મારા સ્તનની મોટી ડીંટડીઓને કારણે હું શરમ અનુભવું છું, મારે શું કરવું જોઈએ?..

સવાલ.હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

Advertisement

જવાબ.નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ.હું ૩૧ વરસની ડિવોર્સી છું. છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું. મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી. પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી. તે મને છોડી દેશે એનો મને ડર છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી. આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે.

હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો. તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી. તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.

સવાલ.હું ૧૬ વરસની છું. ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે. પરંતુ હું આમ કરી શકતી નથી. અમારી વચ્ચે શારી-રિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.

જવાબ.આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી. શક્ય છે આ પાછળ તમારી ઉંમરમાં રહેલો મોટો તફાવત જવાબદાર હોય. આમ પણ પરિવારની મરજી વિના લગ્ન કરવા યોગ્ય નથી.

આથી ભાગીને લગ્ન કરવાનો વિચાર માંડી વાળો. આ ઉપરાંત લગ્નનો નિર્ણય કરવા જેવી તમારી ઉંમર પણ નથી. આ ઉંમરે લેવાઇ ગયેલો એક ખોટો અને ઉતાવળીયો નિર્ણય આખી જિંદગી બગાડી શકે તેમ છે. આથી આ સંબંધ પર હમણા જ પૂર્ણવિરામ મૂકી દેવો એ જ યોગ્ય વિકલ્પ છે.

સવાલ.હું 34 વર્ષનો છું અને તાજેતરમાં જ મારા લગ્ન થયા છે. લગ્ન પછી જ મેં પહેલીવાર સે*ક્સ કર્યું હતું. સં@ભોગ દરમિયાન મને લાગ્યું કે મારું ઉત્થાન ખૂબ જ નબળું છે અને બહુ ઓછા સમય સુધી ચાલે છે. ક્યારેક માત્ર 1 કે 2 મિનિટ માટે.

મને ઝડપથી ઉત્થાન થાય છે, પરંતુ મારી પત્ની સે-ક્સ માટે તૈયાર થાય ત્યાં સુધીમાં મારું ઉત્થાન સમાપ્ત થઈ જાય છે અને હું સ્ખલન કરી શકતો નથી. ક્યારેક પત્નીની યોનિની અંદર આવું થાય છે. આ કારણે હું ખૂબ જ શરમ અનુભવું છું. આ કારણે મારું લગ્નજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. શુ કરવુ

જવાબ.દરરોજ કેગલ એક્સરસાઇઝ કરવાનું શરૂ કરો. તેનાથી તમારા જનનાંગના સ્નાયુઓ મજબૂત થશે. તમે સ્ટોપ અને થેરાપી પણ શરૂ કરી શકો છો જેથી તમારું નિયંત્રણ વધુ સારું રહે. તમે આ બંને કસરતો વિશે ઑનલાઇન વાંચી શકો છો.

આ ઉપરાંત, કોઈ સારા સે*ક્સ થેરાપિસ્ટની સલાહ લો જેથી તે તમારી તપાસ કરી શકે અને તમને કેટલીક દવાઓ આપી શકે. આ દરમિયાન, જો તમે ઇચ્છો તો, 3 મહિના સુધી સં@ભોગના 2 કલાક પહેલા Tentex Royale ના 2 કેપ્સ્યુલ્સ લો. આ તમને મદદ કરશે. ઉપરાંત, જો તમને ડાયાબિટીસ અથવા બીપી નથી તો તમારા ડૉક્ટરની તપાસ કરાવો. તમારી ફોરપ્લે કૌશલ્યમાં પણ સુધારો કરો.

સવાલ.હું 22 વર્ષનો છું. મારું વજન 78.7 કિલો છે અને ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ છે. મારી સમસ્યા એ છે કે મારા સ્તનની ડીંટી ખૂબ મોટી છે જેના કારણે હું ચુસ્ત ટી-શર્ટ પહેરી શકતો નથી. આ કારણે મને ખરાબ લાગે છે અને શરમ પણ આવે છે. ઉપરાંત, હું દિવસભર થાક અને સુસ્તી અનુભવું છું અને કંઈપણ કરવાનું મન થતું નથી. સ્તનની ડીંટીનું કદ ઘટાડવા માટે મારે શું કરવું જોઈએ?

જવાબ.તમારે નિયમિત કસરત માટે જિમ જોઇન કરવું જોઈએ. ઉપરાંત, કોઈ સારા કોસ્મેટિક સર્જનની સલાહ લો જે તમને તમારા સ્તનની ડીંટી વિશે શું કરવું તે અંગે વધુ સારી સલાહ આપી શકશે.

Advertisement