ભાજપ ,કોંગ્રેસ કે AAP ..તમે કોને મત આપશો કોમેન્ટ માં જરૂર લખજો..

દેશમાં ઉત્તરપ્રદેશ પંજાબ ગોવા મણિપૂર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલપ્રદેશ વિધાનસભા ચૂંટણી પર છે ગુજરાત વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે એવી ચર્ચાઓ થઇ રહી છે જો કે આ તમામ બાબતો વચ્ચે ચૂંટણીના સમય અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે.

Advertisement

ગુજરાત વિધાનસભાની નિર્ધારિત ચૂંટણી ડીસેમ્બર 22ના અંતમાં પુરી થાય અને જાન્યુઆરી 23માં ગુજરાતની નવી સરકાર મળે પરંતુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવી રહી છે તેવું અનેક લોકો માની રહ્યા છે વિજય રૂપાણીની સરકારના ફેરબદલ પછી આવેલી ભુપેન્દ્ર પટેલની સરકાર બની ત્યારે પ્રજાને તો ઠીક ખુદ ભાજપના નેતાઓને આઘાત લાગ્યો હતો કે કારણ આખે આખી સરકાર બદલાઈ જાય તેવું કોઈ રાજયમાં થયું ન્હોતું પરંતુ ગુજરાતમાં આ પહેલી ઘટના હતી.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલા યોજાશે કે નહીં આ પ્રશ્નના જવાબમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે એક નિવેદન આપ્યું છે નિવેદનમાં એમણે કહ્યું કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલા નહીં પણ સમયસર જ યોજાશે તેમણે કહ્યું કે ગુજરાતમાં વહેલા ચૂંટણી યોજવા માટે તેમણે કોઈ રજૂઆત કરી નથી એટલે કે હાલ ભાજપ ઇચ્છતું નથી કે ગુજરાત વિધાનસભા ચૂંટણી તેના નિર્ધારિત કે સૂચિત સમય પહેલા વહેલા યોજાય.

નરેન્દ્ર મોદીને નજીકને ઓળખનારા જાણે અને માને છે કે મોદી અનઅપેક્ષીત નિર્ણય લેવામાં માટે જાણિતા છે તેમને પોતાના સમર્થક અને વિરોધીઓને આધાત આપવાની મજા આવે છે ગુજરાતમાં ચૂંટણીને હજી નવથી દસ મહિનાનો સમય બાકી છે પરંતુ ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે તેવું માનવાનો પોતાનો એક તર્ક છે જ્યારે ચૂંટણી વહેલી થશે જ નહીં તેવો પણ એક તર્ક છે જેઓ માને છે કે ચૂંટણી વહેલી નહીં થાય પણ નિર્ધારિત સમય અથવા એકાદ બે મહિના પહેલા જ થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે માર્ગદર્શન આપ્યું હતું ચાર રાજ્યોની વિધાનસભામાં ભાજપના જીત બાદ ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બપોરે કમલમ ખાતે ભાજપના સાસંદો ધારાસભ્યો પ્રદેશ સંગઠનના હોદ્દેદોરો સાથે બેઠક યોજી હતી લગભગ 40 મિનિટના સંબોધનમાં તેમણે કર્યુ કે ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરો પરંતુ સોશિયલ મિડીયામાં માત્ર ફોટા યોજનાની વિગતો મૂક્યે સંતોષ ન માનો નાગરીકો વચ્ચે જાઓ રાજનીતિ ફક્ત ચૂંટણીલક્ષી નહિ પણ એક બહોળા દ્રષ્ટીકોણ સાથે કાર્ય કરતા હોય તેવી હોવી જોઈએ.

તેના કારણો સમજવા જરૂરી છેચૂંટણી વહેલી થશે નહીં તેના ત્રણ કારણો વિજય રૂપાણી સરકારનો ગ્રાફ નીચે જઈ રહ્યો હતો જેના કારણે ભાજપ હાઈકમાન્ડે આખે આખી સરકાર બદલી નાખી હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખરેખર ભગવાનના માણસ છે ભુપેન્દ્ર પટેલ અને તેમની સરકારને તાકીદ છે કે પછી તેમની સમજ છે તેની ખબર નહીં પણ જમીન ઉપર ચાલનારી સરકાર છે કોઈ પ્રકારના વિવાદથી દુર રહી સરકાર હોવાનો દેખાડો કર્યા વગર કામ કરી રહી છે.

આ સ્થિતિમાં આ સરકાર સામે કોઈ વિરોધ અને વાંધો તો પછી આ સરકારનું વિસર્જન કરી વહેલી ચૂંટણી કરવાનું કોઈ કારણ નથી વિજય રૂપાણી સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ ન્હોતો જાહેરમાં રૂપાણી અને સી આર પાટીલ ભલે દેખા દેતા હોય પણ તેઓ એકબીજાથી ખાસ્સા દુર હતા સંગઠન માનતુ હતું કે સરકાર પોતાને અળગા રાખી રહી છે પરંતુ ભુપેન્દ્ર પટેલ અન પાટીલ વચ્ચે સારો તાલમેલ છે સરકાર જ્યાં પણ મુંઝાય ત્યારે તેમની મદદે સંગઠન આવી જાય છે ભુપેન્દ્ર પટેલના મહત્વના નિર્ણયમાં સી આર પાટીલની સંમત્તી હોય છે.

વહિવટી નિર્ણય માટે ભુપેન્દ્ર પટેલને કે કૈલાશનાથનનું પીઠબળ હોય છે આમ ભુપેન્દ્ર પટેલને સંગઠન અને વહિવટી બાબતોનો સાથ મળી રહ્યો છે હાલમાં એવી કોઈ સ્થિતિ નિર્માણ થઈ નથી કે પ્રજા પાસે નવેસરથી આદેશ લેવા જવું પડે હવે ઉનાળો શરૂ થઈ ગયો છે હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જે 31 માર્ચના રોજ પુરૂ થશે ત્યાર બાદ જો વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવે તો પણ ચૂંટણી યોજાય તો મેના મધ્યમાં યોજાય ત્યારે ગુજરાતમાં આકરી ગરમી પડતી હોય.

ખાસ કરી મધ્ય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો ગરમીનો પારો ખુબ ઉપર ગયો છે આ સ્થિતિમાં મતદારને ઘરની બહાર કાઢી મતદાન મથક સુધી લઈ આવવો અઘરો હોય છે 15મુ જુનથી ગુજરાતમાં ચોમાસુ બેસી જાય છે એટલે ચોમાસામાં ચૂંટણી થાય નહીં જો ચૂંટણી વહેલી યોજવી હોય તો પણ સપ્ટેમ્બર પહેલા શકય નથી.

Advertisement