હસ્ત-મૈથુનને કારણે પ્રાઈવેટ પાર્ટ વાંકો થઈ ગયો છે, શું હું લગ્ન પછી મારી પત્નીને સંતુષ્ટ કરી શકીશ?..

સવાલ.મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત જ બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું જ નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?.

Advertisement

જવાબ.તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ હોય છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે અને શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત પણ કરો.તેનામાં આત્મવિશ્વાસ પેદા કરી દો.તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ પણ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવી જશે.

સવાલ.હુું એક યુવકને પ્રેમ કરું છું અને એકાદ વર્ષ પહેલાં તે મને છોડીને જતો રહ્યો હતો અને હવે પાછો ફર્યો છે. અને મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો પણ કરે છે.પરંતુ તે ઘણો પઝેઝિવ છે. હું જીન્સ કે ટ્રાઉઝર્સ પહેરું એ એને ગમતું જ નથી. તે મને કોઈની સાથે વાતો પણ કરવા દેતો જ નથી. મારે શું કરવું. એક યુવતી

જવાબ.લોકો તેમની ભૂલમાંથી બોધપાઠ લે છે.આથી શક્ય હોય છે કે તમને છોડવાની કરેલી ભૂલનો તેને પસ્તાવો થતો હશે અને તે તમને સાચો પ્રેમ કરતો હોવાથી તમારી પાસે પાછો પણ આવ્યો હશે.પરંતુ પઝેઝિવનેસ અને દાદાગીરી તેમ જ આપખુદશાહી પ્રેમ પ્રગટ કરવાના લક્ષણો નથી.

આવા લક્ષણો એ યુવકની અસુરક્ષિતતાના અને અવિશ્વાસ પ્રગટ કરતા હોય છે.તમે તમારી મરજી મુજબ કોઈને પણ પ્રેમ કરી શકો છો. પરંતુ પોતાની જાતને પ્રેમ કરવાનું છોડો નહીં. શું તમારે બહાર જવા માટે કે તમારી પસંદગીના કપડા પહેરવા માટે પણ એની મંજુરી લેવી જ પડે છે? તમારું જીવન બીજું કોઈ ચલાવે એમ તમે ઈચ્છો છો. તમારી સ્વતંત્રતા પર તરાપ નહીં મારવાનું તેની સમક્ષ સ્પષ્ટ કરી દો નહીંતર ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાઈ જશો.

સવાલ.મારી ઉંમર 18 વર્ષની છે.જો મને કોઈ એવી આંટી જોવા મળે જેની બ્રેસ્ટ સાઈઝ ખૂબ જ મોટી હોય તો હું તેમને જોઈને વોશરુમમાં જઈને માસ્ટરબેટ કરું છું. હવે આવું હું દરરોજ કરવા લાગ્યો છું.મને હવે ચિંતા થઈ રહી છે કે ક્યાંક આ કારણોસર મને કોઈ સાઈડ ઈફેક્ટ ન થઈ જાય. હું મારી આ સમસ્યા વિશે શું કરી શકું છું?

જવાબ.આમ જોવા જઈએ તો તમારો આ વ્યવહાર સમગ્ર રીતે અસામાન્ય નથી પરંતુ જો તમે જાત પર થોડો કંટ્રોલ રાખતા શીખો તો તમારા માટે સારુ રહેશે. માસ્ટરબેશન શરીરની જરુરિયાતોને શાંત કરવાની એક રીત છે પરંતુ એક હદમાં રહેવું પણ જરુરી છે. અનેકવાર અન્ય કારણોસર પણ આડઅસરો થાય છે.

સવાલ.હું 24 વર્ષનો છું. ક્યારેય કોઈ છોકરી સાથે સે*ક્સ નથી કર્યું, પણ હું 2-3 અઠવાડિયામાં એકવાર હસ્ત-મૈથુન કરું છું. મને લાગે છે કે હસ્ત-મૈથુનને કારણે મારો પ્રાઈવેટ પાર્ટ વાંકોચૂંકો થઈ ગયો છે. શું હું લગ્ન પછી મારી પત્નીને શારીરિક સંતોષ આપી શકીશ?

જવાબ.હસ્ત-મૈથુન એક સામાન્ય પ્રક્રિયા છે. સહવાસ દરમિયાન જે કામ પુરૂષનો પ્રાઈવેટ પાર્ટ સ્ત્રીના પ્રાઈવેટ પાર્ટમાં કરે છે, હસ્ત-મૈથુન દરમિયાન એ જ કામ પુરૂષ પોતાની મુઠ્ઠીમાં કરે છે. તેને એ રીતે સારી રીતે સમજી શકાય છે કે જો કોઈ હિન્દી જાતું હોય તો તે મરાઠી પણ સરળતાથી શીખી જશે કારણ કે બંને ભાષાઓનું વ્યાકરણ સમાન છે.

એ જ રીતે હસ્ત-મૈથુન અને સહવાસનું વ્યાકરણ પણ એક જ છે. અહીં એ પણ ધ્યાનમાં રાખો કે તેમાં કંઈ વધારે કે ઓછું નથી. કેટલાક લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે વધુ પડતા હસ્ત-મૈથુનને કારણે તેમનો પ્રાઈવેટ પાર્ટ કંઈક વાંકું થઈ ગયો છે. તેનાથી સંભોગમાં સમસ્યા થઈ શકે છે.

અહીં હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે અત્યાર સુધીમાં મેં 50 હજારથી વધુ દર્દીઓ સાથે વાત કરી છે અને તેમની સમસ્યાઓ સાંભળી છે. જ્યારે કોઈ પણ માણસનો પ્રાઈવેટ પાર્ટ ઉત્તેજિત સ્થિતિમાં હોય અને તેમાં પૂરતું ટેન્શન હોય તો તે ક્યારેય 90 ડિગ્રીનો ખૂણો નથી બનાવતો એટલે કે તે બિલકુલ સીધો નથી હોતો. દરેક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં ચોક્કસ વળાંક હોય છે. જેમ કોઈટસ વક્રતાનું કારણ નથી, તેવી જ રીતે તે હસ્ત-મૈથુનથી આવતું નથી. કોઈપણ રીતે, સંતોષ બે પગ વચ્ચે નથી, પરંતુ બે કાન વચ્ચે રહેલો છે.

સવાલ.મારા મિત્રના આઠ માસ પહેલાં લગ્ન થયાં છે. મિત્રના કહેવા પ્રમાણે પેનિસ ખૂબ જ નાનું છે. તે પોતાને નપુંસક માને છે. પતિપત્ની એકબીજા ઉપર સમા-ગમ કરે છે. તેની પત્નીને ગર્ભ રહ્યો છે. મારે મિત્ર બેચેન રહે છે શું આ રીતે ગર્ભ રહી શકે? મિત્રનું સમાધાન થાય તેવો ઉત્તર આપશો. તેને તે ઉત્તર વંચાવીશ.

જવાબ.પ્રશ્નમાં બધી વિગતો સ્પષ્ટ નથી. પુરુષના પેનિસની સાઈઝ તે કામોત્તેજિત ન હોય ત્યારે ગમે તેટલી નાની હોય તે બાબતનું મહત્ત્વ નથી. પુરુષને સે*ક્સની ઈચ્છા થાય અને ઉત્તેજના થાય એટલે પેનિસનું ઉત્થાન થાય. ઉત્થાન પામેલા પેનિસની લંબાઈ ઓછામાં ઓછી બે ઈંચ જેટલી હોય તો પણ તે સ્ત્રી સાથે સમા-ગમ કરી શકે છે. એટલે જ નહિં તેટલી સાઈઝ હોવા છતાં સ્ત્રીને સમાગમનું સુખ મળી શકે છે.

જો આ રીતે પુરુષનું પેનિસ ઉત્થાન પામતું હોય અને તે સમાગમક્રિયા કરી શકતો હોય તો તેને નપુંસક ન કહેવાય. ગર્ભ રહે તે માટે વીર્યસ્ત્રાવ થવો જોઈએ. વીર્યસ્ત્રાવમાં નોર્મલ પ્રમાણમાં વીર્યજંતુઓ હોવા જોઈએ. આ રીતે તમારા મિત્ર સમા-ગમ કરી શકતા હોય અને સમા-ગમ પછી જો યોનિમાં વીર્યસ્ત્રાવ થતો હોય તો સ્ત્રીને ગર્ભ રહે તે કુદરતી બાબત છે. પેનિસની સાઈઝનું પણ મહત્ત્વ નથી અને કયા આસનમાં સમા-ગમ કરવામાં આવે છે તેનું પણ મહત્ત્વ નથી.

Advertisement