ઇતિહાસમાં પહેલી વાર ગુજરાતના એક ઝાટકે 25 પોલીસ અધિકારીઓની IPS તરીકે કરાઈ નિમણૂક…

ગુજરાતના ઇતિહાસમાં આવુ ક્યારેય બન્યુ નથી કે એક સાથે ગુજરાત કેડરના 25 પોલીસ અધિકારીઓની IPS તરીકે નિમણૂક થઈ હોય. માર્ચ મહિનામાં ગુજરાત સરકારે નોમિનેશન માટે લિસ્ટ મોકલ્યા બાદ આજે તેમની નિમણૂકની મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. મહત્વનું છે કે અત્યારસુધી ગુજરાતમાં IPS અધિકારીઓની નિમણૂક 2:1 રેસિયો પર થતી આવી છે, જેમાં ડાયરેક્ટ UPSC ક્લિયર કરનાર 2, GPSC ક્લિયર કરીને પ્રમોશન લેનાર 1 IPS હોય છે.યુપીએસસીની સિલેક્શન કમિટીએ વર્ષ-૨૦૨૦ના ગુજરાત પોલીસ સર્વિસ કેડરના ૨૫ અધિકારીઓને આઇપીએસ(ગુજરાત કેડર) તરીકે પસંદગી કરી છે.

Advertisement

જેમાં વડોદરામાં તાજેતરના તોફાનોમાં તાબડતોબ સાંઇબાબાની મૂર્તિ સ્થાપન કરી આરોપીઓને ઝડપી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડીસીપી પન્ના મોમાયાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત આ અધિકારીઓમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી અનેક ગુનાઓનો ભેદ ઉકેલનાર અને હાલમાં જ અમદાવાદ ખાતે ટ્રાન્સફર થયેલા ડીસીપી જયદિપસિંહ જાડેજા તેમજ વડોદરામાંથી તાજેતરમાં બદલી થયેલા ડીસીપી જયરાજ સિંહ વાળા અને એન્ડ્રુઝ મેકવાનનો પણ સમાવેશ થાય છે. આ સાથે હવેથી આ અધિકારીઓના સોલ્ડર અને કેપના મોનોગ્રામ બદલાશે.

આઇપીએસ ઑફિસર એટલે કે ઇન્ડિયન પોલીસ ઑફિસરનું પદ મળવુ એ ગૌરવપૂર્ણ અને પ્રતિષ્ઠતાભર્યુ માનવામાં આવે છે. અનેક યુવાઓની આઇપીએસ બનવાની ઇચ્છા હોય છે. જે માટે તેઓ દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરતા હોય છે. જો કે પોતાનામાં સિવિલ સર્વિસિસનો જુસ્સો હોવો પણ જરુરી છે. ત્યારે હવે ગુજરાત માટે ગૌરવપૂર્ણ અને મહત્વની ઘટના બનવા જઇ રહી છે. કારણ કે હવે આ કેડરમાં પણ ગુજરાતીઓનો દબદબો જોવા મળશે. જી, હા એકસાથે 25 અધિકારીઓ આઇપીએસ અધિકારી બની ગયા છે.વર્ષ 2011ની બેચના અધિકારીઓને આઇપીએસ નોમિનેટ કરવામાં આવ્યા બાદ હવે નિમણૂક થતાં 25 જેટલા ગુજરાતી એક સાથે આઇપીએસ અધિકારી બનશે.

આ તમામની નોમિનેશન માટેની ક્લિયરીંગ પ્રોસેસ પણ પૂર્ણ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.આ નિમણૂક બાદ આઇપીએસ લોબીમાં ગુજરાતીનો દબદબો વધશે તેમાં કોઇ બે મત નહી.સુરતના DCP પન્ના મોમાયા, અમદાવાદ કંટ્રોલ રૂમના DCP ડો.હર્ષદ પટેલ તથા અમદાવાદ શહેરના ઝોન-4 DCP રાજેશ એચ.ગઢિયા સહિત 25 DySPને IPS તરીકે નિમણૂક આપવામાં આવી છે.

Advertisement