ફ્રી રાશનના નિયમોમાં થઈ રહ્યો છે બદલાદ,આ લોકોને પડશે મોટો ફટકો..

રેશનકાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. સરકારે મફત રાશનની મુદત લંબાવી છે. અન્ન અને પુરવઠા વિભાગે રેશનકાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે. સરકારે રાશનની દુકાનમાંથી રાશન લેવા પાત્ર લોકો માટે નિર્ધારિત નિયમો અને ધારાધોરણોમાં ફેરફાર કર્યો છે. નવા ધોરણો લગભગ તૈયાર છે. આટલું જ નહીં આ અંગે રાજ્ય સરકારો સાથે ઘણી બેઠકો પણ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કઈ છે નવી જોગવાઈઓ.

Advertisement

ફૂડ એન્ડ સપ્લાય ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, હાલમાં દેશભરમાં 80 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટનો લાભ લઈ રહ્યા છે. તેમાંથી ઘણા આર્થિક રીતે સદ્ધર પણ છે. આને ધ્યાનમાં રાખીને જાહેર વિતરણ મંત્રાલય ધોરણોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ સંદર્ભમાં, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે કહ્યું કે ધોરણોમાં ફેરફારને લઈને રાજ્યો સાથે બેઠક યોજવામાં આવી છે. રાજ્યો દ્વારા કરાયેલી ભલામણોને સામેલ કરવા માટે પાત્રતા ધરાવતા લોકો માટે નવા માપદંડો વિકસાવવામાં આવી રહ્યા છે. આ માપદંડોને ટૂંક સમયમાં આખરી ઓપ આપવામાં આવશે.

નવા માપદંડનો લાભ માત્ર પાત્ર લોકો જ લઈ શકશે, અયોગ્ય લોકો નહીં. જરૂરિયાતમંદ લોકોને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.ખાદ્ય અને પુરવઠા વિતરણ વિભાગ અનુસાર, એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ યોજના અત્યાર સુધીમાં 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી છે. લાખો લાભાર્થીઓ એટલે કે 86 ટકા વસ્તી NFSA હેઠળ આ યોજનાનો લાભ મેળવી રહી છે. દર મહિને લગભગ 1.5 કરોડ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે.

અન્ય સ્ટોરી.સરકારી યોજનાઓનો લાભ લેવા માટે રાશન કાર્ડ જરૂરી છે. જો રાશન કાર્ડ ન હોય તો સરકારી યોજનાનો લાભ નથી મળતો..જેથી તમારી પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે. તમે આ ટીપ્સ અનુસરશો તો ઘરે બેઠા રાશન કાર્ડ મેળવી શકશો.

ઓછી કિંમતે મળશે અનાજ.સરકારની રેશનકાર્ડ યોજનાથી ઓછા ભાવે ચોખા, ઘઉં, બાજરી, ખાંડ ખરીદવા માંગતા હોય તો તમારે ફક્ત તમારા નામે બનાવેલ રેશન કાર્ડ મેળવવું પડશે. સરકારી કચેરીમાં રાશન કાર્ડ બનાવવા માટે ઘણો સમય લાગે છે.

વેબસાઈટ પર એપ્લાય કરો.હવે તમે સમયનો બગાડ કર્યા વિના રેશન કાર્ડ મેળવી શકશો. તમે ઘરે બેસીને રેશન કાર્ડ માટે કેવી રીતે અરજી કરી શકો છો અને તેના માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે. ભારતમાં તમે તમારા શહેરની સત્તાવાર વેબસાઈટ પરથી અરજી કરી શકો છો.

કયાં દસ્તાવેજ જરૂરી.અરજી માટે પરિવારના સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટા જરૂરી છે. આધાર કાર્ડ જરૂરી છે. વીજળીનું અને આવકનું પ્રમાણપત્ર જરૂરી છે. બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ જોડવાની રહેશે સાથે ગેસ કનેક્શનની વિગતો પણ આપવાની રહેશે.

Advertisement