17 વર્ષની છોકરીએ આપ્યો બાળકીને જન્મ, પિતા વિશે જેણે સાંભળ્યું તેણે કહ્યું આવું કેવી રીતે થઈ શકે, જાણો તમે પણ…

તમિલનાડુના તંજાવુર જિલ્લામાં એક 17 વર્ષની છોકરીએ બાળકીને જન્મ આપ્યો છે. આ માહિતી મળતા જ આખી હોસ્પિટલમાં લોકો અલગ-અલગ વાતો કરી રહ્યા છે. વધુ મહત્વની વાત એ છે કે બાળકીને જન્મ આપનાર બાળકીના પિતા વિશે જાણીને દરેકને આશ્ચર્ય થયું છે. જો તમે પણ સાંભળશો તો ચોક્કસ તમને આશ્ચર્ય થશે. સગીર 17 વર્ષની છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવા અને તેને ગર્ભવતી બનાવવાના આરોપમાં 12 વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી છે અને જણાવ્યું છે કે 17 વર્ષની છોકરીએ એક બાળકીને જન્મ આપ્યો છે.

Advertisement

આ મામલામાં તંજાવુર મહિલા પોલીસે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (POCSO) હેઠળ 12 વર્ષના છોકરાની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, રાજા મીરાસુદર હોસ્પિટલમાંથી પોલીસ ચોકીને માહિતી મળી હતી કે થોડા દિવસો પહેલા 17 વર્ષની આ છોકરીએ એક બાળકીને જન્મ આપ્યો છે. પોલીસે પૂછપરછ કરી તો ખબર પડી કે 17 વર્ષની છોકરી અને 12 વર્ષના છોકરા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ ચાલી રહ્યા હતા. બંને વચ્ચે શારી-રિક સંબંધ બંધાયા બાદ યુવતી ગર્ભવતી બની હતી.

પીડિતાના નિવેદનના આધારે છોકરાની ધરપકડ કરવામાં આવી છે. આમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર છોકરો અને છોકરી બંને એક જ સ્કૂલમાં ભણતા હતા, બંનેએ અભ્યાસ છોડી દીધો હતો અને એક જ પાડોશમાં રહે છે. છોકરીને અચાનક પેટમાં દુખાવો થતાં માતા-પિતાએ તેને 16 એપ્રિલે રાજા મીરાસુદર સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી.

જ્યારે ડોક્ટરોએ તપાસ કરી તો ખબર પડી કે તે નવ મહિનાની ગર્ભવતી હતી અને તે જ દિવસે તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો.જ્યારે આ વાત હોસ્પિટલથી પોલીસ સુધી પહોંચી તો મહિલા પોલીસે કિશોરીની પૂછપરછ કરી. છોકરીના નિવેદન પછી, છોકરાની POCSO એક્ટની કલમ 5(1) અને 5(j)(ii) હેઠળ કલમ 6 સાથે ધરપકડ કરવામાં આવી છે અને તેને તંજાવુર બાળ ગૃહમાં મોકલવામાં આવ્યો છે.

આવીજ એક ઘટના કેરળના મલપ્પુરમ જિલ્લાની છે, જ્યાં છોકરીએ 20 ઓક્ટોબરે બાળકને જન્મ આપ્યો હતો. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બાળકને જન્મ આપ્યા બાદ બાળકીએ પોતાની જાતને બાળકની સાથે રૂમમાં બંધ કરી દીધી હતી. બાળકીની માતા દેખાતી નથી. ત્રણ દિવસ સુધી તેણીને ખબર ન હતી કે તેની પુત્રી ગર્ભવતી છે અને પ્રસુતિ થઈ ગઈ છે. એ ઘરમાં એક નવજાત બાળક છે.

જો કે, પોલીસને શંકા છે કે ઘરના લોકોએ કોઈ અન્ય પ્લાનિંગ કર્યું હતું. ડિલિવરી પછી, ત્રણ દિવસ સુધી ઘરની અંદર રહેવાને કારણે છોકરીને ચેપ લાગ્યો હતો. આ દરમિયાન માતાને ખબર પડી કે તેની પુત્રીએ બાળકીને જન્મ આપ્યો છે. જે બાદ તેણીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં બંનેને સારવાર આપવામાં આવી હતી. હાલ બંનેની હાલત સારી છે. યુવતીએ જણાવ્યું કે તેને ખબર નહોતી કે ડિલિવરી કેવી રીતે કરાવવી. તેથી તેણે યુટ્યુબની મદદ લીધી.

નવાઈની વાત એ છે કે આ આઈડિયા તેને તે જ વ્યક્તિએ આપ્યો હતો જેણે તેને પ્રેગ્નન્ટ કરી હતી. આ સમગ્ર બાબતનો ખુલાસો ખુદ યુવતીએ કર્યો હતો જે ખૂબ જ ચોંકાવનારો છે.જ્યારે બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે સ્ટાફે બાળ કલ્યાણ સમિતિને સગીર બાળકીની પ્રેગ્નન્સી અંગે જાણ કરી હતી, જે બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અનુસાર, યુવતીએ કહ્યું છે કે તેના 21 વર્ષીય પાડોશીએ તેને કથિત રીતે ગર્ભવતી બનાવી છે.

બાળકને જન્મ આપ્યા પછી નાળ કેવી રીતે કાપવી તે જાણવા માટે આરોપીએ તેને યુટ્યુબ વીડિયો જોવાની સલાહ પણ આપી. CWC એ છોકરીની ગર્ભાવસ્થા વિશે અજાણ માતાપિતા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેણે કહ્યું કે માતા અંધ છે અને તેનો પતિ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે અને હંમેશા નાઇટ ડ્યુટી પર હોય છે. માતાને લાગ્યું કે છોકરી ઓનલાઈન ક્લાસ કરી રહી છે, તેથી તેણે પોતાને રૂમમાં બંધ કરી દીધી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

Advertisement