હું 25 વર્ષનો છું, મેં લગભગ 7-8 મહિલાઓ સાથે કો-ન્ડોમ વગર સે*ક્સ માન્યું છે, શું મને…

સવાલ.હું ૧૮ વરસની છું. માસિક નજીક આવે ત્યારે મારો સ્વભાવ ચીડચીડો બને છે. બહારગામ જવાનું હોય ત્યારે આ સમસ્યા વધુ વકરે છે. મારું માસિક પણ અનિયમિત હોવાથી હું પ્રવાસની પૂર્વ યોજના પણ બનાવી શકતી નથી. માસિક લંબાવી શકાય એવી કોઈ પદ્ધતિ છે ખરી.

Advertisement

જવાબ.પ્રોજેસ્ટોરોન ગોળીઓ લઈને તમે તમારું માસિક લંબાવી શકો છો. આ બાબતે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય દવા લો. આ દવા માસિક આવે એના પહેલા છ-સાત દિવસ પૂર્વે શરૂ કરવી પડે છે.અને પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે છે. ગોળી બંધ કર્યાંના સાત દિવસ પછી માસિક આવે છે. આ ઉપરાંત તમારે તમારા અનિયમિત માસિકની સમસ્યા માટે ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે.

સવાલ.મારા બન્ને પગમાં સતત દુ:ખાવો રહે છે. ખાસ કરીને રાત્રે આ દુ:ખાવો અસહ્ય હોય છે. આ કારણે મને બેચેનીનો અનુભવ થાય છે. અને આખી રાત આમતેમ પગ ફેરવીને પસાર કરું છું. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.તમને ‘રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ’ હોવાની શક્યતા છે. આ સમસ્યાથી પીડાતા લોકોને પગમાં તીવ્ર ઉત્તેજના થાય છે અને પગ આમ-તેમ ફેરવે નહીં ત્યાં સુધી રાહત મળતી નથી. કેટલાક આ સમસ્યા પર જળ ચિકિત્સાનો ઉપાય અજમાવે છે. બન્ને પણ વારા ફરતી ઠંડા અને ગરમ પાણીમાં નાખી પગ સુધી પહોંચતા રક્ત અને વાયુ સંબંધી આપૂર્તિને સુધારી શકાય છે. આ ચિકિત્સાથી થોડો આરામ મળે છે. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ લઈ વિટામીનની દવાઓ લઈ શકાય છે. આ સમસ્યા મોટે ભાગે મધ્યમ વયની મહિલાઓમાં ચિંતા, ટેન્શન, લો-બ્લડ પ્રેશર તેમજ ખરાબ રક્ત જેવા કારણોને લીધે જોવા મળે છે. તમે સંતુલિત આહાર લેવાનું રાખો. તેમજ નિયમિત વ્યાયામ કરી માનસિક તાણથી દૂર રહો.

સવાલ.મેં સે*ક્સના ઉપકરણો વિશે ઘણું સાંભળ્યું છે. એ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

જવાબ.સેક્સ ઉપકરણો સેક્સ ટોયસ નામે પણ ઓળખાય છે. વર્ષોથી તેનો ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક વરસમાં તેનું મશીનીકરણ થઈ ગયું છે. સિન્થેટીક અને વૈજ્ઞાાનિક દ્રષ્ટિથી માન્ય લિંગ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્ટીમ્યુલેટર વાઈબ્રેટર્સ તેમજ સેક્સ ઉપકરણો પણ મોજુદ છે. પરંતુ આવા ઉપકરણો વાપરવા કરતા પ્રાકૃતિક રૂપે સેક્સ માણવું યોગ્ય છે. એકલા હો તો તમે હસ્ત-મૈથુનનો સહારો લઈ શકો છો. સે*ક્સ ટોયસનો ઉપયોગ ડૉક્ટરની યોગ્ય સલાહ લીધા પછી જ કરવો જોઈએ.

સવાલ.હું ૨૫ વરસની નવ પરિણીત છું. છેેલ્લા છ મહિનાથી અને નિયમિત સે*ક્સ કરીએ છીએ પરંતુ મને ચરમ સુખનો અનુભવ થતો નથી. આ વિશે વિસ્તુત માહિતી આપવા વિનંતી.

જવાબ.ઘણી મહિલાઓને આ સમસ્યા સતાવે છે, પરંતુ ચરમ સુખને સમજવું તેમજ તેને સમજાવવાનું કામ મુશ્કેલ છે. સં@ભોગ દરમિયાન ઘણી મહિલાઓને આ અનુભવ થાય છે, પરંતુ ઘણી મહિલાઓને આ અનુભવ થતો નથી, પરંતુ આનો સંબંધ સફળ સેક્સ સાથે નથી. ક્યારેક વધુ સમય સુધી હસ્ત-મૈથુન કરવાથી પણ આ અનુભવ થાય છે. દર વખતે સેક્સ દરમિયાન આ અનુભવ થવો આવશ્યક નથી. આ એક એવી અનુભૂતિ છે જે સમયે અને પ્રેક્ટિસથી જ મળે છે.

સવાલ.હું 25 વર્ષનો છું. હું હજી પરણ્યો નથી. મેં લગભગ 7-8 મહિલાઓ સાથે સે*ક્સ સંબંધો બાંધ્યા છે. આ સમય દરમિયાન અમે કો-ન્ડોમનો ઉપયોગ પણ કર્યો ન હતો. શું મને એડ્સ થઈ શકે છે?

જવાબ.હા, કો-ન્ડોમ વિના સેક્સ કરવાથી માત્ર એઈડ્સ જ નહીં, પરંતુ સેક્સ સંબંધિત અન્ય કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે. જો કોઈ મહિલાને પહેલાથી જ કોઈ આંતરિક રોગ છે, તો તે તમને પણ થઈ શકે છે. તમારી જાતને તપાસો.

Advertisement