મે મારી ગલ્ફ્રેન્ડ સાથે ઘણી વાર સે*ક્સ કર્યું છે હવે મને ડર લાગે છે કે….

સવાલ.હું 27 વર્ષનો યુવાન છું મને કોઇ પ્રકારની જાતીય લાગણીનો અનુભવ થતો નથી બોલવે-ચાલવે હું સ્માર્ટ છું મારું વ્યક્તિત્ત્વ પણ પ્રભાવશાળી છે પરંતુ સે-ક્સમાં રૂચિ થતી નથી મારામાં કોઇ જાતીય વિકૃતિ પણ નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.જવાબ.તમારી સમસ્યાનું કારણ માનસિક હોઇ શકે છે તમે કોઇ નિષ્ણાત મનોચિકિત્સકે કે સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરો યોગ્ય તબીબી તપાસ પછી ઉપચાર દ્વારા તમારી સમસ્યા દૂર થઇ શકશે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

Advertisement

સવાલ.હું કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. મારે એક યુવતી સાથે પ્રેમ છે. જો કે અમે હજુ સુધી વાતચીત પણ કરી નથી. તેને મારે વિશે બધી જ માહિતી છે. મને ખાતરી છે કે તે મને પ્રેમ કરે છે. આ યુવતીની સગાઇ થઇ ગઇ છે. મારે માટે પણ લવ મેરેજ શક્ય નથી.

મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.જવાબ.તમે એ યુવતી સમક્ષ તમારા પ્રેમનો એકરાર કર્યો નથી. તો પછી એ યુવતી તમને પ્રેમ કરે છે એમ તમે કઇ રીતે કહી શકો. તમારી સામે એ જુએ એટલે એ તમને પ્રેમ કરે છે એ કહી શકાય નહીં. અને આમ પણ તેની સગાઇ થઇ ગઇ છે એટલે એ યુવતીને ભૂલી જવામાં જ તમારી ભલાઇ છે. બીજી યુવતીઓ સાથે મૈત્રી સંબંધ કેળવો એટલે ધીરે ધીરે તમે એ યુવતીને ભૂલી જશો.

આમ પણ અત્યારે પ્રેમનો વિચાર કરવાનો સમય નથી. આ સમય છે ભણીગણીને તમારા પગ પર ઊભા રહેવાનો. આથી સમયનો સદુપયોગ કરી સારી કારકિર્દી બનાવો પછી જ લગ્નનો વિચાર કરો. ભવિષ્યમાં તમને આ યુવતીથી પણ સારી જીવનસાથી મળશે અને આમ પણ તેની સામે પ્રેમનો એકરાર કરવાની તમારામાં હિંમત નથી આથી પરિસ્થિતિનો સ્વીકાર કરી એ યુવતીને ભૂલી તમારા જીવનમાં આગળ વધો.

સવાલ.મારા ઘરમાં કામ કરવા આવતી કામવાળી મને ગમવા લાગી છે મારી પત્ની હાજર ના હોઇ ત્યારે મેં બે વાર એને પકડી લીધી પણ એ મેરિડ છે અને તેને શરમ ખુબજ આવે છે અમે ઓરલ કર્યું પણ અમને હવે વધારે કરવાની ઈચ્છા છે પણ મને બીક લાગે છે.જવાબ.વાહ દોસ્ત તને તારી પત્નિ ઘરમાં નહોતી ત્યારે પકડી લેતા બીક ના લાગી? ઓરલ કરતા બીક ના લાગી? તમારે પત્ની છે કોક દિવસનું સુખ મેળવવા માટે તમેં રોજનું સુખ ખોઈ નાખશો એના કરતાં પત્ની ઉપર જ ધ્યાન આપોને.

સવાલ.હું ૨૩ વર્ષની નોકરિયાત યુવતી છું એક વર્ષ પૂર્વે એક યુવક સાથે મને પ્રેમ થયો હતો. તે મારી સાથે લગ્ન કરશે એવો મને વિશ્વાસ હોવાથી મેં તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે તેણે ક્યારે પણ લગ્નનો ઉલ્લેખ કર્યો નહોતો. હવે મને ખબર પડી છે તે ડિવોર્સી છે અને તેના વેવિશાળ પણ થયા છે. આ જાણ્યા પછી હું ઘણી ડિપ્રેસ થઇ ગઇ છું. હું તેને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.આ સંબંધ, ચાલ્યો ત્યંસુધી તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને છોડી તેની જિંદગીમાં આગળ વધી ગયો છે અને તેણે તમને લગ્નનું વચન પણ આપ્યું નહોતું. આ સંજોગોમાં તેના તરફથી તમે કોઇ અપેક્ષા રાખી શકો નહીં. તમારી પાસે તેને ભૂલી તમારી જિંદગીમાં આગળ વધવા સિવાય બીજો કોઇ રસ્તો જ નથી ડિપ્રેસ થવાને કારણે તકલીફ તમને થશે. એ યુવકને તેની કોઇ અસર થવાની નથી. આથી ભૂતકાળ ભૂલી તમે તમારા જીવનમાં આગળ વધો એમા જ તમારી ભલાઇ છે.

સવાલ.હું ૧૭ વરસની છું. મને ૨૦ વર્ષના એક છોકરા સાથે પ્રેમ છે. જે બીજા શહેરમાં રહે છે. અમે નિયમિત રીતે મળતા નથી. પરંતુ ફોન પર ઘણી વાતો કરીએ છીએ. શું આ સાચો પ્રેમ છે? એવા મને વિચારો આવે છે તે મને સ્પર્શ કરે છે ત્યારે મને કોઇ પણ પ્રકારની લાગણી થતી નથી. માટે એ જાણવું છે કે શું અમારો સંબંધ ટકશે? યોગ્ય સલાહ આપશો.જવાબ.પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર ઘણી નાની છે.

ઉંમર વધશે તેમ તમે તમારી લાગણીઓ સમજી શકશો. હમણા તમે તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વગર આગળ વધારો. હમણા આ સંબંધ મૈત્રી પૂરતો જ સીમિત રહેવા દો. યોગ્ય ઉંમરે યોગ્ય નિર્ણય લો. આ તબક્કે તમારો સંબંધ ટકશે કે નહીં એ કહી શકાય નહીં. સમયને સમયનું કામ કરવા દો. આ વિચાર કરી મૂંઝાવાને બદલે લાંબા અંતરની મૈત્રીનો આનંદ માણો.

સવાલ.હું ૨૧ વરસનો યુવક છું. અમારો પરિવાર જૂનવાણી વિચારનો છે. છેલ્લા બે વરસથી હું એક છોકરીના પ્રેમમાં છું. તે ૧૯ વરસની છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ તે મારી મામીની બહેન છે. મારો પરિવાર આ લગ્નની વિરુધ્ધ છે. હું એ છોકરીને ઘણો પ્રેમ કરું છું. મારે શું કરવું તે જણાવશો.જવાબ.૨૧મે વરસે તમે કોઇ પણ ગંભીર નિર્ણય લેવા સમર્થ નથી. તમારી આ સમસ્યાનું નિરાકરણ સમય જ આપશે.

હમણા તો તમારે ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવાનો જ વિચાર કરવો જોઇએ. સમય વિતતા તમારા નિર્ણયમાં બદલાવ આવવાની શક્યતા છે અને લગ્નની ઉંમરે તમે આ સંબંધમાં મક્કમ હશો તો શક્ય છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારી તરફેણમાં આવે. આથી હમણા આ બાબતની ચિંતા બાજુએ મૂકી એના કરતા પણ મહત્ત્વની વસ્તુ પર ધ્યાન આપો.

Advertisement