મારા લગ્નને 8 વર્ષ થયા છે, પહેલા હું અઠવાડિયામાં 10 સંબધ બાંધતો હતો, પરંતુ હવે હું માત્ર 3 વખત જ બાંધી શકું છું, આવું કેમ છે?..

સવાલ.મે અને મારી ગર્લફ્રેન્ડે થોડા સમય પહેલા જ ઓરલ સે*કસ માણી લીધુ હતું. અને મે તેના સંતોષ માટે મારી આંગળીનો ઉપયોગ કર્યો હતો, હવે ચિંતા મને એ વાતની થાય છે કે મારી આંગળી પર વીરય પડેલું હતું. શું તેનાથી તે પ્રેગ્નેન્ટ થઇ શકે છે? તો અમારે શું કરવું જોઈએ?

Advertisement

જવાબ.તમારી ગર્લફ્રેન્ડને કહી દો કે તે યુરિન પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવી લે જો તે પોઝેટિવ આવે તો તાત્કાલિક ગાયનેકોલોજીસ્ટને મળવુ જોઈએ.

સવાલ.મારા વીર્યનો રંગ છેલ્લા કેટલાક દિવસથી પીળાશ પડતો દેખાય છે. તો શું મારે ચિંતા કરવાની કોઇ જરુર છે? કે પછી મે કઈક ખાધું હોય તેના કારણે આમ થઈ ગયું છે? મને સમજાતું નથી મારે શું કરવું જોઈએ.

જવાબ.તમે ચકાસી લો કે, આવું કેટલીવાર થાય છે, અને જો વારંવાર થતું હોય તો પેથોલોજી લેબોરેટ્રીનો સંપર્ક કરો અને તમારા વીરયનો ટેસ્ટ કરાવો જોઈએ, જો કોઈ તકલીફ હશે તો ખ્યાલ આવી જ જશે.

સવાલ.મારી ઉંમર 18ની છે અને હું ફિમોસિસની સમસ્યાથી પીડિત છું. આ પ્રકારની સમસ્યા માટે ઇન્ટરનેટ પર જે સ્ટ્રેચિંગ એક્સર્સાઇઝ બતાવાઈ છે તે મે બધી જ અજમાવી પણ જોઈ છે. પરંતુ સ્થિતિમાં કોઈ જ સુધારો નથી તો મારી ઉંમર મુજબ મારે ક્યું ઓઇન્ટમેન્ટ યુઝ કરવું જોઈએ. શું તેની કોઈ સાઇડ ઇફેક્ટ હોય છે?

જવાબ.મારી સલાહ તો એ છે કે કોઈપણ ઓનલાઇન માહિતી લેતા પહેલાં તમે એકવાર કોઈ સારા સેકસોલોજિસ્ટ અથવા એન્ડ્રોલોજિસ્ટને મળી જ આવો. ત્યારે જ તમને ખરેખર સારવાર મળશે. કેમ કે તમારી સ્થિતિ જોયા બાદ જ કોઈ નિષ્ણાંત તમને કહી શકે છે કે તમારે ક્યા પ્રકારના ઓઇંટમેન્ટની જરૂર છે.

સવાલ.થોડાક દિવસો પહેલા મારી લાગણીઓને ઠેસ વાગી ગઈ હતી અને ભાવનાત્મક રીતે હું ખૂબ જ નબળી થઈ ગઈ છું. ત્યારે આ સ્થિતિમાં મારા મનને વાળવા માટે હસ્ત-મૈથુનનો સહારો લઈ લઉં છું. શું આ આદત મારા આરોગ્યને નુકસાન કરી શકે છે.

જવાબ.જો તમે તમારી પોતાની મદદ કરવા માંગતા હોવ તો ક્યારેક હસ્ત-મૈથુન યોગ્ય હોય છે પરંતુ તેને આદત ન બનવી જોઈએ. જો તમે ઇચ્છો તો વિશ્વાસુ વ્યક્તિ સાથે તમારી લાગણીઓ અને તકલીફો શેર કરો. તેનાથી તમારુ ડિપ્રેશન થોડું ઓછું થશે અને શક્ય હોય તો કોઈ કાઉન્સેલરની મદદ પણ લો. તમારી ગમતી કોઈ હોબી અથવા મિત્રો સાથે હેંગઆઉટ દ્વારા પોતાને વ્યસ્ત રાખો તેમજ ખાલી સમયમાં યોગ અને મેડિટેશન પણ કરો.

સવાલ.મારા લગ્નને 8 વર્ષ થયા છે. પહેલા હું અઠવાડિયામાં 10 વખત સંબંધો બાંધતો હતો, પરંતુ હવે હું ફક્ત 2 કે 3 વખત જ બનાવી શકું છું. આવું કેમ છે?

જવાબ.એવું જોવામાં આવ્યું છે કે સમય સાથે સંબંધની ભાવના અને અવકાશ સંકોચાઈ જાય છે. લગ્ન ગણતરીથી થતા નથી. સમય, મૂડ અને વાતાવરણ પ્રમાણે સંબંધો બાંધવા જોઈએ.

Advertisement