ખંભાત તરફ જતી બસમાં અચાનક લાગી આગ, મુસાફરોનો બચાવ…

આણંદ-ખંભાત હાઈવે પર પેટલાદ સિટી ગેટ પાસે આજે બપોરે એક એસ.ટી. બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જોરદાર આંચકો લાગ્યો હતો. આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી.ખંભાત ડેપોની એક એસ.ટી. બસ આજે બપોરે આણંદથી ખંભાત જઈ રહી હતી. દરમિયાન પેટલાદ રંગાઇપુરા હાઇવે પર ફાટક પાસે બસમાં આગ લાગી હતી. બસની અંદરથી ધુમાડો નીકળવા લાગતાની સાથે જ બસના ડ્રાઈવરે ટાઈમરનો ઉપયોગ કરીને બસને રોડ પર રોકી હતી અને ડ્રાઈવર-કંડક્ટર સહિત કેટલાક મુસાફરો તરત જ બસમાંથી નીચે ઉતરી ગયા હતા.

Advertisement

બીજી તરફ થોડી જ ક્ષણોમાં આખી બસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.વાતાવરણમાં ધુમાડો ફેલાઈ જતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ આણંદ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે સમગ્ર એસ.ટી. બસ હાડપિંજરમાં ફેરવાઈ ગઈ. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફર કે ડ્રાઈવર અને કંડક્ટરને ઈજા થઈ ન હતી.અચાનક આગ લાગતા બસના ચાલક દ્વારા, 4 પેસેન્જરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ડ્રાઈવરની સમય સુચકતાને લઈ સદ્દનસીબે મોટી જાનહાનિ ટાળી હતી, જ્યારે બસ બળીને ખાખ થઈ ગઈ હતી.ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરાતા પાલિકાનો ફાયર ફાઈટર હાજરમાંના હોઈ નજીકમાં રહેતા લોકોને ત્યાંથી બાલટીઓ ભરી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઈ ચૂકી હતી. બસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

Advertisement