આ શાક કામેચ્છા વધારવામાં અને પરફોર્મન્સ સુધારવામાં મદદ કરે છે. ‘ઈન્ડિયન વિયાગ્રા’ તરીકે ઓળખાય છે.

ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે.

Advertisement

પુરુષ હોય કે સ્ત્રી ઈન્ફર્ટિલિટીના કારણે માતા પિતા બનવાનું સપનું અધૂરું રહી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ખાણી પીણીમાં થોડા ફેરફાર કરવાથી તમે ઈન્ફર્ટિલિટીની સમસ્યાને દૂર કરવાની કોશિશ કરી શકો છો. આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે ખાવાની એક વસ્તુ તમારી આ ઈન્ફર્ટિલિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

સરગવાની સિંગ એક સુપરફૂડ તરીકે ઉપયોગમાં લેવાય છે જે જૂની બીમારીઓને દૂર કરી શકે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જેમ કે કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામીન, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝિંક.

સરગવાની સિંગમાં ભરપૂર પ્રમાણમાં ઝિંક હોય છે જે મહિલાઓની ઈન્ફર્ટિલિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ડ્રમસ્ટિક એટલે કે સરગવાની સિંગમાં ટેરિગોસ્પર્મિન નામનું તત્વ હોય છે જે શુક્રાણુઓની સંખ્યા વધારવા અને તેની ગતિશિલતા જાળવી રાખવામાં મદદ કરે છે.

અમેરિકન જર્નલ ઓફ ન્યૂરોસાયન્સમાં પ્રકાશિત એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સરગવાની સિંગ કામેચ્છા વધારવામાં અને પરફોર્મન્સ સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં સુધારો કરવા, મર્દાનગી વધારવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, ડ્રમસ્ટિક ‘ઈન્ડિયન વિયાગ્રા’ તરીકે પણ ઓળખાય છે. તે ઈરેક્ટાઈલ ડિસફંક્શન અને ઈન્ફર્ટિલિટી જેવી સમસ્યાઓના ઉકેલ માટે ખુબ પ્રભાવી છે. સરગવાની સિંગ ગર્ભવતી મહિલાઓના સમગ્ર સ્વાસ્થ્યને સારું બનાવવામાં ફાયદાકારક છે.

તેને ડાયેટમાં સામેલ કરવાથી ગર્ભવતી મહિલાઓને મોર્નિંગ સિકનેસના લક્ષણોનો મુકાબલો કરવામાં અને પોતાને ઉર્જાવાન બનાવવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત સરગવાની સિંગમાં ફોલેટની પ્રચુર માત્રા સ્પાઈના બિફિડા એક પ્રકારના neural tubal defect ના જોખમને ટાળી શકે છે. જેનાથી નવજાત શિશુમાં ગંભીર જન્મ દોષ થઈ શકે છે. આ ઉપરાંત સરગવાની સિંગના પાંદડાનો રસ ઘીમાં મેળવીને પ્રસવ બાદ મહિલાઓને અપાય છે જેનાથી સ્તનમાં દૂધનો સ્ત્રાવ સારો થાય છે.

સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.

ઓવેરિયન કેન્સરના ઉપચાર.સરગવાની સીંગના જડમાં ઉત્કૃષ્ટ પોષક તત્વો સમાયેલા છે. તેમાં ફાઇટોકેમિકલ કમ્પાઉન્ડ તથા એલ્કેનોયડ સમાયેલું છે. એક સંશોદન દ્વારા જાણવા મળ્યું છે કે સરગવાની સીંગ અંડાશયના કેન્સરના ઇલાજમાં લાભદાયી છે.

સ્પર્મનું પ્રમાણ વધારે.તેમાં વિટામિન ઉપરાંત જિંક, કેલશિયમ અને આર્યન સમાયેલા છે. જે સ્વાસ્થ્યમ માંટે લાભકારી છે. પુરુષોમાં સ્પર્મ બનવાની પ્રક્રિયામાં જિંકની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેમજ તેનું સેવન કેલશિયમ અને રક્તની કમી થવા દેતું નથી.

વજન ઉતારવામાં ગુણકારી.સરગવાની સીંગમાં ડાઇયૂરેટિક ગુણ હોય છે જે શરીરની કોશિકાઓમાં અનાવશ્યક પાણીને ઓછું કરે છે. તેના એન્ટી-ઇન્ફલેમેટોરી ગુણ શરીરના સોજા ઓછા કરે છે. ફાઇબરથી ભરપૂર સરગવાની સીંગ શરીરની ચરબીને ઓછી કરે છે. તેઇન્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરીને અનાવશ્યક ચરબી જામતીરોકે છે.

દૂધ પીવડાનારી માતાઓ માટે.સરગવાની સીંગના પાનને ઘીમાં ગરમ કરીને પ્રસૂતા સ્ત્રીને આપવાનો રિવાજ સદીઓથી ચાલે છે. તેના સેવનતી દૂધની કમી થતી નથી. તેમજ બાળકના જન્મ બાદ પ્રસૂતાને થતી નબશાઇ, થાક માટે પણ ઉપયોગી છે. સરગવાની સીંગમાં પ્રચૂર માત્રામાં કેલશિયમ સમાયેલું છે કેલશિયમ સપ્લીમેન્ટ કરતાં અનેકગણું કેલિશયમ સરગવાના છે.

Advertisement