જો પત્ની સાસુને પૂછ્યા વગર પતિ જોડે શારીરિક સંબંધ બાંધે છે તો મહિલાની આવી હાલત કરે છે સાસુ..

દહેજ એ સમાજ પર કલંકરૂપ છે તેના કારણે મહિલાઓ પર અકલ્પનીય અત્યાચારો અને ગુનાઓ થતાં આવ્યા છે આ દૂષણે સમાજના દરેક વર્ગમાં મહિલાઓની જાન લીધી છે પછી તે ગરીબ હોય મધ્યમ વર્ગ હોય કે અમીર હોય જો કે ગરીબ વર્ગની મહિલાઓ આ જાળમાં વધુ જકડાય છે.

Advertisement

કારણ કે તેમનામાં જાગૃતિ અને શિક્ષણનો અભાવ હોય છે દહેજ પ્રથાના કારણે જ દીકરીઓને દીકરાઓ જેટલુ મહત્વ મળતુ નથી સમાજમાં મોટેભાગે જોવા મળે છે કે દીકરીઓને જવાબદારી તરીકે જોવામાં આવે છે અને તેમને એક પ્રકારના દબાણ અને બીજા વર્ગનુ વર્તન સહન કરવુ પડે છે પછી તે ભણતરની વાત હોય કે અન્ય વસ્તુઓની.

વડોદરા શહેરમાંથી વધુ એક મહિલા ઉપર સાસરીયા પક્ષ દ્વારા કરવામાં આવતા અત્યાચારનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર વડોદરાની રહેવાસી 28 વર્ષીય યુવતીના લગ્ન 2020માં એક યુવક સાથે થયા હતાપરંતુ લગ્નના થોડા સમય બાદજ પરણીતા ઉપર સાસરીયા પક્ષ દ્વારા ત્રાસ આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

આટલુજ નહિ પરંતુ પરણીતાને પતિ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો પરણીતાનો પતિ સાથે શારી-રિક સુખ માણવાનો સમય સાસુ દ્વારા નકી કરવામાં આવતો હતો.તેમજ પતિ સાથે શારી-રિક સંબંધ ક્યારે બાંધવાનો અને હનીમૂનમાં ક્યારે જવું અને જવું હોય તો પતિ સાથે એકલા નહી પરંતુ પરિવાર સાથે જવાનું અમારે સંતાનમાં માત્ર દીકરો જોઈએ છે.

આવું જણાવીને પરણીતાને સાસુ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો બીજી તરફ પતિએ પણ પરણીતા સાથેના અંગત પળોના ફોટો અને વિડીયો બનાવીને રાખ્યા હતા જે સમાજમાં વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો સસરા પણ પરણીતાને જણાવતા કે મારા દીકરાના બીજે લગ્ન કરવાના છે જો તું છુટાછેડા નહી આપે તો તને જાનથી મારી નાંખવામાં આવશે આટલુજ નહિ.

પરંતુ દિયર પણ તેની સાથે બીભત્સ વાતો કરતો હતો અને જણાવતો હતો કે ભાભી તમારી સુહાગરાત કેવી રહી હતી નણંદ પણ તેને મેણા મારતી હતી કે મારા પિતાએ લગ્નમાં મને ૧૧ તોલા સોનું આપ્યું છે જયારે તું દહેજ્માંથી કશુજ લાવી નથી તેમજ પરણીતાને અવારનવાર સાસરીયા પક્ષ દ્વારા જણાવવામાં આવતું હતું કે તારા શરીરમાં ખામી છે એટલે તું બાળક પેદા કરી શકે તેમ નથી એમજ પરણીતા જોડે ધમકીઓ આપીને દહેજની માંગણી કરવામાં આવતી હતી આખરે પરણીતાએ સાસરીયા પક્ષથી કંટાળીને પોલીસ સ્ટેશનમાં પતિ સહીત સાસરીયા પક્ષના સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ત્યારબાદ બીજો એક આવોજ દહેજ નો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતી યુવતીના લગ્ન મુંબઈ ખાતે રહેતા યુવાન સાથે થયા હતા લગ્નના થોડા દિવસો બાદ પતિ તેમજ સાસરિયાઓ પરિણીતા સાથે અવાર નવાર લડાઈ ઝગડો કરતાં હતા.

તેમજ દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પરિણીતા તેના માતા પિતાના ઘરે આવી ગઈ હતી અને સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર માંડવીના ધોબણી નાકા ખાતે રહેતા હરીશંકર ભગવાનદાસ શર્મા ફેરીનું કામ કરી ગુજરાન ચલાવે છે.

તેમની 27 વર્ષીય દીકરી નીતુબેનના લગ્ન મૂળ યુ પીના અને હાલ મુંબઇ ચાંદીવલ્લી અંધેરી ખાતે શાંતિસદન સોસાયટીમાં રહેતા વિવેક રાજેશભાઈ શર્મા સાથે થયા હતા લગ્નના થોડા દિવસો બાદ સાસરિયાઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને પતિ વિવેક શર્માએ ગિરિશાબેન રાજેશભાઈ શર્મા રાજેશભાઈ શ્યામલાલ શર્મા મનીષ રાજેશ શર્મા તેમજ વિશાલ રાજેશ શર્મા નાઓએ નીતુની માતાને ફોન કરી ફ્રિજ એ.સી વોશિંગ મશીનની માંગ શરૂ કરી હતી.

અને પતિ વિવેક જણાવતો હતો કે તું મને ગમતી નથી મે મારા પિતાના કહેવાથી તારી સાથે લગ્ન કરેલ છે હું તને રાખવાનો નથી વિવેકનું કોઈ અન્ય છોકરી સાથે અફેર હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદ નીતુ શર્મા સાસરિયાઓના ત્રાસથી કંટાળી પિયર માંડવી ખાતે આવી ગઈ હતી ત્યારબાદ સાસરિયાઓ સમાધાન કરી તેને મુંબઈ ખાતે લઈ ગયા હતા અને થોડા દિવસો બાદ ફરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ.

જેથી નીતુના ભાઈએ 15,000 રૂપિયા તેના સસરાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા તેમ છતાં હજુ પૈસાની માંગણી કરી હતી અને દહેજ ન આપતા સાસરિયાંઓ નીતુને ઢીક મુક્કીનો માર મારી શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોય નીતુના પિતાએ જમાઈને રોકડ 72 હજાર તથા 15,000 અને એક બાઇક લઈ આપી હોવા છતાં સાસરિયાઓની દહેજની ભૂખ ન સંતોષાતા તેઓ નીતુને ત્રાસ આપતા નીતુએ ઉપરોક્ત પાંચેય વ્યક્તિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement