાણી પીવડાવવા શિવ મંદિરોમાં આવ્યા હતા અને રાત્રિના સમયે જ ભક્તોની ભીડ જામી હતી.

આપતું ઉલ્લેખનીય છે કે ઘણી વાર કેશાકર્ષણના સિધ્ધાંતના પગલે માટીની પ્રતિમા પ્રવાહી શોષી લેતું હોય છે જેના પગલે લોકોને તેના પ્રત્યે અંધશ્રદ્ધા પેદા થાય છે.

તેમજ આ બાબત વાયુવેગે પ્રસરતા લોકો આસપાસ ભગવાનની પ્રતિમાને દૂધ કે અન્ય પ્રવાહી પીવડાવવા લાગે છે જેના લીધે લોકોમાં ઝડપથી આ અંગેની અંધશ્રદ્ધા ફેલાવવા લાગે છે તેમજ લોકો મોટી સંખ્યા તેનું અનુસરણ કરવા લાગે છે જો કે આ અંગેનું કોઇ પ્રમાણ હજુ મળ્યું નથી.

Advertisement