અહીં થયા હતા માતા પાર્વતી અને ભગવાન શિવ ના લગ્ન,જાણો ક્યાં આવેલ છે આ જગ્યા..

કોઈપણ કપલ માટે સૌથી મૂંઝવતો પ્રશ્ન લગ્ન માટે યોગ્ય સ્થળ શોધવાનો હોય છે ઘણાં લોકો પાર્ટી પ્લોટ હોટેલ રિસોર્ટ અથવા પહાડ જેવા ખાસ સ્થળો પર જઈને ડેસ્ટિનેશન વેડિંગ કરતા હોય છે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું ત્રિયુગી નારાયણ મંદિર લગ્ન માટે પ્રખ્યાત છે આ પ્રાચીન મંદિર વિષ્ણુ ભગવાનને સમર્પિત છે એવું કહેવાય છે કે ત્રિયુગી નારાયણ મંદિરમાં આજથી ત્રણ યુગ પહેલા ભગવાન શિવ અને પાર્વતી માતાના વિવાહ થયા હતા ત્રિયુગી એટલે કે ત્રણ યુગ અને નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુનું નામ ધરાવતા આ પ્રાચીન મંદિરનું ખૂબ મહત્વ રહેલું છે.

Advertisement

ત્રિયુગી નારાયણ એ વિષ્ણુ ભગવાનનું એક પ્રાચીન વિશાળ મંદિર છે જે ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે ત્રિયુગી નારાયણ સોનપ્રયાગથી આશરે 5 કિ.મી.જેટલા અંતરે આવેલું છે તેમજ ત્યાંથી કેદારનાથ 28 કિ.મી.ના અંતરે આવેલું છે એવી એક પૌરાણિક માન્યતા છેકે અહિં વિષ્ણુ ભગવાનની સાક્ષીએ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતાં અહિં મંદિરની સામે એક ધૂણી આવેલી છે જે વિવાહકાળથી સતત પ્રજ્વલીત છે એવી વાયકા છે ભકતો અહીં હવન કરી શકે છે અહિં નારાયણની નાભિમાંથી જળ નીકળીને આસપાસ આવેલા ચાર કુંડમાં જાયછે આ કુંડ બ્રહ્મકુંડ રુદ્રકુંડ વિષ્ણુકુંડ અને સરસ્વતીકુંડના નામથી ઓળખાય છે.

ત્રિયુગી નારાયણ મંદિરમાં આવેલી ઘણી પ્રાચીન વસ્તુઓ જોવાલાયક છે આ પ્રાચીન મંદિરમાં આખો દિવસ ધૂણી જોવા મળે છે એવી માન્યતા છે કે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ દરમિયાન આ ધૂણી શરૂ કરવામાં આવી હતી આ મંદિરમાં પાણીના કુલ ચાર કુંડ આવેલા છે જેના નામ અનુક્રમે રૂદ્ર કુંડ વિષ્ણુ કુંડ બ્રહ્મા કુંડ અને સરસ્વતી કુંડ છે ત્રિયુગી નારાયણ મંદિરમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓ ગૌરી કુંડને પણ પ્રણામ કરે છે કારણકે આ કુંડ કેદારનાથ મંદિરનો મુખ્ય પડાવ છે.

ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતીએ પૃથ્વી ઉપર ૧૦૭ વખત જન્મ લેવો પડ્યો હતો અને ત્યારબાદ તેના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મંદિર વિશે કે જે જગ્યાએ ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન ઉત્તરાખંડના ત્રીયુગી નારાયણ મંદિરની અંદર થયા હતા આ મંદિર ખૂબ જ પવિત્ર અને પૌરાણિક છે અને આ જગ્યાએ જ ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરની અંદર વર્ષોથી પવિત્ર અગ્નિ સળગી રહી છે અને કહેવાય છે કે આ અગ્નિને સાક્ષી મારીને ભગવાન શંકર અને માતા પાર્વતીએ સાત ફેરા લીધા હતા.

આ જગ્યાને શંકર પારવતી ના શુભ વિવાહ સ્થળ ના નામથી પણ ઓળખવામાં આવે છે અને આ મંદિરના નામ પાછળ પણ એક મહત્વપૂર્ણ કારણ છે મંદિરની અંદર પ્રજ્વલિત અગ્નિ અનેક યુગોથી સળગી રહી છે અને કહેવાય છે કે મંદિરની અંદર પ્રજ્વલિત અગ્નિ છેલ્લા ત્રણ યુગથી પ્રચલિત છે અને આથી જ આ મંદિરને ત્રી યોગી મંદિર કહેવામાં આવે છે.

ત્રિયુગી નારાયણ મંદિરમાં ભગવાન શિવ-પાર્વતીના વિવાહ દરમિયાન વિષ્ણુ ભગવાને પાર્વતી માતાના ભાઈનું કર્તવ્ય નિભાવ્યું હતું જ્યારે બ્રહ્મા આ વિવાહ યજ્ઞના આચાર્ય બન્યા હતા અહીં બ્રહ્મા શિલા નામનો એક પથ્થર પણ સ્થાપિત છે એવી પણ માન્યતા છે કે અહીં આવતા જે યાત્રી આ હોમકુંડની રાખને પોતાની સાથે લઈ જાય છે તેમનું વૈવાહિક જીવન સુખી રહે છે ત્રિયુગી નારાયણ મંદિરનું સ્થાપત્ય અને શિલ્પકામ કેદારનાથ મંદિર જેવું છે આજથી આશરે 1200 વર્ષ પહેલા આદિ શંકરાચાર્યએ આ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું.

પૌરાણિક કથાઓ અનુસાર કહેવાય છે કે ભગવાન શંકર અને પાર્વતીના વિવાહ ની અંદર ભગવાન વિષ્ણુ માતા પાર્વતીના ભાઈ બન્યા હતા અને દરેક પ્રકારની વિધિઓનું પાલન પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ભગવાન બ્રહ્માજી પંડિત બન્યા હતા અને આથી જ આ મંદિરની અંદર ત્રણ કુંડ બનાવવામાં આવ્યા છે જેને વિષ્ણુકુંડ બ્રહ્મા કુંડ અને રૂદ્રકુંડ ના નામથી ઓળખવામાં આવે છે અને આ કુંડની અંદર દરેક દેવતાઓએ લગ્ન પહેલાં સ્નાન કર્યું હતું.

વર્ષ 2017માં ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક F.I.R નામની ટીવી સિરિયલના પાત્ર ચંદ્રમુખી ચૌટાલાથી પ્રખ્યાત એ આ મંદિરમાં વિવાહ કર્યા હતા ત્રિયુગી નારાયણ મંદિર અને કેદારનાથની વચ્ચે આશરે 25 કિલોમીટરનું અંતર રહેલું છે ત્રિયુગી નારાયણ મંદિર હરિદ્વારથી આશરે 275 કિલોમીટર દૂર આવેલું છે ત્રિયુગી નારાયણ મંદિરથી નજીકનું એરપોર્ટ દહેરાદૂનનું છે જે ત્યાંથી આશરે 244 કિલોમીટરના અંતરે આવેલું છે ત્રિયુગી નારાયણ મંદિરની આસપાસ રહેવાની પણ સારી વ્યવસ્થા છે અહીં એક દિવસના 500 રૂપિયાના ભાડાથી સારો રૂમ મળી શકે છે આ મંદિરમાં થયા હતા શિવ-પાર્વતીના વિવાહ જ્યાં આજે પણ પ્રકાશમાન છે તેની ધૂણી.

Advertisement