હવામાન વિભાગે કરી આગાહી આવનાર 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ…

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે પ્રાપ્ત થયેલા અહેવાલો પ્રમાણે જૂનાગઢના માંગરોળના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડતા સ્થાનિક ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદની મોસમ લોકોના મનમાં ઠંડક લાવશે. આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. વાતાવરણમાં આવેલા એકાએક પલટાને કારણે તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી નીચું ગયું છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડા ઉત્તર-પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે.

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના બનાસકાંઠા, આણંદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને સુરત તેમજ રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદ સાથે હવામાનમાં પલટો આવશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે હવામાનમાં ફેરફારને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સોમવાર કરતાં 1.1 ડિગ્રી ઓછું હતું અને લઘુત્તમ તાપમાન 25.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યના પાંચ શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો.ગાંધીનગર 41.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.

અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે, ચોમાસાની શરૂઆતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા પણ તેમણે સેવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સમો સૂતરો રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. જૂ મહિનાથી હવામાનમાં પલટો આવશે જે 25 જૂન સુધી ચાલશે. પ્રિ મોનસૂન પ્રક્રિયા વહેલી શરૂ થશે, ચોમાસુ વહેલુ શરૂ થશે તેમજ આ વખતે 25 મે થી 8 જૂન વચ્ચે વરસાદ પણ સારો રહેશે.

અંબાલાલની આ આગાહીથી ખેડૂતોને હાશકારો થયો છે.બે દિવસ પહેલા હવામાન વિભાગની આગાહી કરનારી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટ ચોમાસાને ખુશી સમાચાર આપ્યા હતા. આગામી ચોમાસાને પ્રથમ પૂર્વાનુમાન સ્કાયમેટે કર્યુ હતું. સ્કાયમેટની આગાહી મુજબ વર્ષ 2022નું ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. આ વર્ષે 4 મહિનામાં વરસાદ 98 ટકા રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતાં 880.60 મીમી વરસાદની શક્યતા છે. તેમજ દેશમાં સંપૂર્ણ પણે 98 ટકા વરસાદ પડી શકે છે. આ રિપોર્ટ સ્કાયમેટે 21 ફેબૃઆરી જારી કર્યો હતો. સ્કાઇમેટ તરફથી ફરી આ આગાહીનું ફરી પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.