ગુજરાતીઓ માટે રાહતના સમાચાર : ટેક તરફ ગરમી અને બીજી તરફ વાદળો ઘેરાયા..

રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે રાજ્યના અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લો સહિત અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો અરવલ્લી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતા જો માવઠુ થાય તો ઘઉં સહિત અન્ય ઉભા પાકને નુકસાનની ભીતિ છે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યા છે અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે શહેના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલ ઓઢવ નરોડામાં વહેલી સવારે ઠંડા પવન પણ અનુભવાયુ હતુ.

Advertisement

શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે આજે સવારે ડબલ ઋતુનો અનુભવ થયો હતો ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણ બદલાયું છે અમદાવાદનું વાતાવરણ વાદળછાયું બન્યું વાતાવરણ બદલાતા ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે વાદળછાયા વાતાવરણના કારણે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદ ઉપરાંત દાહોદ નવસારી અને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો છે.

વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છે વાદળછાયા વાતાવરણના કારણે વતાવરણમાં ઠંડક છે ખેડૂતોમાં ચિંતા સેવાઈ નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો છે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણય વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા કેરી ચીકુ અને શાકભાજી ના પાક ને વાદળછાયા વાતાવરણથી નુકસાન થવાની ભીતિ મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી સર્જાયુ વાદળછાયું વાતાવરણ આકાશમાં વાદળ ઘેરાતા જગતનો તાત ચિંતિત વહેલી સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયા કમોસમી વરસાદ થાય તો ઘઉં ચણા મગ સહિત અન્ય પાકને નુકસાની ભીતિ.

સૌરાષ્ટ્રના દરિયા કિનારાની આસપાસના વિસ્તારમાં હવામાન વાદળછાયું રહેશે ખાસ કરીને કિનારાના વિસ્તારમાં વરસાદને કારણે હવામાન ફરી ટાઢું બની રહેશે એ પછી તા.31 માર્ચના રોજ ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવવાની પૂરી શક્યતાઓ છે હવામાન વિભાગે અનુમાન કર્યું છે કે આવનારા ચારથી પાંચ દિવસ સુધી લૂમાં રાહત મળી શકે છે છેલ્લા એક અઠવાડિયાથી પરસેવા છોડાવતી ગરમીમાંથી થોડી રાહત અનુભવાશે પણ એકાએક વાતાવરણ બદલાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે દરમ્યાન જૂનાગઢ કૃષિ ખાતાના જણાવ્યા મુજબ ગઇકાલથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.

આકાશમાં વાદળ છવાયેલ વાતાવરણ થઇ જવ પામ્યું છે ઘટાટોપ વાદળો સાથે પવનની ગતિ પણ વધવા પામી છે ગરમીનો પારો નીચે ગબડી જતા ગરમીમાં રાહત થવા પામી છે આજે સવારે નોંધાયેલ તાપમાન મુજબ મેકસીમમ ગરમીનો પારો નીચે ઉતરીને 27.4 ડિગ્રી નોંધાયો છે મીનીમમ પારો 24.6 ડિગ્રીએ નીચે આવી જવા પામ્યો છે જે ગરમીના પ્રકોપથી રાહત મળવા પામી છે વાતાવરણમાં ભેજ 41 ટકા નોંધાયો છે પવનની ગતિ પ્રતિ કલાક 5.6 કિ.મી.ની ઝડપે ફુંકાય રહ્યો છે જે ઇશાન ખુણામાંથી ઠંડો પવન જોવા મળી રહ્યો છે.

હજુ આવતીકાલે આકાશમાં વાદળો જોવા મળશે તેવું હવામાન ખાતાએ અનુમાન કર્યુ છે એકંદરે ભારે ગરમીમાં રાહત જોવા મળી રહી છે આ ઉપરાંત આજરોજ સવારે રાજકોટ શહેરમાં પણ વાદળછાયુ વાતાવરણ છવાયુ હતું આજે સવારે 8.30 કલાકે શહેરનું તાપમાન 24.4 ડિગ્રી અને લઘુતમ 22.7 ડિગ્રી નોંધાયુ હતુ તેમજ હવામાં ભેજ 65 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ સરેરાશ 13 કિ.મી. રહેવા પામી હતી દરમ્યાન અમરેલી શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી બેવડી ઋપુનો અનુભવ લોકોને થઈ રહૃાો છે જેમાં વ્હેલી સવારે ઠંડા પવન સાથે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહૃાું છે.

ત્યારે બીજી તરફ બપોરનાં આગ ઝરતી ગરમીનાં કારણે બજારો સુમસામ જોવા મળી રહી છે આ ઉપરાંત બેવડીઋતુનાં કારણે લોકો પણ બીમાર પડતા હોય તાવ શરદી અને ઉધરસ જેવી સામાન્ય બીમારીનો ભોગ બને છે સામાન્ય રીતે અમરેલી જિલ્લાાં સૌથી વધુ ગરમીનો પ્રકોપ જોવા મળે છે ઉનાળાનાં સમય દરમિયાન ઉષ્ણતામાન લગભગ 45 સેન્ટીગ્રેટ આસપાસ થઈ જતું હોય લોકો ગરમીથી બચવા માટે થઈ વ્હેલી સવારે અથવા તો રાત્રે જ ઘર બહાર નીકળવાનું પસંદ કરતા હોય જેને લઈ બપોરનાં સમયે લોકો ઘરમાં અથવા તો ઓફિસમાં પુરાય રહેતા હોવાના કારણે બપોરે બજારો સુમસામ જોવા મળેલ છે.

દરમ્યન આજે પણ સવારે શહેરમાં વાદળો છવાયા હતા દરમ્યાન આજરોજ સવારે પણ રાજયમાં વિવિધ સ્થળોએ વાદળો સાથે સામાન્ય ઠંડક અનુભવાઇ હતી આજે સવારે અમદાવાદમાં 22.6, અમરેલીમાં 25.6, વડોદરામાં 23 ભાવનગરમાં 25, ભૂજમાં 20.6, ડિસામાં 23.2, દિવમાં 24.2, નલિયામાં 17.4 ઓખામાં 23.5, પોરબંદરમાં 22 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું આ ઉપરાંત ગઇકાલે પણ રાજયના દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતા મોટા ભાગના સ્થળોએ ગરમીમાં રાહત રહેવા પામી હતી અને મહતમ તાપમાન 38 થી 39 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.

Advertisement